શું પેરિસ ઓલિમ્પિકમાં 52 લાખ રૂ. ની ઘડિયાળ પહેરતો હતો નીરજ? જાણો સત્ય

PC: m.rediff.com

ભારતનો સ્ટાર જેવલીન થ્રોઅર નીરજ ચોપડા, જેણે પેરિસ ઓલિમ્પિક્સ 2024માં સિલ્વર મેડલ જીત્યું છે. તેની લાઇફસ્ટાઇલ જોઇને સામાન્ય વ્યક્તિ હેરાની પડી શકે છે. તેની પાસે આલીશાન મકાન છે, લક્ઝરી ગાડીઓ છે અને તેનું બાઇક કલેક્શન પણ શાનદાર છે. હવે તેની એવી તસવીર સામે આવી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નીરજ ચોપડાએ પોતાના કાંડામાં 52 લાખ રૂપિયાની ઘડિયાળ પહેરી રાખી છે. આ ઘડિયાળ પેરિસ ઓલિમ્પિક્સના જેવલીન થ્રોની ફાઇનલ મેચ દરમિયાન પણ પહેરી હતી.

સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે નીરજ ચોપડાએ પેરિસ ઓલિમ્પિક્સ 2024ના સમયે 52 લાખ રૂપિયાની ઘડિયાળ પહેરી હતી. ઉલ્લેખનીય છે કે નીરજ ચોપડાએ ઓમેગા કંપનીની ઘડિયાળ પહેરી છે, જે વર્ષ 1948થી લક્ઝરી ઘડિયાળો બનાવવાનું કામ કરી રહી છે. આ વર્ષે ઓમેગા કંપનીએ ભારતના આ ઓલિમ્પિક સ્ટારને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો હતો. ઓમેગા કોઇ નાની મોટી કંપની નથી કેમ કે એ વર્ષ 1932થી જ ઓલિમ્પિક રમતોની સત્તાવાર ટાઇમ કીપર બનેલી છે.

[Identify] Which watch is this?
byu/RastaBambi inWatches

ઘડિયાળનું જે મોડલ નીરજ ચોપડાએ કાંડા પર પહેર્યું છે, તેનું નામ સીમાસ્ટર એક્વાટેરા 150M છે જેની ભારતમાં કિંમત 52 લાખ 13 હજાર 200 રૂપિયા બતાવવામાં આવી રહી છે. દાવાઓ પર ધ્યાન આપીએ તો ઓમેગા કંપનીની સત્તાવાર વેબસાઇટ પર દરેક ઘડિયાળની કિંમત લાખોમાં છે અને એ હકીકતમા એક લક્ઝરી ઘડિયાળોની બ્રાન્ડ છે, પરંતુ નીરજ ચોપડાવાળી ઘડિયાળની અસલી કિંમત 5.50 લાખ રૂપિયા બરાબર છે.

 
 
 
View this post on Instagram

A post shared by Neeraj Chopra (@neeraj____chopra)

શું ખાસ છે આ ઘડિયાળમાં?

નીરજ ચોપડાની આ જ ઘડિયાળ ટાઇટેનિયમ મેટલની બનેલી હોય છે. તેના ઉપર એવા ક્રિસ્ટલ લાગેલા છે જે તેને ક્રેચ લાગતા બચાવે છે. ઘડિયાળની અંદરનો હિસ્સો રાખોડી રંગનો છે. જેમાં સુંદર સ્ટ્રાઇપ્સ (લાઇન) લાગી છે અને સીમાસ્ટરનો લોગો પણ લાગ્યો છે. ઘડિયાળનો પટ્ટો કાળા રંગનો છે અને ઘડિયાળ સિવાય પટ્ટો પણ વૉટરપ્રૂફ છે. નોંધનીય છે કે નીરજ ચોપડા ઓમેગાનો બ્રાન્ડ એમ્બેસેડર બનનારો પહેલો ભારતીય એથલીટ છે.

ભારતનો જેવલીન થ્રો સ્ટાર પાસે ઘડિયાળ સિવાય ગાડીઓનું પણ ખાસ કલેક્શન છે. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં જોવા મળ્યું હતું કે તેની પાસે ફોર્ડ મસ્ટેંગ GT, મહિન્દ્રા થાર અને રેન્જ રોવર સ્પોર્ટ પણ છે. તો બાઇકોની વાત કરીએ તો તેની પાસે બજાજ પલ્સર સિવાય હાર્લે ડેવિડસન પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp