આ ખેલાડીની પ્રશંસામાં સિદ્ધુએ સંભળાવી શાયરી, કહ્યું- હજુ 4 વર્ષ ક્રિકેટ રમશે

PC: crictoday.com

પૂર્વ ભારતીય ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુએ વિરાટ કોહલીને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, વિરાટ કોહલી હજુ 4 વર્ષ સુધી ક્રિકેટ રમી શકે છે. તેમણે આ વાતો સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાતચીત કરતા કહી. નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે, વિરાટ કોહલીનું એટીટ્યુડ, અગ્રેશન અને રમત દરમિયાન આત્મવિશ્વાસ ગજબનો છે. ઉલ્લેખનીય છે કે, નવજોત સિંહ સિદ્ધુ ફરી એક વખત કમેન્ટ્રી બોક્સમાં વાપસી કરી રહ્યા છે. તેઓ IPL 2024ની શરૂઆતી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચેની મેચ દરમિયાન કમેન્ટ્રી કરતા નજરે પડશે. આ અગાઉ નવજોત સિંહ સિદ્ધુ ધોનીના પણ વખાણ કરી ચૂક્યા છે.

નવજોત સિંહ સિદ્ધુએ આ દરમિયાન એક શાયરી પણ સંભળાવી. તેમણે કહ્યું કે, શેરો કી આઝાદી હૈ, આઝાદી કે પાબંદ રહે, જિસકો ચાહે ચીરે-ફાડે, ખાય-પીએ આનંદ કરે.' ત્યારબાદ વિરાટ કોહલી બાબતે અરુણ જેટલીની વાત યાદ કરી. નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે, અરુણ જેટલીએ તેમની સામે વિરાટ કોહલીના ખૂબ વખાણ કર્યા હતા. તેમણે બતાવ્યું કે જેટલી સાહેબે કહ્યું, મેં એવો ક્રિકેટર નથી જોયો. જ્યારે મેં પૂછ્યું કે શું થયું? તો તેમણે કહ્યું તેમના પિતાનું નિધન થઈ ગયું હતું. તે તેના અંતિમ સંસ્કારમાં ગયો, પાછો આવ્યો અને સદી ફટકારી દીધી.

નવજોત સિંહ સિદ્ધુએ પોતાનો અનુભવ પણ શેર કર્યો. તેમણે કહ્યું કે, મને યાદ છે કે મારા પિતાનું નિધન થઈ ગયું હતું. ત્યારબાદ 2 મહિના સુધી મને યાદ નહોતું કે હું ક્યાં છું. ત્યારબાદ નવજોત સિંહ સિદ્ધુએ કોહલીના ભરપેટ વખાણ કર્યા. તેમણે કહ્યું કે, એ બદલાવો તરફ ધ્યાન આપવું જોઈએ, જે કોહલીએ પોતાની અંદર લાવ્યા છે. કોહલીનું સૌથી મોટું એસેટ છે, તેનું એટીટ્યુડ. તેની વિશેષતા છે કે તે પડતો નથી. તે છોડીને ભાગતો નથી. કોહલી ક્યારેય નેગેટિવ થતો નથી. તે હંમેશાં સકારાત્મક રહે છે. તેનું અગ્રેસન અને આત્મવિશ્વાસ તેને તાકત આપે છે.

ત્યારબાદ નવજોત સિંહ સિદ્ધુએ કોહલીના ફિટનેસના પણ વખાણ કર્યા. તેમણે કહ્યું કે, કોહલીની ફિટનેસ ખૂબ શાનદાર છે. ફોર્મ તો એવું છે જેમ સવારે ઝાકળ હોય છે. એ આવતું જતું રહે છે. આ દરમિયાન સિદ્ધુએ કોહલીને 16 કળાનો સંપન્ન બતાવ્યો. નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે, આ ખેલાડીએ જે કંઇ હાંસલ કર્યું છે, તેમાં સ્થિતિના હિસાબે ઢળી જવાની કળા સૌથી મહત્ત્વની છે. કોહલી આગામી 4 વર્ષ માટે પૂરી રીતે ફિટ છે. નવજોત સિંહ સિદ્ધુ જે મેચની વાત કરી રહ્યા છે, તેમાં કોહલીએ સદી નહીં, પરંતુ 90 રન બનાવ્યા હતા.

દિલ્હી અને કર્ણાટક વચ્ચે એ રણજી મેચ ડિસેમ્બર 2006માં રમાઈ હતી. એ દરમિયાન કોહલીના પિતાનું નિધન થઈ ગયું હતું. દિવસની રમત પૂરી થયા બાદ કોહલી 40 રન પર નોટઆઉટ હતો, ત્યારે તેના પિતાના મોતના સમાચાર મળ્યા. ત્યારબાદ તે પિતાના અંતિમ સંસ્કાર માટે ગયો. ત્યારબાદ પરત ફરીને તેણે 90 રન બનાવ્યા અને દિલ્હીની ટીમને ફોલોઓનથી બચાવી. માત્ર 18 વર્ષની ઉંમરમાં કોહલીની આ મેચ્યોરિટીના ખૂબ વખાણ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp