ન્યુઝીલેન્ડનો ખેલાડી ભારત સામે 3જી ટેસ્ટમાંથી બહાર,ઈંગ્લેન્ડ સામે શ્રેણી રમશે?

PC: hindi.crictracker.com

ન્યૂઝીલેન્ડનો બેટ્સમેન કેન વિલિયમસન ઈજાના કારણે મુંબઈમાં ભારત સામેની ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ મંગળવારે (29 ઓક્ટોબર)આની પુષ્ટિ કરી હતી. વિલિયમસન બેંગલુરુ અને પૂણેમાં પ્રથમ બે ટેસ્ટમાં પણ રમી શક્યો ન હતો. શ્રીલંકા પ્રવાસ દરમિયાન તેને ગ્રોઈનમાં ઈજા થઈ હતી. 34 વર્ષીય ઇંગ્લેન્ડ સામે 28 નવેમ્બરથી હેગલી ઓવલ ખાતે શરૂ થનારી ત્રણ મેચની હોમ ટેસ્ટ શ્રેણી દરમિયાન પુનરાગમન કરે તેવી અપેક્ષા છે. વરિષ્ઠ બેટ્સમેનની ગેરહાજરીમાં, ટોમ લાથમની આગેવાની હેઠળની ન્યુઝીલેન્ડે ભારતમાં તેમની પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતીને ઈતિહાસ રચ્યો હતો.

ન્યુઝીલેન્ડ ક્રિકેટે કહ્યું, 'વિલિયમસને સારી પ્રગતિ કરી છે, પરંતુ સાવધાન રહેવાથી તે ઈંગ્લેન્ડ સામેની શ્રેણી પહેલા સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે.' કોચ ગેરી સ્ટેડે જણાવ્યું હતું કે, 'કેન સતત સારો થઇ રહ્યો છે, પરંતુ તે અમારી સાથે જોડાવા માટે સંપૂર્ણ તૈયાર નથી, જ્યારે વસ્તુઓ આશાસ્પદ દેખાઈ રહી છે, અમને લાગે છે કે તેના માટે ન્યુઝીલેન્ડમાં રહેવું અને તેના પુનર્વસનના અંતિમ તબક્કાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું છે, જેથી તે ઈંગ્લેન્ડ જવા માટે તૈયાર થઈ શકે. ઈંગ્લેન્ડની શ્રેણીમાં હજુ એક મહિનો બાકી છે, તેથી હવે સાવધાન રહેવાનો અભિગમ અપનાવવાથી તે સુનિશ્ચિત થશે કે, તે ક્રાઈસ્ટચર્ચમાં પ્રથમ ટેસ્ટ માટે તૈયાર છે.'

જો કે ન્યૂઝીલેન્ડને હજુ સુધી ભારતમાં વિલિયમસનની બહુ ખોટ પડી નથી, ન્યુઝીલેન્ડે બેંગ્લોર અને પુણે ટેસ્ટ જીતીને પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી છે. ટિમ સાઉથીએ તાજેતરમાં સુકાની પદ છોડ્યા પછી ટોમ લાથમ પ્રથમ વખત કાયમી કેપ્ટન તરીકે કમાન સંભાળી રહ્યો છે. પ્રથમ ટેસ્ટમાં, ન્યુઝીલેન્ડે ભારતને પ્રથમ દાવમાં 46 રનમાં આઉટ કરીને આઠ વિકેટથી હરાવ્યું હતું, ત્યારપછી બીજી ટેસ્ટમાં તેણે પ્રથમ દાવમાં ભારતને 156 રનમાં આઉટ કરીને 113 રનથી જીત મેળવી હતી.

સીમ મૂવમેન્ટ અને બાઉન્સ સાથે બેંગલુરુમાં ભારતીય બેટ્સમેનો માટે પડકારજનક પરિસ્થિતિઓ હતી. પુણેની પીચ ટર્નર હતી, જેમાં મિશેલ સેન્ટનરે 13 વિકેટ લીધી હતી. ત્રીજી ટેસ્ટ 1 નવેમ્બરથી મુંબઈમાં શરૂ થશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (WTC ફાઈનલ)ને જોતા ભારત માટે આ મેચ જીતવી ખુબ મહત્વપૂર્ણ છે.

ભારત સામેની ત્રીજી ટેસ્ટ માટે ન્યુઝીલેન્ડની ટીમઃ ટોમ લાથમ (કેપ્ટન), ટોમ બ્લંડેલ (વિકેટકીપર), માર્ક ચેપમેન, ડેવોન કોનવે, જેકબ ડફી, મેટ હેનરી, ડેરીલ મિશેલ, વિલ ઓ'રર્કે, એજાઝ પટેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી, વિલ યંગ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp