સૂર્યકુમારની ટેસ્ટમાં વાપસીનો ફસાયો પેંચ, દુલિપ ટોફીમાં પણ રમવું મુશ્કેલ
T20 ફોર્મેટના સૌથી ખતરનાક બેટ્સમેન અને ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ હાલના દિવસોમાં ઘરેલુ ક્રિકેટ રમી રહ્યો છે. સૂર્યકુમાર યાદવનું ફોકસ ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શનના દમ પર ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી કરવા પર છે, પરંતુ આ દરમિયાન તેમની સાથે જોડાયેલા એક એવા સમાચાર સામે આવ્યા છે, જેનાથી ફેન્સ નિરાશ છે. સૂર્યકુમાર યાદવ દુલિપ ટ્રોફી અગાઉ ઇજાગ્રસ્ત થઈ ગયો છે. તેને આ ઇજા બૂચી બાબુ ટૂર્નામેન્ટમાં તામિલનાડુ ક્રિકેટ એસોસિએશન ઇલેવન વિરુદ્ધ મેચમાં ફિલ્ડિંગ દરમિયાન થઈ હતી.
આ ઇજા કેટલી ગંભીર છે અને તે દુલિપ ટ્રોફીમાં હિસ્સો લઈ શકશે કે નહીં, એ બાબતે વધુ જાણકારી મળી નથી. મુંબઈ માટે મેચ કંઇ ખાસ રહી નહોતી અને તે તામિલનાડુના 379 રનોના જવાબમાં પોતાની પહેલી ઇનિંગમાં 156 પર જ સમેટાઇ ગઈ હતી. સૂર્યકુમાર યાદવે આ ઇનિંગયમાં 38 બૉલમાં 30 રન બનાવ્યા હતા. તામિલનાડુએ પોતાની બીજી ઇનિંગમાં 286 રન બનાવ્યા અને મુંબઇને 510 રનોનું લક્ષ્ય મળ્યું હતું. બૂચી બાબુ અને દુલિપ ટ્રોફી બંને જ ટૂર્નામેન્ટ ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી કરવાના હિસાબે સૂર્યકુમાર યાદવ માટે ખૂબ મહત્ત્વના છે.
સૂર્યકુમાર યાદવે પોતાની એકમાત્ર ટેસ્ટ મેચ ફેબ્રુઆરી 2023માં નાગપુરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમી હતી, જેમાં તેણે 8 રન બનાવ્યા હતા. ભારતે આ મેચ ઇનિંગ અને 132 રનથી જીતી હતી. આ અગાઉ કોયમ્બતુરમાં સૂર્યકુમાર યાદવે મુંબઈ ટ્રેનિંગ સેશન બાદ કહ્યું કે, ‘ઘણા લોકોએ પોતાની જગ્યા બનાવવા માટે ખૂબ મહેનત કરી છે અને હું પણ આ જગ્યાને ફરી હાંસલ કરવા માગું છું. મેં ટેસ્ટમાં ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું, ત્યારબાદ ઇજાગ્રસ્ત પણ થઈ ગયો.
ઘણા લોકોને તક પણ મળી છે અને તેમણે સારું પણ કર્યું છે. જો મારી જગ્યા બને છે તો મને પણ તક મળશે, પરંતુ એ મારા હાથમાં નથી. મારા વશમાં બસ એટલું છે કે હું બૂચી બાબુ અને દુલિપ ટ્રોફીમાં પ્રદર્શન કર્યું અને પોતાની તકની રાહ જોઉ. સૂર્યકુમારે ગયા વર્ષે જુલાઈમાં થયેલી દુલિપ ટ્રોફી ફાઇનલ બાદ કોઈ ફર્સ્ટ ક્લાસ રમી નથી. આ દરમિયાન તેની ગ્રોઇન સર્જરી પણ થઈ, જેના કારણે તે 3 મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યો.
દુલિપ ટ્રોફીમાં ઘણા એવા ખેલાડી હિસ્સો લેવાના છે, જે ભારતીય ટેસ્ટ ટીમમાં પોતાની જગ્યા મેળવવા રાહ જોઈ રહ્યા છે. સૂર્યકુમાર આ ટૂર્નામેન્ટમાં ઋતુરાજ ગાયકવાડના નેતૃત્વવાળી ઈન્ડિયા C ટીમનો હિસ્સો છે જેમાં સાઇ સુદર્શન અને રજત પાટીદાર પણ સામેલ છે. તો આ ટૂર્નામેન્ટમાં શ્રેયસ ઐય્યર, ઇશાન કિશન અને રિષભ પંત જેવા ખેલાડી પણ રમવાના છે જે દુલિપ ટ્રોફીના માધ્યમથી ટેસ્ટ તેમાં વાપસીનો માર્ગ જોઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp