ઓલિમ્પિકમાં ખેલાડીએ જીત્યું ગોલ્ડ મેડલ, છતા ન વાગ્યુ રાષ્ટ્રગાન, ન ફરક્યો ઝંડો

PC: sports.ndtv.com

બેલારૂસના ઇવાન લિટ્વીનોવિચે 03 ઑગસ્ટે પેરિસ ઓલિમ્પિકસમાં ગોલ્ડ જીત્યું છે, પરંતુ આ મેડલ તેના દેશના ખાતામાં ન ગયું એટલે કે સત્તાવાર રૂપે દેશોના મેડલ ટેબલમાં એ નજરે નહીં પડે. મેડલ લેતી વખત ન તો તેના દેશનો ઝંડો દેખાડવામાં આવ્યો અને ન તો રાષ્ટ્રગાન વાગ્યું. એવું કેમ થયું? ચાલો આ આર્ટિકલમાં આગળ જાણીએ.

ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર રશિયાના આક્રમણ બાદથી રશિયા અને તેના સહયોગી દેશ બેલરૂસને દરેક વર્લ્ડ સ્પોર્ટ્સથી બેન કરી દેવામાં આવ્યા હતા એટલે રશિયા અને બેલારૂસના એથલીટ આ ઓલિમ્પિકમાં ન્યૂટ્રલ બેનર હેઠળ હિસ્સો લઈ રહ્યા છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ સમિતિ (IOC)એ તટસ્થ બેનર હેઠળ અને ખૂબ જ સખત શરતો હેઠળ આ દેશોના એથલીટોને મંજૂરી આપવામાં આવી છે. IOCએ આ દેશના એથલીટોને ઇન્ડિવિજ્યૂઅલ ન્યૂટ્રલ એથલીટ (AIN) તરીકે ભાગ લેવાનું નિમંત્રણ આપ્યું છે. તેમની પાસે કોઈ રાષ્ટ્રધ્વજ કે રાષ્ટ્રગાન નહીં હોય અને તેમના મેડલ દેશોના મેડલ ટેબલમાં નહીં દેખાડવામાં આવે.

પેરિસ ઓલિમ્પિક્સમાં ભાગ લેવાની મંજૂરી મેળવનારા ઇન્ડિવિજ્યૂઅલ ન્યૂટ્રલ એથલીટોને બેવડી તપાસમાંથી પસાર થવું પડ્યું. ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન અને IOCએ એ વાતની જ ઝંડી દેખાડી કે આ એથલીટોએ યુક્રેનમાં યુદ્ધનું સક્રિય રૂપે સમર્થન કર્યું નથી અને તેમનો પોતાના દેશની સેનાઓ સાથે કોઈ સંબંધ નથી. માત્ર 15 રશિયન અને 17 બેલારુસી એથલીટોએ ન્યૂટ્રલ બેનર હેઠળ પેરિસ ઓલિમ્પિકમાં હિસ્સો લીધો છે. આ બધાને ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેવા કે પોતાના રાષ્ટ્ર ધ્વજના બેનર હેઠળ પ્રતિસ્પર્ધા કરવાની મંજૂરી આપવામાં આવી નથી. જો એથલીટ પોડિયમ ફિનિશ કરે છે એટલે કે મેડલ જીતી લે છે તો તેમના એચિવમેન્ટમાં મેડલ પોઇન્ટ્સમાં જગ્યા આપવામાં નહીં આવે.

શનિવાર 3 ઑગસ્ટના રોજ 23 વર્ષીય ઇવાન લિટ્વીનોવિચે મેન્સ જિમ્નાસ્ટિક ટેમ્પોલિનની ફાઇનલમાં ન્યૂટ્રલ એથલીટ તરીકે હિસ્સો લીધો અને પોતાનું મેડલ યથાવત રાખ્યું. જ્યારે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ ચીનના વાંગ જિસાઈ અને યાન લાંગ્યૂના ખાતામાં ગયા. ઇવાન લિટ્વીનોવિચેના મેડલ જીત્યા બાદ બેલારુસના રાષ્ટ્રગાનની જગ્યાએ IOC દ્વારા નક્કી કરવામાં આવેલી એક સામાન્ય ધૂન વગાડવામાં આવી. જેમાં કોઈ બોલ નથી અને સાથે જ બ્લૂ રંગનો ધ્વજ ફરકાવવામાં આવ્યો.

મેચ બાદ પત્રકારો સાથે વાતચીતમાં રાષ્ટ્રગાનની જગ્યાએ બીજી ધૂનના સવાલ પર ઇવાન લિટ્વીનોવિચ ઈમોશનલ થઈ ગયો અને બોલ્યો કે, તેમાં કહેવાનું શું છે? એ અલગ છે. અમારું રાષ્ટ્રગાન સારું છે અને મને આશા છે કે અમે ભવિષ્યમાં જલદી જ પોતાના રાષ્ટ્રગાનને સાંભળીને પ્રતિયોગીતાઓમાં ભાગ લઈ શકીશું. ઇવાન લિટ્વીનોવિચને જ્યારે આ રમતોમાં તેમની ભાગીદારી બાબતે પૂછવામાં આવ્યુ, ખાસ કરીને પોતાના દેશ પ્રત્યે સમર્થનના સંબંધમાં જે તેણે પહેલા વ્યક્ત કર્યો હતો. તો તેણે તેનો જવાબ આપવાથી ઇનકાર કરી દીધો હતો.

તેણે કહ્યું કે, હું આ સવાલોનો જવાબ આપવા માગતો નથી. મને તમે ઉશ્કેરવા માટે આ સવાલ પૂછી રહ્યા છો. હું માત્ર રમત સાથે જોડાયેલા સવાલોનો જવાબ આપીશ. વિયાલેટા પેરિસ ઓલિમ્પિકસમાં મેડલ જીતનારી પહેલી ન્યૂટ્રલ એથલીટ બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp