‘આ કારણે 90 મીટરની દૂરી પાર ન કરી શક્યો..’, નીરજ ચોપડાએ આપ્યું મોટું નિવેદન
પેરિસ ઓલિમ્પિકની ભાલા ફેંક સ્પર્ધામાં પાકિસ્તાનના અરશદ નદીમ સામે પછડાઇને બીજા નંબર પર રહેનાર ભારતના નીરજ ચોપડાએ કહ્યું કે તે કામના કરે છે કે તેની પ્રતિસ્પર્ધા એટલી જ મજબૂત બનેલી રહે. હું વાસ્તવમાં ખુશ છું. ભાગ લેનાર સેકડો દેશમાંથી પાકિસ્તાન અને ભારતે વાસ્તવમાં સારું પ્રદર્શન કર્યું છે. નીરજે બુડાપેસ્ટમાં વિશ્વ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યું અને એ મારા માટે સોનેરી ક્ષણ છે. અમારી દોસ્તી વાસ્તવમાં મજબૂત છે અને હું ઇચ્છું છું કે એ લાંબા સમય સુધી ચાલતી રહે.
તેમની વચ્ચે સ્વસ્થ પ્રતિસ્પર્ધા પર નીરજ ચોપડાએ કહ્યું કે, એ ખૂબ જ સ્વસ્થ પ્રતિસ્પર્ધા હતી, જેમાં અરશદે ખૂબ સારું કામ કર્યું અને ઓલિમ્પિક રેકોર્ડ તોડ્યો. તેને ખૂબ ખૂબ શુભેચ્છા. હું કામના કરું છું કે અમારી પ્રતિસ્પર્ધા આ પ્રકારે મજબૂત રહે. અમે સખત મહેનત કરતા રહીએ અને આપણાં દેશોમાં એ બાળકોને પ્રેરિત કરતા ભાલા ફેંકમાં સહાયતા પ્રદાન કરે, જે આ રમતને અપનાવવા માગે છે. નીરજ ચોપડાએ તેના પર વાત કરી કે શું તેની સફળતાથી બંને દેશો માટે એથલેટિક્સમાં ઉછાળ આવશે?
આ સવાલ પર તેણે કહ્યું કે, એ પહેલા જ ખૂબ વિકસિત થઇ ચૂક્યું છે. આપણે પહેલાથી જ ભારતમાં વધુ પ્રભાવશાળી ભાલા ફેંકનાર જોઇ રહ્યા છીએ. પાકિસ્તાનમાં પણ એવું જ થઇ રહ્યું છે. જ્યારે અમે એશિયન ગેમ્સ ગયા હતા અને અરશદ ઘૂંટણની ઇજાના કારણે પ્રતિસ્પર્ધા ન કરી શકો, તેની જગ્યાએ આવેલા યાસીર સુલ્તાને ખૂબ સારો થ્રો કર્યો હતો. અરશદે અત્યારે જે મેડલ જીત્યું છે, તે હજુ વધારે બાળકો તેનું અનુકરણ કરવા માટે પ્રેરિત કરશે, જે ખૂબ સારું છે.
ચોપડાએ અરશદના ઘણી વખત 90 મીટરના આંકડાને પાર કરવા પર કહ્યું કે, હું 2018 એશિયન ગેમ્સ બાદ એ નિશાનને પાર કરવા માગું છું, જ્યાં મેં 88 મીટર ફેંક્યો હતો, મને લાગ્યું કે 90 મીટરને પાર કરી જઇશ, પરંતુ હું એમ ન કરી શકતો નથી. તેની પાછળ ટેક્નિકલી અને ઇજા કારણ છે. હું પોતાની મહત્તમ પહોંચ સુધી પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યો છું. તેના માટે મારે સખત મહેનત કરવી પડશે અને પોતાને ફિટ રાખવો પડશે.
શું ભારત પાકિસ્તાન પ્રતિદ્વંદ્વિતા ક્રિકેટથી ભાલા ફેંકમાં બદલાઇ જશે? તેના પર નીરજ ચોપડાએ કહ્યું કે, એ ત્યારે સંભવ થશે જ્યારે આપણી પાસે ક્રિકેટની જેમ પ્રતિયોગીતાઓ થશે. આપણી પાસે 2 મુખ્ય પ્રતિયોગીતાઓ છે. દર 4 વર્ષમાં ઓલિમ્પિક અને દર 2 વર્ષમાં વિશ્વ ચેમ્પિયનશીપ. જો આપણી પાસે વધુ પ્રતિયોગીતાઓ હશે, વધુ લોકો જોશે, જેમ ડાયમંડ લીગ અને કેટલીક અન્ય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp