સર વિવ રિચર્ડ્સે કોહલીને લઇને કરી ભવિષ્યવાણી, તેમના મતે આ ટીમ જીતશે વર્લ્ડ કપ
ICC T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ અત્યાર સુધી કુલ 5 મેચ રમી ચૂકી છે. જ્યારે એક મેચ વરસાદની ભેંટ ચઢી ગઇ. આ 5 મેચોમાં ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીના બેટથી કોઇ પણ સારી ઇનિંગ નીકળી નથી. વિરાટ કોહલીએ 5 ઇનિંગ્સમાં ક્રમશઃ 1, 4, 0, 24 અને 37 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ ગત મેચમાં બાંગ્લાદેશ વિરુદ્ધ 28 બૉલમાં 37 રન બનાવ્યા હતા અને આ દરમિયાન એક ચોગ્ગો અને 3 છગ્ગા માર્યા હતા. એમ લાગી રહ્યું છે કે વિરાટ કોહલી ફોર્મમાં આવી રહ્યો છે.
સુપર-8 ગ્રુપ-1માં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ રમાવાની છે. આ મેચ અગાઉ વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ ક્રિકેટર સર વિવ રિચર્ડ્સે વિરાટ કોહલીને લઇને મોટી ભવિષ્યવાણી કરી છે. વિવ રિચર્ડ્સે રેવ સ્પોર્ટ્સ પર વિરાટ કોહલીને લઇને કહ્યું કે, ‘વિરાટ કોહલી ફાઇટર છે, હું હંમેશાં વિરાટ કોહલીને બેક કરીશ. જો નોક આઉટ્સ મેચ થશે, તો તે ત્યાં હશે અને સારું પ્રદર્શન પણ કરશે.’ ભારતીય ટીમે આજે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સુપર-8ની મેચ રમવાની છે.
ભારતીય ટીમ પહેલા જ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને સુપર-8માં હરાવી ચૂકી છે. આજની મેચ જીતીને ભારતીય ટીમ સેમીફાઇનલની ટિકિટ પાક્કી કરી દેશે. એ સિવાય તેનું ઈંગ્લેન્ડ સાથે સેમીફાઇનલમાં મેચ પણ નક્કી થઇ જશે. T20 વર્લ્ડ કપ 2024માં વિવ રિચર્ડ્સ હવે ભારતને જ બેક કરી રહ્યા છે. ભારત અને બાંગ્લાદેશ સામેની મેચ બાદ વિવ રિચર્ડ્સ ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં ગયા હતા. ઉલ્લેખનીય છે કે, બેસ્ટ ફિલ્ડર મેડલ આ વખત વિવ રિચર્ડ્સે જ આપી હતી.
વિવ રિચર્ડ્સે ત્યારબાદ સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી, રિષભ પંત સાથે પોતાની તસવીર શેર કરતા લખ્યું હતું કે, ‘ભારતીય ટીમ. તમે સારું કામ કરી રહ્યા છો. જો વેસ્ટ ઇન્ડીઝ કરી શકતું નથી, તો હું તમને બેક કરીશ.’ વેસ્ટ ઇન્ડીઝ T20 વર્લ્ડ કપ 2024ની સેમીફાઇનલની રેસથી બહાર થઇ ગઇ છે. વેસ્ટ ઇંન્ડીઝને દક્ષિણ આફ્રિકન ટીમે હરાવ્યું. ગ્રુપ-2થી ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સેમીફાઇનલ માટે ક્વાલિફાઇ કરી ચૂકી છે. જ્યારે ગ્રુપ-1થી અત્યાર સુધી કોઇ પણ ટીમ સેમીફાઇનલની ટિકિટ પાક્કી કરી શકી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp