ચેમ્પિયન્સ ટ્રોફી પર ફાઈનલ નિર્ણય આવી ગયો,ICCએ જાહેર કર્યું ભારત મેચ ક્યાં રમશે?
આવતા વર્ષે પાકિસ્તાન દ્વારા યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ જાહેરાત કરી છે કે, હવે આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ હેઠળ યોજાશે. આમાં ભારત પોતાની મેચ અન્ય કોઈ દેશમાં રમશે.
આ સાથે ICCએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, ચેમ્પિયન્સ ટ્રોફી આવતા વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરીથી માર્ચ વચ્ચે રમાશે. ભારતીય ટીમ તેની કોઈપણ મેચ પાકિસ્તાનમાં નહીં રમે. જો ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચશે તો ટૂર્નામેન્ટની ટાઈટલ (ફાઇનલ) મેચ પણ પાકિસ્તાનમાં નહીં યોજાય.
ICCએ ગુરુવારે (19 ડિસેમ્બર) પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. ક્રિકેટ કાઉન્સિલે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, 2024 અને 2027 વચ્ચે યોજાનારી કેટલીક મોટી ICC ટૂર્નામેન્ટ માટે કોને હોસ્ટિંગ અધિકારો આપવામાં આવશે. 2025માં મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ પણ યોજાવાનો છે, જેની યજમાની ભારતને આપવામાં આવી છે. જ્યારે પુરૂષ T20 વર્લ્ડ કપ 2026માં રમાશે.
આ T20 વર્લ્ડ કપ 2026ની યજમાની ભારત અને શ્રીલંકાને સંયુક્ત રીતે આપવામાં આવી છે. આનું કારણ એ છે કે, પાકિસ્તાને પણ ભારતમાં ICC ટૂર્નામેન્ટ કે અન્ય કોઈ મેચ રમવાનો ઈન્કાર કરી દીધો છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનની ટીમ T-20 વર્લ્ડ કપમાં પોતાની તમામ મેચ શ્રીલંકામાં રમશે.
તેના નિવેદનમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, 2028 સુધી યોજાનારી તમામ ICC ટૂર્નામેન્ટ માત્ર હાઇબ્રિડ મોડલ હેઠળ જ રમાશે. ICC મહિલા T20 વર્લ્ડ કપ 2028ની યજમાની પાકિસ્તાનને આપવામાં આવી છે. આમાં પણ હાઇબ્રિડ મોડલ લાગુ પડશે. આ પછી, 2029-31 દરમિયાન ઓસ્ટ્રેલિયામાં એક સીનિયર મહિલા ટૂર્નામેન્ટ પણ યોજાવાની છે.
ICCના નિર્ણયોને આ રીતે સરળતાથી સમજોઃ આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાન કરશે. પરંતુ ભારતીય ટીમ તેની તમામ મેચ તટસ્થ સ્થળો પર રમશે.
આ 50 ઓવરની ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચ વચ્ચે એટલે કે 2025માં રમાશે.
હાઇબ્રિડ મોડલ 2024 અને 2027 વચ્ચે ભારત અને પાકિસ્તાન દ્વારા આયોજિત તમામ ICC ટૂર્નામેન્ટમાં લાગુ થશે.
પાકિસ્તાનની ટીમ મહિલા વર્લ્ડ કપ 2025 અને મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતનો પ્રવાસ નહીં કરે.
પાકિસ્તાનને એક ઈનામ પણ મળ્યું છે. તેને મહિલા T20 વર્લ્ડ કપ 2028ના હોસ્ટિંગ અધિકારો આપવામાં આવ્યા છે.
મીડિયા સૂત્રને જાણવા મળ્યું છે કે, પાકિસ્તાનને હાઇબ્રિડ મોડલ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની માટે કોઈ વળતર મળ્યું નથી.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp