બાબર કે શાહીન નહીં, વસીમ અકરમે આ 2 ભારતીયોને બતાવ્યા હાલના સમયના મહાન ખેલાડી

PC: indianexpress.com

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર વસીમ અકરમે હાલના સમયમાં સૌથી શાનદાર બોલર અને બેટ્સમેનોનું સિલેક્શન કર્યું છે. ખાસ વાત તો એ છે કે આ બંનેમાં એક પણ પાકિસ્તાની ખેલાડી નથી. બંને ભારતીય ખેલાડીઓને જ તેમણે હાલના સમયના મહાન ખેલાડી બતાવ્યા છે. વસીમ અકરમે વિરાટ કોહલી અને જસપ્રીત બૂમરાહને શાનદાર બોલર અને બેટ્સમેન બતાવ્યા છે. વસીમ અકરમે અમેરીક્રિકેટ ટીવીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જો મારે કોઇ એકને પસંદ કરવો હોય તો કદાચ મારા દેશના લોકો તેને પસંદ ન કરે. કેમ કે મારો પસંદગીનો ફાસ્ટ બોલર ભારતનો મહાન બોલર જસપ્રીત બૂમરાહ છે.

તેમણે કહ્યું કે, તે ખૂબ અલગ છે અને તેણે મને એટલે પ્રભાવિત કર્યો કેમ કે તે ત્રણેય ફોર્મેટમાં સારો બોલર છે. તે અત્યારે પણ વિકેટ લઇ રહ્યો છે. તેની સ્પીડ ખૂબ વધારે નથી, પરંતુ તે બૉલને સ્વિંગ કરાવે છે. સાથે જ તેની પાસે વેરિએશન પણ છે. મહાન બેટ્સમેન પર વાત કરતા વસીમ અકરમે કહ્યું કે, જો તમે ભારતના સુનિલ ગાવસ્કર, ન્યૂઝીલેન્ડના માર્ટિન ક્રો કે ઓસ્ટ્રેલિયન એલન બોર્ડરની વાત કરો તો આ બધા મોટા નામ છે, પરંતુ એક નામ સૌથી પહેલા આવે છે તે છે વેસ્ટ ઇન્ડીઝના મહાન ખેલાડી સર વિવિયન રિચર્ડ્સ.

વસીમ અકરમે વધુમાં કહ્યું કે, મને લાગે છે કે, તેઓ મારા માટે અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન હતા, જેમણે આ સુંદર રમતને સજાવી, છતા 90ના દશકમાં હું મહાન સચિન તેંદુલકર, વેસ્ટ ઇન્ડીઝના બ્રાયન લારા જેવા ખેલાડીઓ સાથે રમ્યો. બેટ્સમેનના રૂપમાં મહાન સર વિવિયન રિચર્ડ્સ છે, પરંતુ જો મારે પસંદ કરવો હોય તો વધુ એક ભારતીય બેટ્સમેન છે જેની હું વાસ્તવમાં પ્રશંસા કરું છું. ન માત્ર મેદાન પર, પરંતુ મેદાન બહાર પણ તેની ફિટનેસની ચર્ચા થાય છે. તે કોઇ બીજો નહીં વિરાટ કોહલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp