ગૌમાંસ નહીં મળે તો અમારી ટીમ મેચ નહીં જીતે, ભારત આવેલી પાકિસ્તાન ટીમ માટે નિવેદન

PC: twitter.com

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે ભારત આવેલી પાકિસ્તાનની ટીમને તેમના ભોજનમાં બીફ એટલે કે ગૌમાંસ આપવામાં આવી રહ્યું નથી. કેટલાક પાકિસ્તાની ક્રિકેટ ફેન્સે આ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. સાથે જ કહ્યું કે પાકિસ્તાનની ટીમને બીફ ન આપવું એ ષડયંત્રનો ભાગ છે. ભારતે પહેલેથી જ ચોખવટ કરી હતી કે મહેમાન ટીમોને ગૌમાંસ પિરસવા પર પ્રતિબંધ છે. જો પાકિસ્તાની ક્રિક્રેટ ટીમને ગૌમાંસ આપવામાં નહીં આવે તો અમારી ટીમ મેચ નહીં જીતી શકે. પાકિસ્તાન ક્રિક્રેટ પ્રેમીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તેમનું કહેવું છે કે બીફ નહીં મળશે તો પાકિસ્તાનની ટીમ હારીને મેચમાંથી બહાર થઇ જશે.

સના અમઝદ નામની એક યૂટબૂરે પાકિસ્તાની ક્રિક્રેટરોને ભારતમાં બીફ નહીં આપવા પર કેટલાંક લોકોનો અભિપ્રાય લીધા છે. જેમાં કેટલાંક લોકો અજીબોગરીબ તર્ક આપી રહ્યા છે. એક પાકિસ્તાની વ્યકિત કહી રહ્યો છે કે જો અમારા ખેલાડીઓને ભારતમાં જમવામાં ગૌમાંસ આપવામાં નહીં આવે તો તેમને પુરતું પ્રોટીન મળી શકશે નહીં, એવામાં તેઓ સારી રીતે મેચ પણ નહીં રમી શકશે અને જીતી પણ શકશે નહીં.

પાકિસ્તાનનો વ્યકિત આગળ કહે છે કે પાકિસ્તાની ક્રિક્રેટ ટીમે ભારત મેચ રમવા જવાની જરૂરત જ નહોતી. ભારતે અમારી ટીમને બરબાદ કરવાનો પુરો પ્રયાસ કર્યો છે. તેમણે પાકિસ્તાની ક્રિક્રેટરોને IPLમાંથી પણ કાઢી મુક્યા. પાકિસ્તાને ભારતનો બહિષ્કાર કરવો જોઇએ.

સના અમઝદ જ્યારે પાકિસ્તાની લોકોની પ્રતિક્રિયા લઇ રહી હતી ત્યારે એક પાકિસ્તાની યુવકે કહ્યુ કે, પાકિસ્તાનના ખેલાડીઓના ભારત પહોંચવા પર જે પ્રમાણે રીતે  મહેમાનગતિ કરવામાં આવી છે તે ખરેખર પ્રસંશાને પાત્ર છે. યુવકે કહ્યુ કે બીફનો મુદ્દો ઉભો થયો છે, શું આપણે દુનિયાને એ બતાવવાની કોશિશ કરી રહ્યા છે કે પાકિસ્તાની ખેલાડીઓ ગૌમાંસના ભુખા છે? આ યુવકે આગળ કહ્યું કે, આપણને ભારતમાં જે સન્માન, ઇજજત મળી છે તે કદાચ આપણે પતાવી શકતા નથી.

યુવકે કહ્યુ કે, ગૌમાંસ ન ખાવું એ માત્ર 10-20 દિવસની વાત છે. પાકિસ્તાની ક્રિક્રેટરો માત્ર મેચ પર ફોકસ કરે. એ પછી પાકિસ્તાન આવીને તો જિંદગીભર ગૌમાંસ ખાવાનું જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp