ભારત-પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ દિવસે થશે મેચ, BCCIએ ન આપી મંજૂરી

PC: hindustantimes.com

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ચેમ્પિયન્સ ટ્રોફીના અસ્થાયી કાર્યક્રમમાં પોતાની ટીમના ચિર પ્રતિદ્વંદ્વી ભારત વિરુદ્ધ મેચ આગામી વર્ષે 1 માર્ચે રાખી છે, જો કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ અત્યાર સુધી તેના પર સહમતી આપી નથી. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) બોર્ડ એક સીનિયર સભ્યએ બુધવારે PTIને આ જાણકારી આપી છે. ટૂર્નામેન્ટ આગામી વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રમાશે, જેમાં 10 માર્ચ રિઝર્વ ડે રહેશે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ચેરમેન મોહસીન નકવીએ 15 મેચનો કાર્યક્રમ સોંપી દીધો છે, જેમાં ભારતની મેચ સુરક્ષા અને લોજિસ્ટિક કારણોસર લાહોરમાં જ રાખવામાં આવી છે. નકવીને T20 વર્લ્ડ કપ ફાઇનલ જોવા માટે બાર્બાડોસ આમંત્રિત કર્યા હતા. ICC બોર્ડના સભ્યએ કહ્યું કે, PCBએ ICC ચેમ્પિયન્સ ટ્રોફીની 15 મેચના કાર્યક્રમનો ડ્રાફ્ટ સોંપી દીધો છે, જેમાં 7 મેચ લાહોરમાં, 3 મેચ કરાચીમાં અને 5 મેચ રાવલપિંડીમાં રાખવામાં આવી છે.

જાણકારોએ કહ્યું કે, પહેલી મેચ કરાચીમાં રાખવામાં આવી છે જ્યારે 2 સેમીફાઇનલ કરાચી અને રાવલપિંડીમાં જ્યારે ફાઇનલ મેચ લાહોરમાં કરાવવામાં આવશે. ભારતની બધી મેચ (ટીમ ક્વાલિફાઈ કરવાની સ્થિતિમાં સેમીફાઇનલ સહિત) લાહોરમાં રાખવામાં આવી છે. ભારતને ગ્રુપ Aમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સાથે રાખવામાં આવ્યું છે. ગ્રુપ Bમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન સામેલ છે. હાલમાં જ ICCના ટૂર્નામેન્ટ પ્રમુખ ક્રિસ ટેટલેએ PCB ચેરમેન નકવી સાથે ઇસ્લામાબાદમાં મુલાકાત કરી હતી. આ અગાઉ ICCની સુરક્ષા ટીમે સ્થળ અને અન્ય વ્યવસ્થાની જાણકારી લીધી હતી.

તો શું ફરી આવશે હાઇબ્રીડ મોડલ?

ગત વખત પાકિસ્તાને 2023માં હાઇબ્રીડ મોડલના હિસાબે એશિયા કપની મેજબાની કરી હતી, જેમાં ભારતે પોતાની મેચ શ્રીલંકમાં રમી હતી કેમ કે સરકારે ખેલાડીઓને સીમા બહાર યાત્રા કરવાની મંજૂરી આપી નહોતી. જાણકારોએ કહ્યું કે, ICC ચેમ્પિયન્સ ટ્રોફીના પ્રતિભાગી દેશોના (BCCI વિરુદ્ધ) બધા બોર્ડ પ્રમુખોએ પૂરું સમર્થન આપ્યું છે, પરંતુ BCCI સરકાર સાથે વિચારવિમર્શ કરીને ICCને અપડેટ કરશે. તો ICC કોઈ પણ બોર્ડને પોતાની સરકારની નીતિ વિરુદ્ધ જવા બાધ્ય નહીં કરી શકે, જેથી હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ મામલે BCCI ક્યારે અને શું નિર્ણય લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp