IPLમા પાકિસ્તાની ક્રિકેટરોના રમવા પર હરભજનનું મોટું નિવેદન

PC: news9live.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝન શરૂ થવામાં વધુ સમય બચ્યો નથી. આ સીઝનની શરૂઆત 22 માર્ચથી થઈ રહી છે. પહેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામસામે थશે. તો આ દરમિયાન સોશિયલ મીડિયા પર પૂર્વ ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહનો પાકિસ્તાની ફેન્સને રિપ્લાઈ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાની ફેન્સે પોતાની પોસ્ટમાં બાબર આઝમ અને વિરાટ કોહલી, મોહમ્મદ રિઝવાન અને મહેન્દ્ર સિંહ ધોની, શાહીન શાહ આફ્રિદી અને જસપ્રીત બૂમરાહની તસવીર શેર કરી છે.

આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે, આ ખેલાડીઓનું IPLમાં સાથે રમવું, ઘણા ભારતીયો અને પાકિસ્તાનીઓનું સપનું છે. આ પોસ્ટ પર હરભજન સિંહે મજેદાર રિપ્લાઈ આપ્યો છે. પૂર્વ ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહે રિપ્લાઈ આપતા લખ્યું કે, કોઈ ભારતીયનું એવું સપનું નથી, તમે લોકો એવા સપના જોવાનું બંધ કરો. ઊંઘમાંથી જાગો. હાલમાં સોશિયલ મીડિયા પર હરભજન સિંહનો રિપ્લાઈ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કમેન્ટ્સ કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, IPLની પહેલી સીઝન વર્ષ 2008માં રમાઈ હતી. પહેલી સીઝનમાં શાહિદ આફ્રિદી, શોએબ અખ્તર, કામરાન અકમલ અને સલમાન બટ્ટ સહિત ઘણા પાકિસ્તાની ક્રિકેટરો રમ્યા હતા, પરંતુ મુંબઈ હુમલા બાદ પાકિસ્તાની ક્રિકેટરોને IPLમાં બેન કરી દેવામાં આવ્યા. ત્યારબાદ IPLમાં પાકિસ્તાની ક્રિકેટર રમ્યા નથી. IPLની 17મી સીઝનની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિરાટ કોહલી વિના પહેલા ટ્રેનિંગ કેમ્પની શરૂઆત કરી દીધી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પહેલી મેચ 22 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ ચેપોકમાં છે. મોટા ભાગના ઘરેલુ ખેલાડી નવા કોચ એન્ડી ફ્લાવાર અને ટીમ ડિરેક્ટર મો બોબટના માર્ગદર્શનમાં શિબિરમાં સામેલ થાય. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ વેસ્ટ ઈન્ડીઝમાં ફાસ્ટ બોલર અલ્જારી જોસેફ સાથે ટ્રેનિંગ કેમ્પ કરી રહ્યા છે. IPL ટીમોની સ્થિતિ પર નજર રાખીએ તો BCCI અધિકારીઓએ જણાવ્યું કે, કોહલી આગામી થોડા દિવસોમાં ટીમ સાથે જોડાય તેવી સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp