‘મારાથી વધારે તું ઝઘડ્યો છે..’, કોહલીએ લીધો ગંભીરનો ઈન્ટરવ્યૂ, તમે પણ જુઓ

PC: x.com/Trend_VKohli

ઈન્ડિયા વર્સિસ બાંગ્લાદેશ ટેસ્ટ સીરિઝની શરૂઆત થવા જઈ રહી છે અને પહેલા દિવસની શરૂઆત અગાઉ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક બ્લોકબસ્ટર વીડિયો શેર કર્યો છે.  BCCI ટીવી પર ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી એક બીજાનું ઇન્ટરવ્યૂ લેતા નજરે પડી રહ્યા છે. BCCIએ હજુ આખું ઇન્ટરવ્યૂ હજુ શેર કર્યું નથી, પરંતુ તેનો એક નાનકડો હિસ્સો શેર કર્યો છે અને એ જોઈને તમને સમજણમાં આવી જશે કે આ ઇન્ટરવ્યૂ કેટલું મજેદાર થવાનું છે.

ગંભીરે આ ઇન્ટરવ્યૂમાં વિરાટ કોહલીના 2014-15 ઓસ્ટ્રેલિયા પ્રવાસનો ઉલ્લેખ કર્યો છે, જેમાં કિંગ કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી. વિરાટ કોહલીએ આ દરમિયાન ગંભીરને એક એવો સવાલ કરી દીધો, જેના પર ગૌતમ ગંભીરે જ સામો સવાલ કરી દીધો. ગૌતમ ગંભીરે કહ્યું કે, ‘મને યાદ છે, જ્યારે તારા માટે ઓસ્ટ્રેલિયા સીરિઝ ધમાકેદાર રહી હતી, તે ઘણા બધા રન બનાવ્યા હતા અને તું આ પ્રવાસ પર અલગ જ ઝોનમાં હતો, મારા માટે એવું જ કંઈક નેપિયરમાં હતું અને હું પાછળ ફરીને જોઉં તો શું હું ફરીથી અઢી દિવસ બેટિંગ કરી શકતો હતો. મને નથી લાગતું કે હું ફરીથી કરી શકતો હતો. ત્યારબાદ હું ક્યારેય એ ઝોનમાં ગયો જ નથી.

વિરાટ કોહલીએ વર્ષ 2014-15ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 4 ટેસ્ટ મેચોની 8 ઇનિંગમાં 86.50ની એવરેજથી કુલ 692 રન બનાવ્યા હતા. તો વર્ષ 2009ના ન્યૂઝીલેન્ડ પ્રવાસની વાત કરીએ તો નેપિયરમાં ભારતીય ટીમ પર હારનું જોખમ મંડરાઇ રહ્યું હતું અને ગૌતમ ગંભીરે બીજી ઇનિંગમાં 436 બૉલમાં 137 રન બનાવીને ભારતીય ટીમને હારતી બચાવી હતી. ત્યારબાદ વિરાટ કોહલીએ ગૌતમ ગંભીરને પૂછ્યું કે જ્યારે તમે મેદાન પર વિરોધી ખેલાડીઓ સાથે ઝઘડો કરતા હતા તો તમને શું લાગતું હતું કે તેનાથી તમે પોતાના ઝોનથી બહાર આવી જશો અને આઉટ થઈ જશે કે પછી તમને લાગે છે તેનાથી તમે હજુ વધારે મોટિવેટ થઈ જશો?

તેના પર ગૌતમ ગંભીર હસતા કહે છે ‘તું મારાથી વધારે મેદાન પર ઝઘડ્યો છે, મને લાગે છે કે તું આ સવાલનો જવાબ મારાથી સારી રીતે આપી શકે છે. વિરાટ કોહલીએ આ વાત માનતા કહ્યું કે, હું તો એ શોધી રહ્યો છું કે કોઈ મારી વાતથી એગ્રી કરે છે, હજુ એમ કહી રહ્યો નથી, હું વિચારી રહ્યો છું કે કોઈ તો બોલ્યું કે હાં એમ જ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp