માઇકલ વૉન કહે છે- પાકિસ્તાન પણ હવે સેમીફાઈનલની રેસનો ભાગ બની શકે છે

PC: indiatoday.com

બાંગ્લાદેશને હરાવીને પાકિસ્તાને વર્લ્ડ કપમાં રહેવાની પોતાની આશા જીવંત રાખી છે. જણાવીએ કે બાંગ્લાદેશને પાકિસ્તાને 7 વિકેટથી હરાવ્યું છે. પાકિસ્તાનની આ જીતમાં તેના બોલરોએ અગત્યની ભૂમિક ભજવી છે. શાહીન આફ્રિદીએ 3 વિકેટ અને મોહમ્મદ વસીમે પણ 3 વિકેટ લીધી હતી. ત્યાર પછી ફખર જમાંએ 74 બોલમાં 81 રન બનાવ્યા હતા. તેની આ તોફાની ઈનિંગની મદદથી પાકિસ્તાનને ટાર્ગેટ હાંસલ કરવામાં મદદ મળી. આ જીતની સાથે જ પાકિસ્તાન પોઇન્ટ ટેબલમાં પાંચમા સ્થાને આવી ગયું છે.

પાકિસ્તાનની આ જીત પછી ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વૉનનું રિએક્શન આવ્યું છે. આ પૂર્વ ખેલાડીએ કહ્યું કે પાકિસ્તાન પણ હવે સેમીફાઈનલની રેસનો ભાગ બની શકે છે.

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, મારા માટે આ કોઈ આશ્ચર્યની વાત નથી કે પાકિસ્તાનની ટીમ ચારેય બાજુ ચાલી રહેલી બકવાસો છતાં એક ગુણવત્તાભર્યું પ્રદર્શન કરે છે. કેપ્ટન બાબર આઝમ માટે આ ખુશીની વાત છે કારણ કે, તેને સન્માન આપવામાં નહોતું આવી રહ્યું. પાકિસ્તાન રેસમાં પાછું આવી ગયું છે. 

ખેર, જણાવીએ કે હાલના દિવસોમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમ ઘણાં વિવાદોથી ઘેરાયેલી છે. શરૂઆતી બે મેચો જીત્યા પછી પાકિસ્તાન સતત 4 મેચ હાર્યું હતું. જેમાં બે મેચો એવી હતી કે તેમાં એ જીતી શકે એમ હતું. આ ઉપરાંત પાકિસ્તાન ક્રિકેટ ટીમ તેની ખરાબ ફીલ્ડિંગને લઇ પણ ટીકાને પાત્ર બની હતી. ખરાબ ફીલ્ડિંગને લઇ પાકિસ્તાની ફેન્સ ઘણા નારાજ થયા હતા.

જણાવીએ કે, પાકિસ્તાને 2 મેચો રમવાની છે. જો આ બંને મેચોમાં પાકિસ્તાનને જીત મળે છે અને તે પોતાની રનરેટને સુધારવામાં સફળ રહે છે તો પછી પાકિસ્તાન માટે ટોપ 4માં પહોંચવાનો રસ્તો બની શકે છે. પાકિસ્તાનની ટીમની હવે પછીની મેચ 4 નવેમ્બરના રોજ ન્યૂઝીલેન્ડ સામે છે. ત્યાર બાદ 11 નવેમ્બરના રોજ ઈંગ્લેન્ડ સામે છે.

નંબર 3 અને 4ની રેસ થઇ રોમાંચક

આ સમયે નંબર 4 પર ઓસ્ટ્રેલિયાની ટીમ છે. પાકિસ્તાનના જીતવાથી ઓસ્ટ્રેલિયાની ટીમ માટે મુશ્કેલીના હાલાત પેદા થઇ શકે છે. હવેથી ઓસ્ટ્રેલિયાએ પણ તેની બાકીને બધી મેચો જીતવાની રહેશે. કારણ કે જો પાકિસ્તાન તેની બાકીની મેચો જીતવામાં સફળ રહે છે તો પછી ઓસ્ટ્રેલિયા અને અન્ય ટીમોને નુકસાન થઇ શકે છે. ત્રીજા નંબરે ન્યૂઝીલેન્ડની ટીમ મોજૂદ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp