શું ગંભીર હાર્દિકને પડતો મૂકવા માગે છે, આ ખેલાડીને કેપ્ટન બનાવે તેવી ચર્ચા

PC: news18.com

સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયાનો આગામી T20 કેપ્ટન બની શકે છે. એક રિપોર્ટ અનુસાર, BCCI હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવનું નામ આગળ કરી શકે છે. રોહિત શર્માની T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી હાર્દિકનું નામ આગામી કેપ્ટન તરીકે સામે આવી રહ્યું હતું. પરંતુ એવું લાગે છે કે, ગૌતમ ગંભીરના મુખ્ય કોચ બનતાની સાથે જ સમીકરણો બદલાઈ ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાર્દિક આ રેસમાં સૂર્યકુમાર યાદવથી પાછળ રહી ગયો છે.

મીડિયા સૂત્રોના રિપોર્ટ અનુસાર, હાર્દિક નવા કેપ્ટનનો દાવો કરવાની રેસમાં સૌથી આગળ હતો. પરંતુ ઈજાની સમસ્યાને કારણે બોર્ડ સૂર્યકુમાર યાદવને કેપ્ટનશિપની જવાબદારી સોંપવા જઈ રહ્યું છે. સૂર્યકુમાર યાદવ અગાઉ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની T20I શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી ચૂક્યો છે.

હાર્દિક વિશે વાત કરીએ તો, તે T20I વર્લ્ડ કપ 2022થી સતત ટીમ ઇન્ડિયાની T20I ટીમની કમાન સંભાળી રહ્યો હતો. તેણે અત્યાર સુધી 16 T20I મેચોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે. જ્યારે તેણે ત્રણ વનડે મેચમાં કેપ્ટનશિપ પણ કરી છે. જો કે, T20I વર્લ્ડ કપ 2024ના થોડા સમય પહેલા, રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં પુનરાગમન કર્યું. વર્લ્ડ કપ દરમિયાન રોહિતે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરીને ICC ટ્રોફીની લાંબી રાહનો અંત આણ્યો હતો. જોકે, ટૂર્નામેન્ટ સમાપ્ત થતાંની સાથે જ રોહિતે T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.

ત્યાર પછી માનવામાં આવી રહ્યું હતું કે, આ ફોર્મેટમાં હાર્દિક ભારતીય ટીમનો આગામી કેપ્ટન હશે. જો કે ઈજાઓને લઈને હાર્દિકનો ટ્રેક રેકોર્ડ સારો રહ્યો નથી. વર્લ્ડ કપ 2023 દરમિયાન બોલિંગ કરતી વખતે હાર્દિકને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. આ દરમિયાન હાર્દિકને લિગામેન્ટમાં ઈજા થઈ હતી અને તે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર હતો. જ્યારે આ પહેલા પણ તે ઘણી વખત ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર થઈ ગયો હતો.

જો સૂર્યકુમાર યાદવની વાત કરીએ તો, તે આ ફોર્મેટમાં નંબર-1 બેટ્સમેન છે. સૂર્યા આ ફોર્મેટમાં એકદમ સાતત્યપૂર્ણ રહ્યો છે. મીડિયા સાથે સંકળાયેલા એક સૂત્રના રિપોર્ટ અનુસાર, BCCIના એક સૂત્રએ કહ્યું કે, સૂર્યકુમારની કેપ્ટનશિપને લઈને ટીમ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.

અહીં તમને જણાવી દઈએ કે, આ વર્ષની શરૂઆતમાં સૂર્યકુમાર યાદવે હર્નિયાની સર્જરી પણ કરાવી હતી. જો કે, તેણે IPL દરમિયાન પુનરાગમન કર્યું અને ત્યારથી તે સતત ટીમ ઈન્ડિયાનો ભાગ રહ્યો છે. ટીમ ઈન્ડિયા હવે શ્રીલંકાના પ્રવાસે જઈ રહી છે. જ્યાં તે ત્રણ ODI અને ત્રણ T20I મેચોમાં ભાગ લેશે. મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરની પણ આ પ્રથમ શ્રેણી હશે. આ સીરીઝ દરમિયાન સૂર્યકુમાર યાદવ T20I ટીમની કેપ્ટનશીપ કરતા જોવા મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp