ન્યૂયોર્ક બનશે ભારત-પાકિસ્તાન મેચનું સાક્ષી,34 હજાર ક્ષમતાવાળા સ્ટેડિયમમાં ટક્કર

PC: thecricketlounge.com

ભારત-પાકિસ્તાન ક્રિકેટનો રોમાંચ આવતા વર્ષે અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં જોવા મળી શકે છે. T20 વર્લ્ડ કપ જૂન 2024માં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ન્યૂ યોર્ક સિટીથી લગભગ 30 માઇલ પૂર્વમાં સ્થિત 930 એકરના આઇઝનહોવર પાર્કમાં મેચ યોજવાનું આયોજન કરી રહી છે. લગભગ 34 હજાર દર્શકો માટે બેઠક વ્યવસ્થા હશે. આ સ્થળ ભારત-પાકિસ્તાન હાઈ વોલ્ટેજ મેચનું આયોજન કરી શકે છે. ભારત પાકિસ્તાન વચ્ચેની મેચના કારણે અમેરિકામાં ક્રિકેટનો ફેલાવો થશે. ICC તેને ક્રિકેટના એક વિકસિત બજારની માફક જોઈ રહ્યું છે.

બ્રોન્ક્સમાં મેચો યોજવા અંગે ICC અને ન્યૂયોર્ક સિટીના અધિકારીઓ વચ્ચે વાટાઘાટો થઈ હતી, પરંતુ સ્થાનિક લોકોનો ભારે વિરોધ અને એક ક્રિકેટ લીગના કારણે આ યોજના પડતી મૂકવામાં આવી હતી. નાસાઉ કાઉન્ટીને આનો ફાયદો થયો. ICC નાસાઉ કાઉન્ટીના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યું છે.

અમેરિકામાં ક્રિકેટને આગળ લઈ જવા માટે ICCની અંદર ઘણી માંગ ઉઠી રહી છે. આ દેશ વિશ્વનું સૌથી મોટું મીડિયા બજાર તેમજ વિશ્વભરમાં સૌથી ઝડપથી વિકસતું ક્રિકેટ બજાર છે. ICC ઇવેન્ટ્સ માટે મીડિયા અધિકારોના ડોલર મૂલ્યના સંદર્ભમાં USA ટોચના 4 દેશોમાંનું એક હોવાનું માનવામાં આવે છે. T20 વર્લ્ડ કપ માટે અમેરિકાને કો-હોસ્ટ આપવી એ આ વાતની સાક્ષી પુરે છે. ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચન આયોજનથી અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન મળશે.

જોકે, અમેરિકામાં ક્રિકેટનું નબળું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ICC માટે ચિંતાનો વિષય બની ગયો છે. MLCએ તેની પ્રથમ સીઝન માટે ડલાસમાં તેના 15,000 સીટવાળા ફ્લેગશિપ સ્ટેડિયમનું અનાવરણ કર્યું હતું, પરંતુ ત્યાં અને મિયામી નજીક સેન્ટ્રલ બ્રોવર્ડ પાર્ક સિવાય, દેશમાં અત્યાધુનિક ફ્લડલાઇટ ક્રિકેટ સ્ટેડિયમનો અભાવ છે.

આઇઝેનહોવર પાર્ક ડીલથી USમાં સ્થળો અંગે ICCની સમસ્યાઓને થોડી હળવી કરશે. ICCએ અમેરિકાને લગભગ 20 મેચોની યજમાની કરવાનું સોંપ્યું છે, જે હવે ત્રણ સ્થળોએ યોજાય તેવી શક્યતા છે. એક સ્થળ જે કેટલીક મેચોનું આયોજન કરી શકે છે તે છે નોર્થ કેરોલિનામાં મોરિસવિલેમાં ચર્ચ સ્ટ્રીટ પાર્ક. જો કે, અહીં કેટલીક સુવિધાઓનો અભાવ છે. ICCએ અગાઉ જાહેરાત કરી હતી કે 20 ટીમનો વર્લ્ડ કપ 4 જૂનથી શરૂ થશે અને 30 જૂને સમાપ્ત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp