‘વિરાટ કોહલી ખૂબ સારો વ્યક્તિ..’ નવીન ઉલ હકે જણાવ્યું કોહલી વચ્ચે શું થઇ વાતચીત

PC: twitter.com

અફઘાનિસ્તાન સામેની મેચમાં ભારતીય ટીમનો દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને અફઘાનિસ્તાનના યુવા બોલર નવીન ઉલ હક વચ્ચે મામલો થાળે પડી ગયો છે. દિલ્હીમાં ભારત અને અફઘાનિસ્તાન સામેની મેચમાં બંને જ ખેલાડીઓ એક-બીજાને ગળે મળતા નજરો પડ્યા હતા. નવીન-ઉલ-હકે તેને લઇને મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, વિરાટ કોહલી સાથે તેની શું વાતચીત થઈ. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 દરમિયાન નવીન-ઉલ-હક અને વિરાટ કોહલી વચ્ચે ખૂબ મોટો ઝગડો થઈ ગયો હતો.

તેમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના મેન્ટર ગૌતમ ગંભીર પણ સામેલ થઇ ગયા હતા. આ જ કારણ છે કે જ્યારે નવીન ઉલ હક દિલ્હીમાં ભારત વિરુદ્ધ મેચ રમવા ઉતર્યો તો ફરીથી ફેન્સે તેને ટ્રોલ કર્યો અને કોહલી-કોહલીના નારા લગાવ્યા હતા. જો કે, વિરાટ કોહલીએ ઈશારો કરીને એમ કરવાની ના પાડી દીધી, ત્યારબાદ વિરાટ કોહલી અને નવીન ઉલ હક એક-બીજાને ગળે મળતા નજરે પડ્યા અને વાત પણ કરી. એમ લાગ્યું કે બંને ખેલાડીઓ વચ્ચેનો ઝઘડો સમાપ્ત થઈ ગયો છે.

તો નવીન ઉલ હકે જણાવ્યું કે, તેની વિરાટ કોહલી સાથે શું વાત થઈ. મીડિયા રિપોર્ટ મુજબ તેણે (નવીન ઉલ હકે) કહ્યું કે, વિરાટ કોહલી ખૂબ સારો વ્યક્તિ છે. દિલ્હી તેનું હોમગ્રાઉન્ડ છે અને આ જ કારણે લોકોએ પોતાના લોકલ ખેલાડીને સ્પૉર્ટ કર્યો. એટલે તેઓ કોહલી-કોહલી બોલી રહ્યા હતા. મેદાનમાં જે થાય છે તે મેદાનની અંદર જ રહી જાય છે. કોહલીએ હાથ મળાવ્યા બાદ કહ્યું કે, હવે ઝઘડાને સમાપ્ત કરીએ, મેં પણ કહ્યું હા ઝઘડો સમાપ્ત કરીએ.

ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. વર્લ્ડ કપની પહેલી મેચમાં પણ કોહલી સારું પ્રદર્શન કર્યું હતું. તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્વ પહેલી મેચમાં મુશ્કેલ સમયમાં ભારતીય ટીમને સંભાળી હતી અને ભારતને શાનદાર જીત અપાવી હતી. તો અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચમાં પણ તેણે શાનદાર અડધી સદી ફટકારી હતી. જો મેચની વાત કરીએ તો અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા સીમિત 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 272 રન બનાવ્યા હતા. જ્યારે 273 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 2 વિકેટ ગુમાવીને 35 ઓવરમાં જ આ લક્ષ્ય હાંસલ કરીને 8 વિકેટે જીત હાંસલ કરી લીધી હતી. આ ભારતીય ટીમની વર્લ્ડ કપ 2023માં સતત બીજી જીત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp