શું ઓલિમ્પિક બોક્સર નિશાંત દેવ સાથે થઇ ચીટિંગ? વિજેન્દર બોલ્યો- આ કઇ સ્કોરિંગ..

PC: x.com/AwaaraHoon

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય બોક્સર નિશાંત દેવનું મેડલ જીતવાનું સપનું તૂટી ગયું. નિશાંત દેવ મેન્સ બૉક્સિંગના 71 કિલો ભારવર્ગમાં મેક્સિકોના મારકો વેરડે સાથે રમ્યો, જ્યાં તેને 1-4થી હારનો સામનો કરવો પડ્યો. જો નિશાંત ક્વાર્ટર ફાઇનલ જીતતો તો તેનું ઓછામાં ઓછું બ્રોન્ઝ મેડલ તો પાક્કું થઇ જતું, પરંતુ તે પહેલા રાઉન્ડમાં લીડ બનાવ્યા બાદ પણ હારી ગયો. ભારતે પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધી 3 બ્રોન્ઝ જીત્યા છે, જે શૂટિંગમાં આવ્યા છે.

નિશાંતે શરૂઆતી રાઉન્ડમાં સરળતાથી જીત હાંસલ કરી. પહેલા રાઉન્ડમાં 5માંથી 4 જજોએ નિશાંતને સારો માન્યો અને 10-10 અંક આપ્યા. પછી બીજા રાઉન્ડમાં પણ નિશાંત પૂરી રીતે નિયંત્રણમાં દેખાયો, જ્યાં તેણે મેક્સિકન ખેલાડી પર ઘણા મોટા જેબ હૂક લગાવ્યા છતા જજોએ આશ્ચર્યજનક રૂપે એ રાઉન્ડમાં વેરડેનો પક્ષ લીધો. બીજા રાઉન્ડમાં માત્ર 2 જજોએ નિશાંતના પક્ષમાં 10-10 પોઇન્ટ્સ આપ્યા, જ્યારે 3 જજોએ વેરડેના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો.

જો કે, ત્રીજા રાઉન્ડમાં નિશાંત દેવ મોમેન્ટમ યથાવત ન રાખી શક્યો. ત્રીજા રાઉન્ડમાં 5 જજોએ વેરડેના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો. જ્યારે ત્રીજો રાઉન્ડ પૂરો થયો તો નિશાંત દેવ કોન્ફિડેન્ટ નજરે પડી રહ્યો હતો. તેને પૂરો વિશ્વાસ હતો કે તે મેચ જીતી ચૂક્યો છે, પરંતુ નિર્ણય આવ્યો એ હેરાન કરી દેનારો રહ્યો. નિશાંત 1-4થી ક્વાર્ટર ફાઇનલ મેચ હારી ચૂક્યો હતો. કમેન્ટેટર પણ આ નિર્ણયથી હેરાન હતા. ભારત માટે ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતી ચૂકેલા સ્ટાર બોક્સર વિજેન્દર સિંહ પણ આ મેચમાં સ્કોરિંગ સિસ્ટમથી હેરાન હતો.

વિજેન્દરે X પર લખ્યું કે, ‘મને ખબર નથી કે સ્કોરિંગ સિસ્ટમ શું છે, પરંતુ મને લાગે છે કે એ ખૂબ નજીકની મેચ હતી. તે ખૂબ સારો રમ્યો. કંઇ નહીં ભાઇ.’ સોશિયલ મીડિયા પર ફેન્સના રીએક્શન પણ સામે આવ્યા છે. ફેન્સ માની રહ્યા છે કે નિશાંતને જાણીજોઇને હરાવવામાં આવ્યો છે, જ્યારે તે જીતનો હકદાર હતો. કુલ મળીને આ એક ક્લોઝ મેચ હતી અને એ સ્કોરિંગે એ સાબિત કરી દીધું. એક પણ જજે કોઇ પણ બોક્સરને ત્રણેય રાઉન્ડ ન આપ્યા. જર્મન જજ, જેમણે વેરડેને શરૂઆતી રાઉન્ડ આપ્યો. તેણે બીજા રાઉન્ડમાં ભારતના પક્ષમાં નિર્ણય લીધો. મુક્કેબાજીમાં મોટાભાગે સ્કોરિંગ પંચ નજીકથી અને શરીર પર નિર્દેશિત હોય છે.

નિશાંત દેવના કેટલાક હૂક કે ક્રોસ વેરડેના ચહેરા પર લાગ્યા. કેટલાક ગ્લવ્સ સાથે ટકરાયા અને તે સ્કોરિંગ પંચ નહોતા. તેણે પહેલા રાઉન્ડમાં વેરડેને ઇચ્છ મુજબ પહોંચાડ્યો. પછી બીજા રાઉન્ડમાં નિશાંતનું પ્રદર્શન કુલ મળીને સારું રહ્યું. જો કે, છેલ્લા રાઉન્ડમાં તે એ દબાવને યથાવત ન રાખી શક્યો.

કોણ છે નિશાંત દેવ?

નિશાંત દેવનો જન્મ 23 ડિસેમ્બર 200ના રોજ હરિયાણાના કરનાલમાં થયો હતો. નિશાંતે પોતાના કાકાથી પ્રભાવિત થઇને વર્ષ 2012માં બોક્સિંગ શરૂ કરી, જે એક વ્યવસાયી બોક્સર હતા. પછી શું હતું નિશાંત કોચ સુરેન્દર ચૌહાણની અંડર કરનાલના કર્ણ સ્ટેડિયમમાં તાલીમ લેવા લાગ્યો. ત્યારબાદ નિશાંત કર્ણાટકના વિજયનગર શિફ્ટ થઇ ગયો. જ્યાં તેણે ઇન્સ્પાયર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ (ISS)માં ટ્રેનિંગ લીધી. 19 વર્ષની ઉંમરમાં નિશાંતે સીનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં કર્ણાટકનું પ્રતિનિધિત્વ કર્યું, પરંતુ ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયો.

તેની રમતથી ભારતીય બૉક્સિંગના હાઇ પરફોર્મન્સ ડિરેક્ટર સેન્ટિયાગો નીવા ખૂબ પ્રભાવિત થયા. તેઓ તેને ભારતીય કેમ્પમાં લઇ ગયા. જ્યાં તેણે અનુભવી બોક્સર સાથે ટ્રેનિંગ શરૂ કરી. નિશાંતે રાષ્ટ્રીય લેવલ પર પોતાની છાપ છોડી. વર્ષ 2021 અને 2022માં તેણે નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યું. રસપ્રદ વાત એ છે કે તેણે ક્યારેય પણ ઇન્ટરનેશનલ લેવલ પર જૂનિયર વર્ગમાં પ્રતિસ્પર્ધા કરી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp