શાહીન આફ્રિદીએ જણાવ્યું કંઈ ટીમ હતી T20 વર્લ્ડ કપ જીતવાની હકદાર

PC: skysports.com

પાકિસ્તાન ક્રિકેટ ટીમના યુવા ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ ભારતીય ટીમના ભરપેટ વખાણ કર્યા. T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ 29 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે કેનિંગ્સટન ઓવલમાં રમાઈ હતી. અહી ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને રોમાંચક મેચમાં હરાવતા ટ્રોફી પર કબજો કર્યો હતો. ટૂર્નામેન્ટની જે સૌથી ખાસ વાત હતી એ રોહિત એન્ડ કંપની આખા ટૂર્નામેન્ટમાં અપરાજીત રહી.

લીગ ચરણમાં ભારત અને પાકિસ્તાનની મેચ નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં થઈ હતી. અહી પાકિસ્તાનો બોલરોની શાનદાર બોલિંગ છતા ભારતીય ટીમ આ મેચ 6 રનથી પોતાના નામે કરવામાં સફળ થઇ હતી. હવે જ્યારે ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024ની વિજેતા બની ચૂકી છે તો પાકિસ્તાની સ્ટાર શાહીન શાહ આફ્રિદીએ મોટું નિવેદન આપ્યું છે.

લંડનમાં પત્રકારો સાથે વાતચીત કરવા દરમિયાન ફાઇનલ બાબતે વાતચીત કરતા શાહીન આફ્રિદીએ કહ્યું કે, મેં મેચ જોઈ અને તેનો લુપ્ત ઉઠાવ્યો. ફાઇનલ મેચમાં બંને ટીમોએ સારી રમત દેખાડી. મેચના દિવસે જે પણ ટીમ દબાવને સારી રીતે સંભાળે છે, તે જીતી જાય છે. ભારતે સારી ક્રિકેટ રમી અને તે જીતની હકદાર હતી. ઉલ્લેખનીય છે કે T20 વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનના નિરાશાજનક પ્રદર્શન બાદ શાહીન શાહ આફ્રિદીને પાકિસ્તાની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

જો કે, તેની આગેવાનીમાં પાકિસ્તાની ટીમની શરૂઆતી નિષ્ફળતા જોતા તેને કેપ્ટન્સીમાંથી હટાવી દેવામાં આવ્યો. મહત્ત્વના ટૂર્નામેન્ટમાંથી કેપ્ટન્સી છીનવાયા છતા તેણે ટીમ બાબતે સકારાત્મક વાતો કહી છે. શાહીન આફ્રિદીએ પાકિસ્તાનના ભવિષ્ય બાબતે વાત કરતા કહ્યું કે, વર્લ્ડ કપમાં મજબૂત ટીમો પ્રતિસ્પર્ધા કરે છે. આ એક પ્રક્રિયામાંથી પસાર થયા બાદ આવે છે. મને લાગે છે અમારે કેટલીક વસ્તુ સારી કરવાની જરૂરિયાત છે અને જો અમે સખત મહેનત કરતા તો પરિણામ અમારા પક્ષમાં હશે.

ટૂર્નામેન્ટ બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સખત વલણ અપનાવી રહ્યું છે. ટૂર્નામેન્ટ બાદ એવા સમાચાર આવ્યા હતા કે PCB પોતાના ખેલાડીઓ પર લગામ લગાવશે અને વિદેશી T20 લીગોમાં હિસ્સેદારીને લઈને મોટું પગલું ઉઠાવશે. PCBએ તેની શરૂઆત કરી દીધી છે અને નિશાન પર આવ્યા છે T20 ટીમનો કેપ્ટન બાબર આઝમ, વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અને ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી. આ ત્રણેય ખેલાડીઓને PCBએ ઝટકો આપ્યો છે. આ ત્રણેય કેનેડાની GT20 લીગમાં હિસ્સો લેવાના હતા, પરંતુ PCBએ આ ત્રણેયને આ લીગમાં રમવાની મંજૂરી આપી નથી. PCB ચેરમેન મોહસીન નકવીએ NOC આપવાનો ઇનકાર કરી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp