ભારતથી હાર પછી પાકિસ્તાન મુશ્કેલીમા,સુપર-8માં જવાની શક્યતા ઓછી,આયર્લેન્ડનો સહારો
ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાન ટીમનું ખરાબ પ્રદર્શન ચાલુ છે. આ પહેલા પાકિસ્તાનને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (USA)એ સુપર ઓવરમાં હરાવ્યું હતું. હવે તેને રવિવારે (9 જૂન) ભારત સામેની મેચમાં છ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત સામેની હાર પછી પાકિસ્તાની ટીમ મુશ્કેલીમાં છે. પાકિસ્તાન પર હવે T20 વર્લ્ડ કપ 2024માંથી બહાર થવાનો ખતરો છે.
પાકિસ્તાનની ટીમ ગ્રુપ-Aમાં ચોથા સ્થાન પર છે. પાકિસ્તાનના 2 મેચ રમ્યા પછી પણ 0 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ પણ માઈનસ (-0.150)માં છે. આ સમયે તેના સુપર-8માં જવાની શક્યતા ઘણી ઓછી લાગે છે. બાબર આઝમની કપ્તાનીવાળી ટીમે હવે તેની બાકીની બે મેચ કેનેડા અને આયર્લેન્ડ સામે રમવાની છે. જો પાકિસ્તાન આ બંને મેચ જીતી જાય તો પણ સુપર-8માં તેનો પ્રવેશ નિશ્ચિત નહીં હોય.
હવે પાકિસ્તાને આશા રાખવી પડશે કે, USA વધુ મેચ જીતે નહીં. આ સિવાય કેનેડાને તેની બંને મેચ હારવી પડશે અને આયર્લેન્ડે એકથી વધુ મેચ જીતવી પડશે નહીં. જો પાકિસ્તાન તેની બંને મેચ જીતી જાય છે, જ્યારે USA તેની બાકીની બે મેચ હારી જાય છે. તો આવી સ્થિતિમાં USA અને પાકિસ્તાન બંને પાસે 4-4 પોઈન્ટ હશે અને સુપર-8 સ્ટેજ માટે લાયકાત નેટ રન-રેટ (NRR) પર નિર્ભર રહેશે.
What a game! 🤩🔥@IrfanPathan & #JatinSapru are elated as they celebrate #TeamIndia's thrilling win against Pakistan in the #GreatestRivalry of cricket! 🇮🇳💙#INDvPAK | #T20WorldCupOnStar | #T20WorldCup2024 pic.twitter.com/8Y8kAggueF
— Star Sports (@StarSportsIndia) June 9, 2024
જો USA ભારત સામે હારી જાય અને આયર્લેન્ડને હરાવે તો પાકિસ્તાન સુપર 8માંથી બહાર થઈ જવું નિશ્ચિત છે. આ રીતે અમેરિકા ઐતિહાસિક પ્રદર્શન કરીને સુપર-8માં પહોંચી જશે. જો પાકિસ્તાન તેની બેમાંથી માત્ર એક મેચ જીતે તો તે સંપૂર્ણ રીતે બહાર થઈ જશે. આ સાથે જ ભારત સરળતાથી એક મેચ જીતીને સુપર-8માં પ્રવેશ કરી શકે છે.
હાલમાં, પાકિસ્તાનનું NRR અમેરિકા (+0.626) અને ભારત (+1.455) બંને કરતાં ખરાબ છે. આવી સ્થિતિમાં, તે તેની તમામ મેચો જીતવાનો પ્રયાસ કરશે, પરંતુ તે પણ ઇચ્છશે કે, તેનો નેટ રન રેટ (NRR) આ બંને ટીમમાંથી એક ટીમ (અમેરિકા અને ભારત)ને હરાવવા માટે પૂરતો હોવો જોઈએ. કેનેડા પાસે પણ સુપર-8 રાઉન્ડમાં પહોંચવાની સારી તક છે. તેમનો NRR હાલમાં નેગેટિવ હોવાથી, તેઓએ પહેલા તેમની તમામ મેચ જીતવી પડશે અને આશા છે કે, અન્ય પરિણામો તેમની પરિસ્થિતિ અનુસાર હોય. ગ્રુપની ટોપ 2 ટીમ સુપર-8 રાઉન્ડમાં રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp