આ ના સુધરેઃ રિઝવાનની વિકેટ પર હોબાળો થયો તો ICCને ફરિયાદ કરવા પહોંચ્યું PCB

PC: hindustantimes.com

પાકિસ્તાન ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં પણ હારનો સામનો કરવો પડ્યો. બોક્સિંગ ડે ટેસ્ટ મેચના ચોથા દિવસે એક સમયે પાકિસ્તાની ટીમ જીતની ખૂબ નજીક પહોંચી ગઈ હતી, પરંતુ મોહમ્મદ રિઝવાન આઉટ થયા બાદ ટીમ ડગમગી ગઈ અને મેચ હારી ગઈ. જો કે, મોહમ્મદ રિઝવાનને વિવાદાસ્પદ રૂપે આઉટ આપવાને લઈને ખૂબ હોબાળો મચ્યો. ત્યારબાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તરફથી આ મામલો ICC સામે ઉઠાવવાની વાત સામે આવી છે.

મેચના ચોથા દિવસે પાકિસ્તાની ટીમને એક સમયે જીત માટે 100 કરતા પણ ઓછા રન જોઈતા હતા, જ્યારે તેની પાસે 5 વિકેટ બચી હતી. પીચ પર મોહમ્મદ રિઝવાન અને આઘા સલમાન સેટ થઈ ચૂક્યા હતા અને ટીમને જીત તરફ લઈ જઇ રહ્યા હતા. ત્યારે પેટ કમિન્સનો એક બૉલ મોહમ્મદ રિઝવાનના બેટ પાસેથી પસાર થઈ ગયો. જો કે, કોટ બિહાઇન્ડની એ અપીલને ફિલ્ડ અમ્પાયરે નકારી દીધી, પરંતુ ઓસ્ટ્રેલિયા તરફથી DRS લેવામાં આવ્યો તો થર્ડ અમ્પાયરે આઉટ કરાર આપી દીધો.

આ નિર્ણયથી રિઝવાન સાથે સાથે આખી ટીમને પસંદ ન આવ્યો. રિઝવાન મુજબ બૉલ તેના કાંડા સાથે લાગીને ગયો છે. રિઝવાન આ દરમિયાન પોતાના કાંડા પર લાગેલા બૉલના નિશાનને દેખાડતો નજરે પડ્યો, પરંતુ DRSમાં નજરે પડ્યું કે બૉલ તેના કાંડા પર નહીં, પરંતુ ગ્લવ્સને લાગીને નીકળ્યો છે અને એવામાં થર્ડ અમ્પાયર તરફથી તેને આઉટ આપી દેવામાં આવ્યો. હવે જે રિપોર્ટ સામે આવ્યો છે તે મુજબ PCB અમ્પાયરિંગ અને ટેક્નોલોજીના ઉપયોગ સંબંધિત મુદ્દાઓને ICC સામે ઉઠાવશે.

એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટમાં, PCBના એક અધિકારીના સંદર્ભમાં જણાવ્યું કે આ મુદ્દાને લઈને PCB ચીફ જકા અશરફે ડિરેક્ટર મોહમ્મદ હાફિઝ સાથે વાતચીત કરી છે, ત્યારબાદ PCB આ મુદ્દો ICC સામે ઉઠાવશે. મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં 318 રન બનાવ્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાની ટીમ 264 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઇનિંગમાં 262 રન બનાવ્યા અને પાકિસ્તાનને ટારગેટ મળ્યો 317 રનનો, પરંતુ પાકિસ્તાની ટીમ 237 રન પર જ સમેટાઇ ગઈ અને મેચ 79 રનથી હારી ગઈ. બંને ઇનિંગમાં 5-5 વિકેટ લેનારા પેટ કમિન્સને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp