આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીના સભ્ય નીતા અંબાણીએ જુઓ વિનેશ વિશે શું કહ્યું

PC: Khabarchhe.com

વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી ડિસક્વોલિફાઈ કરી દેવામાં આવી છે, જેને લઈને આખી દુનિયામાં ઘમાસાણ ચાલી રહી છે. આ અંગે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સભ્ય નીતા અંબાણીએ કહ્યું હતું કે, આજે આખો દેશ વિનેશ ફોગાટનું દુખ અને દર્દ વહેચી રહ્યું છે. વિનેશ એક ચેમ્પિયન ફાઈટર છે અને એમાં કોઈ શંકા નથી કે તે મજબૂત થઈને પાછી આવશે. વિનેશે વારંવાર એ બતાવ્યું કે, તેની તાકાત ફક્ત જીતમાં નહીં પણ વિપરીત પરિસ્થિતિઓથી ઉભા થવાની ક્ષમતા પણ છે. વિનેશ આવનારી પેઢીઓ માટે એક પ્રેરણા છે. ખાસ કરીને યુવાન છોકરીઓ અને તેમના માતા-પિતા માટે જે તેમને સપના અને દૃઢતાની શક્તિ બતાવે છે. વિનેશ તમારી ઈચ્છાશક્તિ કોઈ મેડલથી પણ સારી છે અમે બધા તમારી સાથે છીએ.

હવે કોઇ કામની નથી ભારતની અપીલ, વિનેશના કેસમાં UWWનું હેરાન કરનારું નિવેદન

વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક 2024થી ડિસક્વાલીફાઇ થયાના થોડા સમય બાદ ભારતીય કુશ્તી સંઘ (WFI)એ યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) સામે માગ રાખી હતી કે વિનેશ ફોગાટને થોડો સમય આપવામાં આવે, પરંતુ હવે UWWના અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું છે કે અપીલ છતા વિનેશ ફોગાટનું ડિસ્ક્વાલિફિકેશન પરત લેવામાં નહીં આવે. એ વિનેશ ફોગાટ અને 140 કરોડ દેશવાસીઓ માટે વધુ એક મોટા ઝટકા સમાન છે.

વિનેશ ફોગાટનું વજન ફાઇનલ મેચ અગાઉ 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે તેને મેડલ જીતવા માટે અયોગ્ય જાહેર કરી દેવાં આવી હતી. આ સંબંધમાં ભારતીય કુશ્તી સંઘ તરફથી અપીલ કરવામાં આવી હતી કે વિનેશ ફોગાટને થોડા વધુ સમયની છૂટ આપવામાં આવે. તો ભારતીય ઓલિમ્પિક સંઘ IOAના સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું કે, વિનેશ ફોગાટે આખી રાત પોતાના વજનને નિયંત્રિત કરવા દરેક સંભવિત પ્રયાસ કર્યા, પરંતુ સવારે તેનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું.

હવે UWWના અધ્યક્ષ નેનાદ લાલોવિચે સ્પષ્ટ કરી દીધું છે કે ભારતની અપીલ હવે કોઇ કામ નહીં કરે. તેમણે કહ્યું કે, મને ભારતની અપીલથી કોઇ પરેશાની નથી, પરંતુ હું જાણું છું કે પરિણામ શું રહેવાનું છે. મને નથી લાગતું કે આ મામલે કંઇ પણ કરી શકવું સંભવ છે. આ સ્પર્ધાનો નિયમ છે અને મને નથી લાગતું કે નિયમોને બદલી શકાય છે. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, નિયમ કોઇ કારણે જ બનાવવામાં આવ્યા છે, જેનું હંમેશાં સન્માન કરવું જોઇએ. મને વિનેશ ફોગાટ માટે ખૂબ ખરાબ લાગી રહ્યું છે કેમ કે તેનું વજન ખૂબ ઓછા અંતરથી વધુ હોવાનું જાણવા મળ્યું.

તેમણે વધુમાં જણાવ્યું કે, વજન કરવાની પ્રક્રિયાથી બધા પરિચિત હોય છે અને અહી દુનિયાના એથલીટ પણ ઉપસ્થિત છે એવામાં એક એથલીટને યોગ્ય વજન ન હોવા પર પણ રેસલિંગ કરવાની મંજૂરી નહીં આપી શકાય. UWWના અધ્યક્ષ નેનાદ લાલોવિચને એમ પૂછવામાં આવ્યું કે શું વિનેશ ફોગાટને સિલ્વર મેડલ આપવાનું સંભવ છે. તેના પર તેમણે કહ્યું કે, તેને સિલ્વર મેડલ આપવાનું સંભવ નથી કેમ કે સ્પર્ધાનું આખું બ્રેકેટ જ બદલાઇ રહ્યું છે. એ બધુ નિયમ હેઠળ થઇ રહ્યું છે. જે પણ એથલીટ આગળ લડવાના છે, એ બધા જાણે છે કે મેચ અગાઉ તેમણે વજનની પ્રક્રિયામાંથી પસાર થવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp