વર્લ્ડ કપની વચ્ચે આ ટીમ માટે માઠા સમાચાર, છેલ્લી મેચ રમ્યા વિના જ...

PC: outlookindia.com

વર્લ્ડ કપ 2023માં 3 ટીમો સેમીફાઇનલ માટે ક્વોલિફાઇ થઇ ચૂકી છે. ભારત, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા ટોપ -3 ટીમો છે. ચોથી ટીમની રેસમાં પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન સામેલ છે. તેની વચ્ચે એક ટીમ માટે ખરાબ ખબર સામે આવી છે. બની શકે કે આ ટીમ મેચ રમ્યા વિના જ વર્લ્ડ કપ 2023ની સેમીફાઇનલ રેસમાંથી બહાર થઇ શકે છે. જેને લઇ એક મોટી અપડેટ સામે આવી છે.

મેચ રમ્યા વિના બહાર થશે આ ટીમ

ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની વચ્ચે 9 નવેમ્બરના રોજ બેંગલોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. આ મેચ પહેલા જ ન્યૂઝીલેન્ડ સેમીફાઇનલની રેસમાં બહાર થઇ શકે છે. વાત એ છે કે, આ મેચ પર વરસાદના કાળા વાદળ મંડરાઈ રહ્યા છે. જો વરસાદને કારણે આ મેચ ધોવાઇ ગઇ તો બંને ટીમોને 1-1 પોઇન્ટ મળશે. એવામાં ન્યૂઝીલેન્ડના 9 પોઇન્ટ થઇ જશે. તેમ છતાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી કોઇ પણ એક ટીમ પોતાની બીજી મેચ જીતે છે તો ન્યૂઝીલેન્ડ બહાર થઇ જશે. કારણ કે આ બંને ટીમોના 8-8 પોઇન્ટ છે અને એક જીત 10 પોઇન્ટ સુધી પહોંચાડી દેશે.

બેંગલોરમાં 9 નવેમ્બરની વેધર અપડેટ જોઇએ તો વરસાદ પડવાના પૂરા ચાન્સ છે. રિપોર્ટ અનુસાર મેચના દિવસે વરસાદ પડવાની 70 ટકા સંભાવના છે. ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા મેચ શરૂ થવાના સમયે વરસાદની સંભાવના 85 ટકા છે. બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ભારે વરસાદનું અનુમાન છે. આ દરમિયાન તાપમાન 25-30 ડિગ્રીની આસપાસ રહેશે.

પાક-અફઘાનિસ્તાનનું આ છે સમીકરણ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાને ચોથા નંબર માટે પોતાની બચેલી 1-1 મેચ જીતવાની રહેશે. ત્યાર પછી જે ટીમની રનરેટ સૌથી વધારે રહેશે તે ક્વોલીફાઇ કરી જશે. જો શ્રીલંકા સામેની મેચમાં ન્યૂઝીલેન્ડ જીતી જાય છે તો પછી આ 3 ટીમો વચ્ચેની રનરેટના આધારે નિર્ણય લેવાશે. જે ટીમની રનરેટ સૌથી વધારે રહેશે, તે સેમીફાઇનલની ચોથી ટીમ રહેશે. ત્રણેય ટીમોએ પોતાની બાકીની મેચ મોટા માર્જિને જીતવાની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp