નેપાળના 20 ઓવરમાં 314 રન,સૌથી મોટી જીત,T20I મેચમાં 5 મોટા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા

PC: hindi.crictracker.com

નેપાળની ક્રિકેટ ટીમે ચીનમાં એશિયન ગેમ્સ 2023ની તેની પ્રથમ મેચમાં તબાહી મચાવી હતી. નેપાળની ટીમ અને તેની ટીમના બે ખેલાડીઓએ મળીને કુલ 5 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા હતા. નેપાળની ટીમે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો છે. આ સિવાય T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી અને સૌથી ઝડપી અડધી સદી ઉપરાંત આ મેચમાં સૌથી વધુ સિક્સર પણ ફટકારવામાં આવી હતી.

હકીકતમાં, એશિયન ગેમ્સ 2023ની લીગ મેચ નેપાળ અને મંગોલિયા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં નેપાળની ટીમે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ 314/3નો સ્કોર બનાવ્યો હતો. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રથમ વખત કોઈ ટીમે 300 પ્લસ રન બનાવ્યા છે. આ સિવાય નેપાળની ટીમે આ મેચ 273 રનના સૌથી મોટા માર્જીનથી જીતી લીધી હતી. આ ખુદ એક અનોખો વર્લ્ડ રેકોર્ડ છે, કારણ કે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રનના મામલે કોઈ પણ ટીમને આટલી મોટી સરસાઈથી જીત મળી નથી. 315 રનના જવાબમાં મંગોલિયાની ટીમ 41 રનમાં જ સમેટાઈ ગઈ હતી.

આ મેચમાં નેપાળની ટીમે સૌથી વધુ સિક્સર ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો હતો. નેપાળ પહેલા અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝની ટીમના નામે T20 ઈન્ટરનેશનલ મેચની એક ઈનિંગમાં સૌથી વધુ 22 સિક્સર ફટકારવાનો રેકોર્ડ હતો, પરંતુ નેપાળની ટીમે આ મેચમાં કુલ 26 સિક્સર ફટકારી છે અને આ હવે આ એક નવો વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે. એટલું જ નહીં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ઉપરાંત સૌથી ઝડપી સદી પણ આ મેચમાં બનાવવામાં આવી હતી.

હકીકતમાં, નેપાળના બેટ્સમેન કુશલ મલ્લાએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારી છે. તેણે માત્ર 34 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ પહેલા રોહિત શર્મા અને ડેવિડ મિલરે 35-35 બોલમાં આ કારનામું કર્યું હતું. આ સિવાય નેપાળના જ બેટ્સમેન દીપેન્દ્ર સિંહ એરીએ માત્ર T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં જ નહીં પરંતુ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પણ સૌથી ઝડપી અડધી સદી પૂરી કરી હતી. આમા તેણે માત્ર 9 બોલનો જ સામનો કર્યો હતો.

નેપાળ વિ. મોંગોલિયા મેચના વર્લ્ડ રેકોર્ડ: સૌથી ઝડપી સદી- કુશલ મલ્લા 34 બોલમાં, સૌથી ઝડપી અડધી સદી- 9 બોલમાં દીપેન્દ્ર સિંહ એરી, સૌથી વધુ સ્કોર- નેપાળની ટીમ દ્વારા 314 રન, નેપાળની ટીમ દ્વારા સૌથી વધુ સિક્સર- 26 સિક્સર, નેપાળને મળી 273 રનથી અત્યાર સુધીની સૌથી મોટી જીત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp