પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ હોય શકે છે સુપર 8માં,સમીકરણ હવામાન પર આધારિત

PC: amarujala.com

T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી 5 ટીમોએ સુપર 8 રાઉન્ડ માટે પોતાની સીટ કન્ફર્મ કરી લીધી છે. આ પાંચ ટીમો દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, ભારત અને અફઘાનિસ્તાન છે. હવે સવાલ એ છે કે શું પાડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશની સુપર 8 સુધી પહોંચવાની તકો છે..? ચાલો તમને જણાવીએ કે સુપર 8 માટેનું લેટેસ્ટ સમીકરણ શું છે.

14 જૂનના રોજ, ગ્રુપ C મેચમાં, અફઘાનિસ્તાને પપુઆ ન્યુ ગિનીને 7 વિકેટથી હરાવ્યું, આ સાથે રાશિદ ખાનની ટીમે તેમની 'સુપર 8' માટેની ટિકિટ નક્કી કરી નાખી. આનાથી ન્યુઝીલેન્ડની આગળના રાઉન્ડમાં પહોંચવાની આશા સમાપ્ત થઈ ગઈ.

ટૂર્નામેન્ટના પ્રારંભિક રાઉન્ડમાં ઘણા મોટા અપસેટ થયા હતા અને વરસાદ અને ખરાબ હવામાન પણ તેનું એક કારણ હતું. હવે અમે તમને જણાવીએ કે, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશના સુપર 8માં પહોંચવાની કેટલી શક્યતાઓ છે?

T20 વર્લ્ડ લીગ મેચમાં ભારતે 10 બોલ બાકી રહેતા અમેરિકાને 7 વિકેટે હરાવ્યું. મતલબ કે ગ્રુપ Aમાં નેટ રન રેટ (NRR) હવે બિનમહત્વપૂર્ણ બની ગયો છે. અમેરિકાના NRR 0.127ની સરખામણીમાં પાકિસ્તાન 0.191 NRRની દ્રષ્ટિએ આગળ છે.

જો પાકિસ્તાન આયર્લેન્ડને હરાવે છે અને USA આયર્લેન્ડ સામે હારી જાય છે, તો તે ક્વોલિફાય થશે, પછી ભલે ગમે તેટલા માર્જિન હોય. USAને ક્વોલિફાય થવા માટે, તેણે આયર્લેન્ડ સામે ઓછામાં ઓછો એક પોઈન્ટ મેળવવો જોઈએ, અથવા તેણે પાકિસ્તાન સામે એક પોઈન્ટ ગુમાવવો પડશે.

તેથી, પાકિસ્તાન માટે સૌથી મોટી ચિંતા લૉડરહિલ (ફ્લોરિડા)માં હવામાન હશે, જે આ બંને મહત્વપૂર્ણ મેચોનું આયોજન કરી રહ્યું છે. જો તેમાંથી કોઈપણ મેચ વરસાદને કારણે રદ્દ થશે તો અમેરિકા ક્વોલિફાય થઇ જશે. આવી સ્થિતિમાં આયર્લેન્ડ અને કેનેડાને પણ ચાર પોઈન્ટ મળી શકે છે.

આયર્લેન્ડના વર્તમાન ફોર્મ અને હવામાનની આગાહીને જોતાં, આ ખૂબ જ અસંભવિત લાગે છે, જ્યારે કેનેડા 15 જૂને તેની છેલ્લી મેચમાં ભારતનો સામનો કરશે.

ઈંગ્લેન્ડની ટીમે એન્ટિગુઆમાં 13 જૂને ગ્રુપ Bની મેચમાં ઓમાન સામે રેકોર્ડ જીત નોંધાવી હતી. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડને હવે તેના NRR અંગે ચિંતા કરવાની જરૂર નથી. ઈંગ્લેન્ડે 48 રનનો ટાર્ગેટ માત્ર 3.1 ઓવરમાં મેળવી લીધો હતો. તેમનો NRR +3.081 છે અને સ્કોટલેન્ડના +2.164 કરતા ઘણો આગળ છે.

ઈંગ્લેન્ડને હવે તેની છેલ્લી મેચમાં નામિબિયા સામે જીત મેળવવી પડશે અને આશા રાખવી પડશે કે, ઓસ્ટ્રેલિયન ટીમ સ્કોટલેન્ડને હરાવીને તેમનું સારું કરી જાય.

સ્કોટલેન્ડનું સુપર 8માં સ્થાન મેળવવાનું સમીકરણ સૌથી સીધું છે. તેમને આશા રાખવી પડશે કે ઇંગ્લિશ ટીમ નામિબિયા સામે હારે, નહીં તો ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી મેચ જીતવી જરૂરી રહેશે. બેમાંથી કોઈપણ મેચમાં વરસાદ થશે તો પણ સ્કોટલેન્ડ સુપર 8માં પહોંચી જશે.

13 જૂને રમાયેલી મેચમાં બાંગ્લાદેશે નેધરલેન્ડને 25 રનથી હરાવ્યું હતું. આનાથી તેની સુપર 8માં પહોંચવાની તકો વધુ મજબૂત બની છે. બાંગ્લાદેશે 3માંથી 2 મેચ જીતી છે અને તેની આગામી મેચ 17 જૂને સેન્ટ વિન્સેન્ટમાં નેપાળ સામે છે. બાંગ્લાદેશ આ મેચ જીતતાની સાથે જ તેને સુપર 8ની ટિકિટ મળી જશે.

જ્યારે, જો બાંગ્લાદેશ નેપાળ સામે હારી જાય છે, તો પણ તે સુપર 8માં આગળ વધી શકે છે. આવી સ્થિતિમાં, તેમનો નેટ રન રેટ નેધરલેન્ડ કરતા ઉપર રહે અને નેપાળ દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ બંનેને ન હરાવે. બાંગ્લાદેશ માટે રન રેટમાં આગળ રહેવા માટે બે શરતો છે. જો નેધરલેન્ડ શ્રીલંકાને 15 રનથી હરાવશે, તો બાંગ્લાદેશે એ સુનિશ્ચિત કરવું પડશે કે તેઓ 37 રન કરતા વધુ રનથી હારશે નહીં,(એવું માની લઈએ કે પ્રથમ બેટિંગ કરનારી ટીમોએ 160 રનનો સ્કોર કર્યો હોય શકે).

નેધરલેન્ડ્સને ક્વોલિફાય કરવા માટે, તેણે શ્રીલંકાને હરાવવું પડશે અને તેણે આશા રાખવી જોઈશે કે, બાંગ્લાદેશ નેપાળ સામે એટલા મોટા માર્જિનથી હારી જાય કે તેનો નેટ રન રેટ નેધરલેન્ડ કરતા નીચે ચાલ્યો જાય. નેપાળ પણ આ જ સાબિત કરવા માંગશે, પરંતુ તેમની પાસેથી સળંગ બે મેચમાં દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ બંનેને હરાવવાની અપેક્ષા રાખવી વધુ પડતી છે. જેની શક્યતા ઘણી ઓછી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp