IPLમા મેચ જીતી પણ કે.એલ.રાહુલથી કેમ ગુસ્સે છે ફેન્સ
લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના કેપ્ટન કેએલ રાહુલે રવિવારે ખૂબ જ ધીમી ઇનિંગ રમી. તેણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની 21મી મેચમાં ગુજરાત ટાઈટન્સ (GT) વિરુદ્ધ 31 બૉલમાં 33 રન બનાવ્યા. તેણે 3 ફોર લગાવ્યા. તેની સ્ટ્રાઈક રેટ 106.45ની રહી. રાહુલે એક મહત્ત્વની ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે. તે લખનૌ સુપર જાયન્ટ્સ માટે 1000 રન બનાવનારો પહેલો ખેલાડી બની ગયો છે. કેએલ રાહુલ ભલે 1000 રન બનાવનારો ખેલાડી બની ગયો, પરંતુ ઘણા ફેન્સ તેની ધીમી ઇનિંગથી નારાજ છે.
કેએલ રાહુલને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. એક યુઝરે લખ્યું કે, 'એડિટ કરીને મારી ઇમેજની તે મીમ બનાવી. મહેનત કરીને તારા ભાઈએ T20ને ટેસ્ટ બનાવી દીધી. અન્ય એક યુઝરે લખનૌના કેપ્ટનની તસવીર પર લખ્યું કે, 'કેવા લોકો છે યાર, ઓરેન્જ કેપ માટે રમવા દેતા નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લી 2 IPL સીઝનમાં ઓછામાં ઓછા 150 બૉલનો સામનો કરનાર 57 ખેલાડીઓમાંથી કેએલ રાહુલ એકમાત્ર ખેલાડી છે, જેની સ્ટ્રાઈક રેટ 120 થી ઓછી છે.
Idolo kl Rahul 🫠🫠 pic.twitter.com/czuUsGswVv
— ADITYA 🇮🇳 (@troller_Adi18) April 7, 2024
કેએલ રાહુલે IPL 2023થી અત્યાર સુધી 13 ઇનિંગમાં 400 રન બનાવ્યા છે, જેમાં તેની એવરેજ 33.33ની અને સ્ટ્રાઈક રેટ 117.64ની રહી. તેણે 3 અડધી સદી ફટકારી છે. તો કેએલ રાહુલની IPL 2023થી ઓછામાં ઓછા 300 રન બનાવનાર ખેલાડીઓના લિસ્ટમાં પણ સૌથી ઓછી સ્ટ્રાઈક રેટ છે. મયંક અગ્રવાલ (125.6), બીજા નંબર પર એડેન માર્કરમ (128.0), ઋદ્ધિમાન સાહા (129.6), સેમ કરન (133.0) અને ડેવિડ વોર્નર (134.0)નું નામ છે.
How KL Rahul is Thinking #LSGvsGT pic.twitter.com/kErpu96FMo
— Ayush Dwivedi (@AyushDw18636185) April 7, 2024
મેચની વાત કરીએ તો લખનૌની ટીમે ઈકાના સ્ટેડિયમમાં ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. લખનૌ સુપર જાયન્ટ્સની શરૂઆત સારી ન રહી. ક્વિન્ટન ડી કોક (6 રન) અને દેવદત્ત પડિક્કલ (7 રન) ફ્લોપ સાબિત થયા. ઓપનર તરીકે ઉતરેલા કેએલ રાહુલે માર્ક્સ સ્ટોઈનિસ (58) સાથે ત્રીજી વિકેટ માટે 73 રનની પાર્ટનરશિપ કરી. કેએલ રાહુલ 13મી ઓવરમાં દર્શન નાલકંડેનો શિકાર બન્યો. લખનૌ સુપર જયન્ટ્સે સીમિત 20 ઓવરમાંઆ 163 રન બનાવ્યા હતા. તો 164 રનનો ટારગેટ હાંસલ કરવા ઉતરેલી ગુજરાતની ટીમ 18.5 ઓવરમાં માત્ર 130 રન પર જ ઢેર થઈ ગઈ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp