શું નીરજ ચોપરા અને મનુ ભાકર લગ્ન કરવાના છે? પિતાએ આપ્યો જવાબ
શું સ્ટાર શૂટર મનુ ભાકરના લગ્ન જેવલીન થ્રોઅર નીરજ ચોપરા સાથે થશે? એ સવાલ છેલ્લા 2 દિવસોથી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મનુ અને નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિક 2024 ક્લોઝિંગ સેરેમની અગાઉ ઘણા સમય સુધી વાત કરતા નજરે પડ્યા, ત્યારબાદ બંનેના લગ્નને લઈને અટકળો લગાવવાની શરૂઆત થઈ ગઈ. તો નીરજ ચોપરા એક વીડિયોમાં મનુ ભાકરની મોટા સુમેધા ભાકર સાથે મુલાકાર કરતો નજરે પડી રહ્યો છે.
નીરજ ચોપરા અને સુમેધા ભાકરની મુલાકાત બાદ તો લગ્નને લઈને અફવાઓનો બજાર વધુ ગરમ થઈ ગયો. જો કે, 22 વર્ષીય મનુ ભાકરના પિતા રામકિશન ભાકરે હવે અફવાઓ પર મૌન તોડ્યું છે. રામકિશને મનુ ભાકર અને નીરજ ચોપરાના લગ્નની અટકળોનું ખંડન કર્યુ છે. તેમણે કહ્યું કે, મનુ ભાકરની ઉંમર હજુ ઓછી છે અને લગ્ન બાબતે વિચાર્યું નથી. મનુની માતા 26 વર્ષીય નીરજ ચોપરાને પોતાના દીકરા જેવો માને છે.
મીડિયા રિપોર્ટ મુજબ, રામકિશને કહ્યું કે, મનુ અત્યારે ખૂબ નાની છે. તેના લગ્નની ઉંમર નથી. અત્યારે તો આ બાબતે વિચારી પણ રહ્યા નથી. તો રામકિશને સુમેધા અને નીરજના વીડિયો પર કહ્યું કે, મનુની માતા નીરજને દીકરા જેવો માને છે. વીડિયોમાં મનુની માતા નીરજનો હાથ પોતાના માથા પર રાખીને સોગંધ ખવડાવતી નજરે પડી હતી. ઉલ્લેખનીય છે કે ભારતે પેરિસ ઓલિમ્પિકમાં કુલ 6 મેડલ જીત્યા છે. મનુ ભાકરે 2 બ્રોન્ઝ જીતીને ઇતિહાસ રચી દીધો છે.
તેમણે મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં અને 10 મીટર એર પિસ્ટલ મિશ્રિત ટીમ સ્પર્ધામાં સરબજોત સિંહ સાથે મળીને મેડલ જીત્યું. મનુ ભાકર આઝાદી બાદ એક ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનારી પહેલી ભારતીય એથલીટ છે. તે ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પહેલી મહિલા નિશાનેબાજ પણ છે. બીજી તરફ નીરજે પુરુષ ભાલા ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવાના કારનામાને અંજામ આપ્યો.
તેણે 89.45 મીટરના સીઝનના બેસ્ટ થ્રો સાથે સિલ્વર મેડલ પોતાનું નામ કર્યું. પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટરની દૂરી પર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ પર કબજો કર્યો. આ નવો ઓલિમ્પિક રેકોર્ડ છે. નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું. તે સતત 2 ઓલિમ્પિક મેડલ જીતનાર ભારતનો પહેલા ટ્રેક એન્ડ ફિલ્ડ એથલીટ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp