શ્રેયસ અય્યરના ડેબ્યૂ શતક પર વસીમ જાફરે પોતાને જ કર્યો ટ્રોલ, કહી આ વાત

PC: twitter.com

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ ચાલી રહી છે. આ બે ટેસ્ટ મેચોની સીરિઝ છે. જે ગઈકાલથી કાનપુરના ગ્રીન પાર્ક ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે શરૂ થઈ છે. દેશ માટે આ મેચમાં પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત કરી રહેલા 26 વર્ષના શ્રેયસ ઐય્યરે જબરજસ્ત બેટિંગ કરતા શતક કરવામાં સફળતા મેળવી છે. કાનપુરમાં શતક બનાવતા જ અય્યરે ઘણા રેકોર્ડ પોતાના નામ કરી લીધા છે.

આ દરમિયાન જે સૌથી ખાસ રેકોર્ડ બન્યો હતો એ છે પોતાની પહેલી ટેસ્ટ મેચમાં જ શતક લગાવવી. જણાવી દઈએ કે અય્યર ભારતીય ટીમ માટે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરતા શતક લગાવનાર પહેલો ખેલાડી નથી. આ પહેલા પણ ઘણા બેટ્સમેનોએ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરીને શતકો માર્યા છે. હાલમાં તે ભારત માટે ટેસ્ટમાં ડેબ્યૂ કરતા શતક લગાવનાર 16મો બેટ્સમેન બની ગયો છે. આ સિવાય ભારતીય ટીમના છેલ્લા જે ત્રણે બેટ્સમેનોએ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરતા શતક માર્યા છે તે ત્રણેય ખેલાડી બોમ્બેના જ છે. શ્રેયસ અય્યર પહેલા આ કારનામું રોહિત શર્મા અને પૃથ્વી શોએ કર્યો છે.

અય્યરની શતક પછી ભારતના પૂર્વ બેટ્સમેન વસીમ જાફર સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા તેના ઘણા વખાણ કરતો જોવા મળ્યો છે. આ સિવાય તેણે પોતાની પણ મજાક ઉડાવી છે. અસલમાં તેણે ભારતીય ટીમ માટે ટેસ્ટ ક્રિકેટમાં 24 ફેબ્રુઆરી, 2000ના રોજ આફ્રિકા વિરુદ્ધ ડેબ્યૂ કર્યું હતું. આ મુકાબલમાં પહેલી ઈનિંગમાં ચાર રન અને બીજી ઈનિંગમાં 6 રન બનાવી શક્યો હતો.

જાફરનું આ દર્દ સોશિયલ મીડિયાના માધ્યમથી બહાર આવી રહ્યું છે. તેણે એક ફોટો શેર કરતા લખ્યું છે કે, આ ટ્રોલ મેં પોતાની જાતને કર્યો છે. ફોટામાં એક જગ્યાએ લખેલું છે- મુંબઈના બેટ્સમેન તો બધા ડેબ્યૂમાં સેન્ચ્યુરી મારે છે. ત્યારે બીજી બાજુ લખેલું છે- મુંબઈના બેટ્સમેનો તો બધી ડેબ્યૂ મેચોમાં સેન્ચ્યુરી મારે છે. જ્યારે બીજી તરફ લખ્યું છે બધા આટલા રન બનાવી શકતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp