'વેગનેરને બળજબરીપૂર્વક લેવડાવાયો સંન્યાસ',NZના પૂર્વ કેપ્ટનના નિવેદને મચાવી સનસન

PC: timesnownews.com

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝની પહેલી મેચથી બરોબર પહેલા ફાસ્ટ બોલર નીલ વેગનર દ્વારા રિટાયરમેન્ટ જાહેરાત કરવી દરેકને હેરાન કરી રહ્યું છે. ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર રૉસ ટેલરે તો નીલ વેગનરના સંન્યાસને લઈને એક મોટું નિવેદન આપી દીધું છે. તેનું કહેવું છે કે, નીલ વેગનરનો આ નિર્ણય બળજબરીપૂર્વક લીધેલો લાગે છે. એક સ્પોર્ટ્સ વેબસાઇટના રિપોર્ટ મુજબ રૉસ ટેલરે કહ્યું કે, મને લાગે છે આ એક મજબૂરીવાળો સંન્યાસ હતો. ESPNના અરાઉન્ડ ધ વિકેટ પૉડકાસ્ટ પર રૉસ ટેલરે આ વાત કહી હતી.

તેણે કહ્યું કે, મને અત્યારે સમજ આવી રહી છે અને મારું એમ માનવું છે કે નીલ વેગનરને રિટાયરમેન્ટ માટે મજબૂર કરવામાં આવ્યો હતો. જો કે, તે સંન્યાસ લેવાનો જ હતો, પરંતુ તેણે અંતિમ ટેસ્ટ બાદ સંન્યાસની જાહેરાત કરવાની હતી. તે આ સીરિઝ માટે પૂરી રીતે ઉપલબ્ધ હતો. નીલ વેગનરના જવાથી ઓસ્ટ્રેલિયાનો પક્ષ ખૂબ ખુશ થયો હશે. તેણે જરૂર રાહતના શ્વાસ લીધા હશે કે તે ટીમમાં નથી. નીલ વેગનરનું રિટાયરમેન્ટ ભલે ભવિષ્યને જોતા કરાવવામાં આવ્યું હોય, પરંતુ મને લાગે છે કે તેની અંદર અત્યારે પણ ક્રિકેટ બાકી હતી.

રૉસ ટેલરે કહ્યું કે, વાત જ્યારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝની આવે છે તો હું નીલ વેગનરની આગળ કોઈને પણ નહીં રાખું. મને ખબર છે કે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન આરામથી ઊંઘી રહ્યા હશે, કેમ કે નીલ વેગનર ટીમનો હિસ્સો નથી. ઉલ્લેખનીય છે કે, નીલ વેગનરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝની શરૂઆત અગાઉ જ રિટાયરમેન્ટની જાહેરાત કરી દીધી હતી. મૂળ રૂપે દક્ષિણ આફ્રિકાના રહેવાસી નીલ વેગનરે ન્યૂઝીલેન્ડ માટે 64 મેચ રમી છે. જેમાં 3.13ની ઈકોનોમી રેટથી 260 વિકેટ લીધી હતી. તેણે વર્ષ 2012માં વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તો તેણે પોતાની અંતિમ ટેસ્ટ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 13-16 ફેબ્રુઆરી સુધી થયેલી મેચમાં રમી હતી.

નીલ વેગનરે રિટાયરમેન્ટ પર કહ્યું હતું કે, કોઈ એવી વસ્તુથી દૂર જવું સરળ નથી, જેને તમે એટલું બધુ આપ્યું છે અને જેનાથી તમને ઘણું બધુ મળ્યું છે, પરંતુ હવે બીજાઓ માટે આગળ વધવા અને આ ટીમને આગળ લઈ જવાનો સમય આવી ગયો છે. મેં ન્યૂઝીલેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટ રમવાની દરેક પળનો આનંદ ઉઠાવ્યો છે અને એક ટીમના રૂપમાં અમે જે કંઇ હાંસલ કરી શક્યા, તેના પર મને ગર્વ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp