ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ માટે ટ્રેક્ટર વેચ્યું અને પહોંચી ગયો સ્ટેડિયમ,પછી..

PC: x.com/ANI

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જ્યારે પણ રમાય છે તો ફેન્સ તેનો ભારે લુપ્ત ઉઠાવે છે. અત્યારે અમેરિકામાં T20 વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. T20 વર્લ્ડ કપમાં રવિવારની રાત્રે થયેલી રોમાંચક મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાની ટીમને ફરી એક વખત કચડી નાખી. વર્લ્ડ કપમાં ભારતના હાથે પાકિસ્તાનને મળેલી વધુ એક હાર બાદ એક પાકિસ્તાની ફેન ખૂબ નિરાશ થઈ ગયો અને પોતાની તેમણે ખરું ખોટું સંભળાવી દીધું. ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ સ્ટેડીયામમાં ICC T20 વર્લ્ડ કપની લો સ્કોરિંગ મેચમાં પાકિસ્તાનની ટીમ ભારતીય ટીમ સામે 6 રનથી હારી ગઈ.

ત્યારબાદ ટીમની હાર પર રોષે ભરાયેલા એક પાકિસ્તાની ફેને કહ્યું કે, મેં 3,000 ડોલરની એક ટિકિટ (ભારતીય ચલણ મુજબ અઢી લાખ) મેળવવા માટે પોતાનું ટ્રેક્ટર વેચી દીધું. જ્યારે અમે ભારતનો સ્કોર જોયો, તો અમે વિચાર્યું નહોતું કે અમે આ મેચ હરીશું. મેચ અમારા હાથમાં હતી, પરંતુ બાબર આઝમ આઉટ થયા બાદ લોકો નિરાશ થઈ ગયા. હું ભારતીય ટીમને જીત માટે શુભેચ્છા પાઠવું છું, પરંતુ અને આ હારથી નિરાશ નથી.’ એ દરમિયન ઉત્સાહિત ભારતીય ટીમના દર્શક ભારતીય ટીમ માટે નારા લગાવતા પણ નજરે પડ્યા.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 119 રન પર જ ઓલ આઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ 120 રનનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 113 રન જ બનાવી શકી અને આ રીતે તે 6 રનથી મેચ હારી ગઈ. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં 8મી મેચમાં ભારતની આ 7મી જીત છે. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહે 15મી ઓવરમાં મેચનું પાસું પલટી દીધું અને સેટ થઈ ચૂકેલા મોહમ્મદ રિઝવનને બોલ્ડ કરીને પાકિસ્તાનની બેટિંગની કમર તોડી નાખી.

રિઝવાન આઉટ થયા બાદ અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાની કસેલી બોલિંગે પાકિસ્તાના ખેલાડીઓને આઉટ કરવાના શરૂ કરી દીધા અને જીતને તેમના હાથમાંથી ખેચી લીધી. ભારતના નહાથે ફરી એક વખત હાર મળ્યા બાદ પાકિસ્તાની ફાસ્ટ બોલર નસિમ શાહ પીચ પર પોતાની ભાવનાઓને રોકી ન શક્યો અને ત્યાં જ રડવા લાગ્યો. જો કે, આ દરમિયાન ભારતીય ખેલાડીઓએ મનોબળ વધાર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp