શું બેબી ફૂડમાં Nestle ભેળવી રહી છે ખાંડ, રિપોર્ટમાં જુઓ શું દાવો થયો

PC: livemint.com

Nestle કંપની ભારત સરકારના તપાસના ઘેરામાં આવી ચૂકી છે. સરકાર ભારતમાં વેચાતા બેબી ફૂડમાં કથિત ખાંડ મળાવવાના એક રિપોર્ટની તપાસ કરાવી રહી છે. સ્વિસ તપાસ સંગઠન પબ્લિક આઈના રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો કે, Nestle ભારતમાં વેચાઈ રહેલા બેબી ફૂડમાં ખાંડ મળાવી રહી છે, ત્યારબાદ સરકારના નિશાના પર આ કંપની આવી ચૂકી છે. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, અમે Nestleના સંબંધનમાં રિપોર્ટનું સંજ્ઞાન લીધું છે અને ઘટનાની તપાસ કરીશું. રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે સરકાર કેન્દ્રીય ઉપભોક્તા સંરક્ષણ ઓથોરિટી (CCPA) પાસેથી Nestleના બેબી ફૂડના નમૂનાની તપાસ કરવા માટે ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમના પ્રાવધાનોનું પાલન કરશે.

સાથે જ ઉપભોક્તા બાબતોના વિભાગ તેમજ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સીનિયર અધિકારી જલદી જ આ મામલે ચર્ચા કરશે. અમેરિકા અને યૂરોપમાં બેબી ફૂડમાં વધારાની ખાંડ મળાવવા પર રોક છે. જો કોઈ કંપની તેમાં ખાંડ મિક્સ કરે છે તો ભારે દંડ ફટકારવામાં આવે છે, પરંતુ એશિયાના દેશોમાં બેબી ફૂડમાં ખાંડ મળાવવા પર કોઈ પ્રકારનો દંડ નથી. એવામાં Nestle દ્વારા બેબી ફૂડમાં ખાંડ મળાવવાનો રિપોર્ટ સામે આવ્યો છે.

શું છે WHOની ગાઈડલાઇન?

જો આ રિપોર્ટ સાચો સાબિત થાય છે તો WHOના નિર્દેશોનું ઉલ્લંઘન છે. WHO મુજબ 3 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ભોજનમાં ખાંડ કે મીઠા પદાર્થનો ઉપયોગ ન કરવો જોઈએ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, કંપની વિટામિન, ખનીજ અને અન્ય પોષક તત્વોને બતાવે છે, પરંતુ સુગર મિક્સના મામલે પારદર્શી નથી. ખાંડ મળાવવાથી હાઇ બ્લડ પ્રેશર અને હૃદય સંબંધિત બીમારી વધી શકે છે. શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, અલ્ઝાઇમરનું જોખમ, દાંતમાં કેવિટિસની સમસ્યા, મેન્ટલ હેલ્થ, વ્હાઇટ બ્લડ સેલ્સ નબળા થવા, ઇમ્યુનિટી વીક જેવી ઘણી સમસ્યાઓ આવી શકે છે.

કેટલા ગ્રામ મિક્સ કરવામાં આવે છે ખાંડ?

પબ્લિક આઈ અને IBFAN તરફથી કંપનીની 150 પ્રોડક્ટને તપાસ માટે બેલ્જિયમની લેબમાં મોકલવામાં આવી હતી. તેમાં દાવો કરવામાં આવ્યો કે, બેબી ફૂડ જેમ કે સેરેલેક અને અન્યમાં પ્રતિ ચમચી 4 ગ્રામ ખાંડ મળેલી હોય છે, જે એક સુગર ક્યૂબ બરાબર છે. ફિલિપિન્સમાં વેચાઈ રહેલી પ્રોડક્ટમાં તો 6 મહિનાના બેબીના સેરેલેકમાં આ માત્ર 7.5 ગ્રામ જોવા મળે છે. રિપોર્ટ મુજબ, Nestle એશિયન દેશોમાં અમેરિકા અને યુરોપની તુલનામાં વધુ માત્રામાં ખાંડ મિક્સ કરી રહી છે. યુરોમોનીટર ઇન્ટરનેશનલ મુજબ સેરેલેક ગ્લોબલ સ્તર પર ટોપ બેબી ફૂડ બ્રાન્ડ છે, જેનું વેચાણ 2022માં 1 અબજ ડોલરથી વધુ થઈ ગયું હતું. આ વેચાણનો સૌથી મોટો હિસ્સો લગભગ 40 ટકા બ્રાઝિલ અને ભારતથી આવે છે.

સ્વિસ તપાસ સંગઠન પબ્લિક આઈએ એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકામાં વચાકા Nestleના બેબી ફૂડના નમૂનાઓને તપાસ માટે બેલ્જિયમની લેબમાં મોકલ્યા હતા. પરિણામોથી ખબર પડી એક એક વર્ષ અને તેનાથી વધુ ઉંમરના બાળકો માટે ઉપયોગ કરતા દૂધ ફોર્મ્યૂલા બ્રાન્ડ નિડો અને 6 મહિનાથી 2 વર્ષની ઉંમરના બાળકો માટે ઉપયોગ કરાતા અનાજ સેરેલેકના નમૂનામાં સુક્રોઝ કે મધના રૂપમાં ખાંડ મિક્સ કરવામાં આવે છે.

Nestleનું શું કહેવું છે?

Nestle ઈન્ડિયાના સ્પોક પર્સને જણાવ્યું કે, કંપનીએ છેલ્લા 5 વર્ષમાં પોતાના બેબી ફૂડમાં વધારાની સુગરને 30 ટકા ઓછી કરી દીધી છે. કંપનીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે નિયમિત રૂપે પોતાના ફૂડની તપાસ કરીએ છીએ અને ગુણવત્તા, સુરક્ષા અને સ્વાદ સાથે સમજૂતી કર્યા વિના વધારાની સુગરના સ્તરને ઓછું કરવા માટે પોતાની પ્રોડક્ટ્સમાં સુધાર કરીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp