મેદાન વચ્ચે નમાજ, બિરયાની પર હોબાળો, આ કારણોથી ચર્ચામાં રહી પાકિસ્તાની ટીમ

PC: freepressjournal.in

ICC વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. જો કે, બાબર આઝમની ટીમની ટૂર્નામેન્ટથી વિદાઇ નક્કી દેખાઈ રહી છે. ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાએ સેમીફાઇનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. ચોથા નંબર પર પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે લડાઈ છે. જો કે, નેટ રનરેટના કારણે પલડું ન્યૂઝીલેન્ડનું ખૂબ ભારે છે. ચોથા નંબર પર જે પણ ટીમ પહોંચશે, તેની મેચ ભારત સાથે થશે. આ આખા ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું છે. પાકિસ્તાની ખેલાડી પોતાના ફોર્મથી વધુ વિવાદિત મુદ્દાઓ પર ચર્ચામાં રહ્યા.

પાકિસ્તાની ટીમ બિરયાની, પેલેસ્ટાઇન-ઇઝરાયલની લડાઈ, પીચ પર નમાજ વાંચવાને લઈને વિવાદોમાં રહી. બિરયાનીને લઈને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરોએ પણ પાકિસ્તાની ટીમની નિંદા કરી છે. વસીમ અકરમ જેવા મહાન બોલરોએ તો આરોપ લગાવ્યો કે, પાકિસ્તાની ખેલાડી 8-8 કિલો બિરયાની અને નિહારી ખાઈ રહ્યા છે. તેમણે ખાવાથી વધુ ફોર્મ પર વધુ ધ્યાન આપવાની સલાહ આપી. પાકિસ્તાની ટીમ જ્યારે ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપ રમવા પહોંચ્યું તો ઇઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધને લઈને પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ (PCB) મેનેજમેન્ટ કમિટીના ચેરમેન જકા અશરફે વિવાદિત નિવેદને લઈને મુસ્લિમ દેશોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હતું. મામલો બગડતો લાગ્યો તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે માફી પણ માગી.

ભારતમાં પાકિસ્તાની ટીમની ખૂબ મહેમાનગતિ થઈ. તેની મહેમાનગતિમાં પણ કસર ન રાખવામાં આવી. કોમેન્ટેટર રવિ શાસ્ત્રીએ એક શૉ દરમિયાન બાબર આઝમને હૈદરાબાદી બિરયાની બાબતે પણ પૂછ્યું, જેના તેણે ભરપેટ વખાણ કર્યા. બિરયાની સાથે જોડાયેલી વધુ એક રોચક ઘટના થઈ. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં મેચ રમવાની હતી. મેચ શરૂ થવા અગાઉ પાકિસ્તાની ખેલાડીઓએ હૉટલમાં ઉપસ્થિત ડિનર કરવાની ના પાડી દીધી કેમ કે મેન્યૂમાં બિરયાની નહોતી.

ત્યારબાદ પાકિસ્તાની ટીમે એપના માધ્યમથી બહારથી ઓર્ડર કરીને ખાવાનું મગાવ્યું, જેમાં બિરયાની પણ સામેલ હતી. ખેલાડીઓએ કોલકાતામાં ચાપ, ફિરની, કબાબ, શાહી ટુકડા અને બિરયાની ઓર્ડર કરીને મગાવ્યા અને ખાધું. રિઝવાને વર્લ્ડ કપમાં શ્રીલંકા વિરુદ્ધ શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી રિઝવાને પોતાની સાદીને ગાઝાના લોકોને સમર્પિત કરી દીધી. રિઝવને ટ્વીટટર પર કહ્યું કે, આ ગાઝામાં અમારા ભાઈઓ અને બહેનો માટે હતી. જીતમાં યોગદાન આપીને ખુશ છું. તેણે સરળ બનાવવા માટે આખી ટીમ અને વિશેષ રૂપે અબ્દુલ્લા શફિક અને હસન અલીને શ્રેય જાય છે. સોશિયલ મીડિયા પર તેની ખૂબ નિંદા થઈ હતી.

પાકિસ્તાને વર્લ્ડ કપ મેચમાં પોતાની પહેલી મેચ નેધરલેન્ડ વિરુદ્ધ રમી હતી. 81 રનોથી હરાવીને વર્લ્ડ કપમાં શાનદાર શરૂઆત કરી હતી. જો કે, સોશિયલ મીડયા પર પાકિસ્તાનની ટીમની જીતથી વધુ મોહમ્મદ રિઝવાનના નમાજની ચર્ચામાં થઈ રહી હતી. એક વાયરલ વીડિયોમાં તે મેચ વચ્ચે જ પીચ પર નમાજ વાંચતો નજરે પડી રહ્યો છે. સોશિયલ મીડિયામાં લોકોનું કહેવું છે કે, રિઝવાને મેચ વચ્ચે ડ્રિંક્સ બ્રેક દરમિયાન નમાજ વાંચી હતી. વીડિયોમાં પાકિસ્તાનના બીજા ખેલાડી ડ્રિંક્સ બ્રેકમાં આરામ કરતા નજરે પડી રહ્યા છે, તો રિઝવાનને તમે પેડ અને બૂટ ઉતારીને નમાજ વાંચતા જોઈ શકાય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp