એક હારથી તમામ સમીકરણો બદલાઈ ગયા, હવે WTC ફાઈનલમાં ભારતનો રસ્તો મુશ્કેલ છે
જો ભારતીય ક્રિકેટ ટીમને સતત ત્રીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવું હોય તો તેણે પોતાની તમામ તાકાત કામે લગાડવી પડશે, ઇંગ્લેન્ડ સામેની વર્તમાન ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં વધુ એક હાર તેના તમામ સમીકરણો બગાડી શકે છે.
સતત બે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલિસ્ટ ટીમ ઇન્ડિયા આ વખતે પાછળ રહેતી જોવા મળી રહી છે. ઓપનિંગ સીઝન (2019-21)માં ન્યુઝીલેન્ડ અને બીજી સીઝન (2021-23)માં ઓસ્ટ્રેલિયા સામે ટાઇટલ મેચ હારી ગયા પછી, વર્તમાન સીઝન (2023-25)માં ફાઇનલમાં પહોંચવું પણ મુશ્કેલ લાગી રહ્યું છે. હવે રોહિત શર્મા અને કંપનીનું ભવિષ્ય ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી પર નિર્ભર છે. હકીકતમાં, ટીમ ઈન્ડિયા પાંચ મેચમાં બે જીત, બે હાર અને એક ડ્રો સાથે બાંગ્લાદેશથી પણ નીચે એટલે કે પાંચમા સ્થાને સરકી ગઈ છે. વર્તમાન WTC ફાઈનલ ચક્રની શરૂઆત ભારતના વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસથી થઈ હતી. 12 જુલાઈ 2023ના રોજ રમાયેલી પ્રથમ મેચમાં જીત, આગામી ટેસ્ટ ડ્રો. બોક્સિંગ ડે ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે હાર્યા પછી અને ત્યાર પછીની મેચમાં જીત મેળવ્યા બાદ હૈદરાબાદમાં ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં હાર એ ટેન્શનનો વિષય છે.
WTC ફાઇનલમાં પહોંચવા માટે ટીમ પ્રમાણેનું સમીકરણ આ પ્રમાણે છે. જેમાં ટીમ દીઠ મેચની દરેક જીત પર ટકાવારીનું પ્રમાણ વધતું જાય છે અને એ પ્રમાણે તે ટીમનો ક્રમ ઉપર નીચે થતો રહે છે.
ઓસ્ટ્રેલિયા-10 મેચ, 6 જીત, 3 હાર, 1 ડ્રો, 55 ટકા, દક્ષિણ આફ્રિકા-2 મેચ, 1 જીત, 1 હાર, 0 ડ્રો, 50 ટકા, ન્યુઝીલેન્ડ-2 મેચ, 1 જીત, 1 હાર, 0 ડ્રો, 50 ટકા, બાંગ્લાદેશ-2 મેચ, 1 જીત, 1 હાર, 0 ડ્રો, 50 ટકા, ભારત-5 મેચ, 2 જીત, 2 હાર, 1 ડ્રો, 43.33 ટકા, પાકિસ્તાન-5 મેચ, 2 જીત, 3 હાર, 0 ડ્રો, 36.66 ટકા, વેસ્ટ ઈન્ડિઝ-4 મેચ, 1 જીત, 2 હાર, 1 ડ્રો, 33.33 ટકા, ઈંગ્લેન્ડ-6 મેચ, 3 જીત, 2 હાર, 1 ડ્રો, 29.16 ટકા, શ્રીલંકા-2 મેચ, 0 જીત, 2 હાર, 0 ડ્રો, 0 ટકા.
બે વખતની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલિસ્ટ ભારતીય ટીમ આ સિઝનની શરૂઆતમાં પાછળ રહી ગઈ છે. તે WTC ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગયું છે અને સ્થિતિ સુધારવા માટે તેને સતત પરિણામો પ્રાપ્ત કરવા પડશે. ભારતે આ સીઝન (2024-25) (નવેમ્બર 2024 થી જાન્યુઆરી 2025)ના અંતે ઓસ્ટ્રેલિયામાં પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. તે પહેલા બાંગ્લાદેશ બે ટેસ્ટ માટે ભારતનો પ્રવાસ કરશે. આ ટેસ્ટ સીરીઝ બાદ ન્યુઝીલેન્ડની ટીમ સામે ઘરઆંગણે ત્રણ ટેસ્ટ મેચની સીરીઝ રમવાની છે. તેનો અર્થ એ કે ભારત માટે WTC ફાઇનલમાં પહોંચવાનો માર્ગ સરળ નથી અને માત્ર આ શ્રેણીની બાકીની ચાર ટેસ્ટમાં જીત મળવાથી જ રસ્તો થોડો સરળ થઈ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp