જસપ્રીત બૂમરાહ સાથે માત્ર લક્ષ્મણને જ વાત કરવાની છે પરમિશન: રિપોર્ટ

PC: espncricinfo.com

ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહની સર્જરી ન્યૂઝીલેન્ડમાં થઈ ચૂકી છે. રિકવરી પ્રોસેસ અને ઇજાની ગાઢતા બાબતે અત્યાર સુધી કોઈ જાણકારી મળી શકી નથી. આ બાબતે માત્ર નેશનલ ક્રિકેટ અકાદમી (NCA)ના હેડ વી.વી.એસ. લક્ષ્મણને જ ખબર છે. તો એવા સમાચાર પણ મળી રહ્યા છે કે, જસપ્રીત બૂમરાહ સાથે વાત કરવાની મંજૂરી માત્ર નેશનલ ક્રિકેટ અકાદમીના ચીફ વી.વી.એસ. લક્ષ્મણને જ છે. ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના રિપોર્ટ મુજબ જસપ્રીત બૂમરાહના રેગ્યુલર અપડેટ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ માત્ર વી.વી.એસ. લક્ષ્મણને જ જવાબદારી સોંપી રાખી છે.

અહી સુધી કે સિલેક્ટર્સને પણ આઇડિયા નથી કે, સર્જરી બાદ જસપ્રીત બૂમરાહ કેવો છે અને તેની ઇજા કેવી છે. ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત કરતા BCCIના અધિકારીએ કહ્યું કે, BCCIમાં વધારે લોકોને જસપ્રીત બૂમરાહની ઇજા બાબતે ખબર નથી. માત્ર વી.વી.એસ. લક્ષ્મણ અને ફિઝિયોને જ તેમની સાથે વાત કરવાની મંજૂરી છે. સિલેક્શન કમિટીને પણ કહેવામાં આવ્યું છે કે તેમને સમય પર જસપ્રીત બૂમરાહની ઇજા બાબતે બતાવી દેવામાં આવશે.

એક રિપોર્ટ મુજબ, BCCIના એક અધિકારીએ જણાવ્યું કે, બૂમરાહની પીઠ હજુ નાજુક સ્થિતિમાં છે. તો ગત વખત બૂમરાહની વાપસીમાં ઉતાવળ કરવામાં આવી હતી કેમ કે તે એ સમયે પૂરી રીતે ફિટ થયો નહોતો. એટલે બોલિંગના સમયે તેને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ વખત અમે તેને લઈને ખૂબ ગંભીર છીએ, કેમ કે ખોટો કોલ કરીને કરિયર માટે ખૂબ નુકસાનકારક બની શકે છે. એક સીનિયર BCCI અધિકારીએ જણાવ્યું કે, બૂમરાહની વાપસીની તારીખ બતાવવી મુશ્કેલ છે. જ્યારે તે એક વખત સર્જરીથી સારો થઈ જશે તો રિહેબમાંથી પસાર થશે અને રિહેબ પૂરું થતા જ આપણને ખબર પડી શકશે કે તે ક્યારે વાપસી કરી શકે છે.

જસપ્રીત બૂમરાહ ગંભીર ઇજાના કારણે ઘણા મહિનાઓથી ક્રિકેટથી દૂર છે. ગયા વર્ષે એશિયા કપ સાથે સાથે તે T20 વર્લ્ડ કપથી પણ બહાર થઈ ગયો હતો. તો આ વર્ષની શરૂઆતમાં જ તેને ભારતીય ટીમમાં ઇજાના કારણે જગ્યા મળી નથી. હાલમાં જ જસપ્રીત બૂમરાહની ક્રાઇસ્ટચર્ચામાં સર્જરી થઈ છે. હવે આ સર્જરીના કારણે તે 6 મહિના સુધી મેદાનમાં વાપસી નહીં કરી શકે અને તેનો અર્થ એ થયો કે તે IPL દરમિયાન ઉપલબ્ધ નહીં રહે અને એશિયા કપમાં પણ તેનું રમવું મુશ્કેલ હશે. વર્લ્ડ કપના કારણે જસપ્રીત બૂમરાહને લઈને ખૂબ સાવધાની રાખવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp