‘પાકિસ્તાન આગામી ચારેય મેચ WC 2023મા હારી જાય’, બાબરના કાકાએ શા માટે કહ્યું

PC: twitter.com

વર્લ્ડ કપ 2023માં સતત 3 મેચ હાર્યા બાદ પાકિસ્તાની ક્રિકેટ ટીમની ખૂબ નિંદા થઈ રહી છે. ટીમના કેપ્ટન બાબર આઝમના કાકા અને ટીમના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન કામરાન અકમલે તો અહી સુધી કહી દીધું કે ટીમ આગામી થોડી મેચ હારી જાય, ત્યારે જ પાકિસ્તાનની ક્રિકેટ સારી થશે. તેની પાછળનું કારણ પણ તેણે જણાવ્યું છે. પાકિસ્તાની સૌથી વધુ નિંદા અફઘાનિસ્તાન વિરુદ્ધ 8 વિકેટથી હાર બાદ થઈ રહી છે. કામરાન અકમલે ARY ન્યૂઝ સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, જો પાકિસ્તાનની ક્રિકેટે સારું કરવું છે તો ટીમ આગામી કોઈ પણ મેચ ન જીતે અને ટોપ-4માં પણ ન પહોંચે.

તેના પર એન્કરે કહ્યું કે, તમે પાકિસ્તાનને જીતતા જોવા માગતા નથી? તેના જવાબમાં કામરાન અકમલે કહ્યું કે, હું જીતતા જોવા માગું છું, પરંતુ પાકિસ્તાન ક્રિકેટની ભલાઈ માટે એ જ સારું હશે કે ટીમ હારે અને આગામી સમયમાં બદલાવ કરવામાં આવે, કેમ કે જીતવા પર ટીમની ફરી એ જ હાલત થશે. કામરાન અકમાલ જ નહીં, પરંતુ પાકિસ્તાનના ઘણા અન્ય ક્રિકેટરોએ એ વાતની દલીલ કરી છે કે ટીમની કેપ્ટન્સીમાંથી બાબર આઝમને હટાવી દેવામાં આવે અને તેને એક બેટ્સમેન તરીકે નીડર રૂપે રમવાની મંજૂરી આપવામાં આવે.

એ સિવાય કેટલાક પૂર્વ ક્રિકેટરોનું એમ પણ કહેવું છે કે, સપોર્ટ સ્ટાફમાં બદલાવ થવો જોઈએ. તો પૂર્વ પેસર શોએબ અખ્તરે કહ્યું કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)માં ઘણા બદલાવોની જરૂરિયાત છે. તેઓ પોતે ચેરમેન બનવા તૈયાર છે. પાકિસ્તાની ટીમે વર્લ્ડ કપ 2023ની શરૂઆત સારા અંદાજમાં કરી હતી. ટીમને પહેલી મેચમાં નેધરલેન્ડ વિરુદ્ધ જીત મળી હતી અને બીજી મેચમાં શ્રીલંકા સામે જીત મળી હતી. જો કે, આગામી મેચમાં ભારત સામે નિરાશાજનક હાર મળી અને ત્યારથી હારનો સિલસિલો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પણ ચાલુ રહ્યો. ત્યારબાદ અફઘાનિસ્તાન વિરુદ્ધ પણ વધુ એક હાર મળી અને ટીમની સેમીફાઇનલમાં જવાનો રસ્તો મુશ્કેલ થઈ ગયો.

અફઘાનિસ્તાન સામેની મેચની વાત કરીએ તો પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાની ટીમે સીમિત 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 282 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન બાબર આઝમે (74) રન બનાવ્યા, જ્યારે શફીકે 58, શાદાબ ખાન અને ઈફ્તિખાર અહમદે 40-40 રન બનાવ્યા હતા. 283 રનનો પીછો કરવા ઉતરેલી અફઘાની ટીમે 49 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને જીત હાંસલ કરી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp