ભારત અંડર-19 કેપ્ટન અને બાંગ્લાદેશના સ્પિનર વચ્ચે મેદાન પર બબાલ, અમ્પાયરે...

PC: ndtv.com

સિનિયર ખેલાડીઓ જ્યારે મેદાન પર રમતા હોય ત્યારે જ બબાલ થાય એવું નથી. અંડર-19 ક્રિક્રેટમાં પણ બબાલ થતી હોય છે. ભારત અંડર-19 ક્રિક્રેટમાં મેદાન પર ભારતના કેપ્ટન અને બાંગ્લાદેશના સ્પીનર વચ્ચે કોઇક બાબતે બબાલ ઉભી થઇ હતી, પરંતુ એમ્પાયરે બંનેને સમજાવાીને મામલો થાળે પાડ્યો હતો.

ભારતે શનિવારે બાંગ્લાદેશને 84 રને હરાવીને અંડર-19 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરી હતી. ભારત અંડર-19ના ખેલાડી આદર્શ (96 બોલમાં 76 રન) અને ઉદય (96 બોલમાં 76 રન) વચ્ચે ત્રીજી વિકેટ માટે 23.5 ઓવરમાં 116 રનની ભાગીદારીની મદદથી સાત વિકેટે 251 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો.ભારતીય ઇનિંગ્સ દરમિયાન, બાંગ્લાદેશના ખેલાડીઓએ ફરી એકવાર તેમની હરકતોથી મેદાન પર બતાવી હતી અને ભારતીય ખેલાડીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

ભારતીય ઇનિંગ્સની 25મી ઓવરના બીજા બોલ બાદ કેપ્ટન ઉદય સહારન બાંગ્લાદેશના ઓલરાઉન્ડર આરિફુલ સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. બંને ખેલાડીઓ ખૂબ જ નજીક આવી ગયા હતા, જેના કારણે અમ્પાયર ડોનોવન કોચે દરમિયાનગીરી કરવી પડી હતી. તેમણે આ બંને ખેલાડીઓને અલગ કર્યા અને તેમની સાથે વાત કરી. જોકે, બંને વચ્ચે ઝઘડો કયા કારણોસર થયો તે જાણવું મુશ્કેલ હતું. પરંતુ રિપ્લે દર્શાવે છે કે જ્યારે સહારન બીજા રન માટે પાછો આવી રહ્યો હતો ત્યારે બાંગ્લાદેશના આરિફુલે કંઈક કહ્યું હતું જેને કારણે બોલાચાલી થઇ હતી.

ક્રિઝ પર પહોંચ્યા બાદ ઉદય બાંગ્લાદેશના સ્પિનર સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. આરિફુલ પણ જવાબ આપતો જોવા મળ્યો, જેના કારણે અમ્પાયરે દરમિયાનગીરી કરવી પડી. ભારતના 252 રનના લક્ષ્યાંકના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 45.5 ઓવરમાં 167 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય સ્પિનરોએ બાંગ્લાદેશના બેટ્સમેનોને કોઈપણ સમયે હાવી થવા દીધા નહોતા અને તેમને નિયંત્રણમાં રાખ્યા હતા.

ભારત અંડર-19ના ખેલાડી પાંડેએ 9.5 ઓવરમાં 24 રન આપીને ચાર વિકેટ લીધી હતી. અન્ય ડાબોડી સ્પિનર મુશીર ખાને (35 રનમાં 2 વિકેટ) લઇને સારો સાથ આપ્યો હતો. આ સિવાય રાજ લિંબાણી, પ્રિયાંશુ મોલિયા અને અર્શિન કુલકર્ણીએ એક-એક વિકેટ લીધી હતી.

બાંગ્લાદેશ માટે માત્ર મોહમ્મદ શિહાબ જેમ્સ (54) અને અરિફુલ ઈસ્લામ (41) મહત્વપૂર્ણ યોગદાન આપી શક્યા. આ બંનેએ પાંચમી વિકેટ માટે 77 રન જોડીને બાંગ્લાદેશને આશા જગાવી હતી પરંતુ આ પછી ભારતીય બોલરોનો દબદબો રહ્યો હતો. બાંગ્લાદેશે તેની છેલ્લી છ વિકેટ 40 રનમાં ગુમાવી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp