ધમાકેદાર પ્રદર્શન બાદ શામીને લેવા કંપનીઓ વચ્ચે સ્પર્ધા, જાહેરાતના રૂપિયા વધાર્યા

PC: Mohammed Shami

મોહમ્મદ શમીની શાનદાર ફાસ્ટ બોલિંગે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં બધાના દિલ જીતી લીધા છે. મોહમ્મદ શમીને સાઈન કરવા માટે બ્રાન્ડ્સમાં રેસ ચાલી રહી છે. તેના જબરદસ્ત પ્રદર્શનને કારણે, વર્લ્ડ કપ દરમિયાન જ તેની એન્ડોર્સમેન્ટ ફી લગભગ ડબલ એટલે કે, 1 કરોડ રૂપિયા જેટલી બમણી થઈ ગઈ છે. શમીની બોલિંગે ઘણા રેકોર્ડ તોડ્યા છે. આ સાથે તે ભારતીય ક્રિકેટનો નવો પોસ્ટર બોય બની ગયો છે.

વિશ્વ કપમાં શમીનું શાનદાર પ્રદર્શન તેની એન્ડોર્સમેન્ટ ફી વધારવામાં મુખ્ય ભૂમિકા ધરાવે છે. તેણે ટુર્નામેન્ટમાં ઘણા મોટા નામોને પેવેલિયનમાં પરત મોકલ્યા, જેમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ, ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલર અને દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાનો સમાવેશ થાય છે.

કંપનીઓમાં ખાસ કરીને ન્યુટ્રિશન, હેલ્થ, બેવરેજીસ, ઈલેક્ટ્રોનિક્સ અને હેડફોન કંપનીઓ શમીને તેમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઈન કરવા આતુર છે. કોલકાતા સ્થિત એથ્લેટ અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની ફ્લેર મીડિયાના સ્થાપક સૌરજીત ચેટર્જીએ આ વાત કહી છે. તેણે કહ્યું કે, કંપનીઓ 33 વર્ષીય જમણા હાથના ફાસ્ટ બોલરને સાઈન કરવા ઉત્સુક છે.

ચેટરજીએ મીડિયા સૂત્રોને જણાવ્યું હતું કે, 'અમે ટૂંક સમયમાં કેટલીક મોટી બ્રાન્ડ ડીલ્સ ફાઇનલ કરવા આતુર છીએ. છેલ્લા બે-ત્રણ અઠવાડિયામાં, વાર્ષિક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી માંડીને સોશિયલ મીડિયા સહયોગ અને વર્લ્ડ કપ પછી ભૌતિક હાજરી સુધીના મેઇલ અને કોલ્સ એસોસિએશનને દર બીજા દિવસે આવી રહ્યા છે.'

આ વર્લ્ડ કપમાં, શમીએ છ મેચોમાં 23 વિકેટ લીધી છે, જેમાં ત્રણ વખત 5 વિકેટનો સમાવેશ થાય છે, જે પ્રથમ ચાર મેચમાં રમનારી ટીમમાંથી બહાર રહેવા પછી આવી હતી. તે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનારો બોલર પણ બન્યો હતો.

જોકે, ચેટરજીએ કોઈ નાણાકીય વિગતો આપી નથી. પરંતુ ઇન્ડસ્ટ્રીના એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું હતું કે, ચાલુ ટુર્નામેન્ટના સમયગાળામાં શમીની એન્ડોર્સમેન્ટ ફી રૂ. 40-50 લાખ પ્રતિ એન્ડોર્સમેન્ટથી વધીને બમણી થઈ ગઈ છે. તેની વર્તમાન બ્રાન્ડ ડીલમાં સ્પોર્ટસવેર ફર્મ PUMA, હેલ એનર્જી ડ્રિંક અને વિઝન 11 ફેન્ટસી એપનો સમાવેશ થાય છે. આ બ્રાન્ડ્સ હવે શમીના જબરદસ્ત પ્રદર્શનનો ફાયદો ઉઠાવી રહી છે.

શમીની એન્ડોર્સમેન્ટ ફીમાં વધારા સાથે ભારતીય ક્રિકેટરોની એન્ડોર્સમેન્ટ ફીમાં પણ વધારો થવાની ધારણા છે. શમી પછી અન્ય ભારતીય ક્રિકેટરો માટે પણ કંપનીઓ વચ્ચે સ્પર્ધા થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp