પાકિસ્તાની ક્રિકેટર્સને 4 મહિનાથી પગાર મળ્યો નથી, ખેલાડીઓએ બોર્ડને ધમકી આપી

PC: hindustantimes.com

છેલ્લાં કેટલાંક સમયથી આર્થિક રીતે પાયમાલ થઇ ગયેલા પાકિસ્તાનને રોજ પડેને નવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દેવાળિયા થઇ ગયેલા દેશમાં હવે એવું જાણવા મળ્યું છે કે કિક્રેટરોને 4 મહિનાથી પગાર મળ્યો નથી અને હવે ખેલાડીઓ અકળાયા છે અને પાકિસ્તાન ક્રિક્રેટ બોર્ડને ધમકી આપી છે.

પાકિસ્તાન ક્રિક્રેટ ટીમની સામે વન-ડે વર્લ્ડકપ 2023 પહેલા મોટી મુશ્કેલી આવીને ઉભી છે. એક અહેવાલ મુજબ, પાકિસ્તાન કિક્રેટરોને છેલ્લાં 4 મહિનાથી પગાર મળ્યો નથી. પગાર નહીં મળવાને કારણે ખેલાડીઓએ વર્લ્ડકપના પ્રમોશન અને સ્પોન્સરશીપ ના લોગોનો બહિષ્કાર કરવાની ધમકી આપી છે. આને કારણે પાકિસ્તાન કિક્રેટ બોર્ડ મુશ્કેલીમાં મુકાઇ ગયું છે.

'ક્રિકેટ પાકિસ્તાન'ના એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાની ખેલાડીઓને છેલ્લા ચાર મહિનાથી તેમની મેચ ફી કે પગાર મળ્યો નથી, જેના કારણે ખેલાડીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ખેલાડીઓના પગારમાં ઐતિહાસિક વધારો થશે, પરંતુ નવા સેન્ટ્રલ કરાર પર હસ્તાક્ષર થવાના બાકી છે.

પાકિસ્તાન ટીમના એક ખેલાડીએ પોતાનું નામ છાપવાની શરતે ‘ક્રિક્રેટ પાકિસ્તાન’ને જણાવ્યું હતું કે, અમે મફતમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા તૈયાર છીએ, પરંતુ સવાલ એ છે કે અમે સ્પોન્સરશીરના લોગોને પ્રમોટ શું કામ કરીએ, જે બોર્ડ સાથે જોડેલા છે. એજ પ્રમાણે અંમે પ્રમોશનલ એક્ટિવિટી અને બાકી ઇવેન્ટમાં હિસ્સા લેવાનો ઇન્કાર કરી શકીએ છીએ. વર્લ્ડકપ દરમિયાન, અમે ICCના કોર્મશિયલ પ્રચાર અને ગતિવિધિઓ સાથે પણ જોડાવવાના નથી.

રિપોર્ટમાં આગળ કહેવાયું છે કે પાકિસ્તાનના ખેલાડીઓ ICC અને સ્પોન્સરશીપમાંથી થતી આવકમાંથી તેમનો હિસ્સો માંગી રહ્યા છે. ICC અને સ્પોન્સરશીપની આવકમાંથી પાકિસ્તાનને 9.8 બિલિયન ડોલરની આવક થવાની છે.

હજુ ઓગસ્ટ મહિના જ વાત છે પાકિસ્તાન ક્રિક્ટ બોર્ડે તેના ખેલાડીઓનો પગાર 4 ગણો વધારવાની જાહેરાત કરી હતી. પરંતુ ખેલાડીઓને કોઇ પગાર મળ્યો નથી. ખેલાડીઓનો કોન્ટ્રાક્ટ જૂન 2023માં પુરો થયો હતો ત્યારે ખેલાડીઓએ પગાર વધારાની માંગ કરી હતી, કારણકે અન્ય દેશોની સરખામણીએ તેમનો પગાર ઘણો ઓછો છે એમ ખેલાડીઓનું કહેવું હતું.

બાબર આઝમને કેપ્ટનશીપ હેઠળ પાકિસ્તાન ક્રિક્રેટ ટીમ વર્લ્ડકપ 2023માં પહેલી મેચ 6 ઓકટોબરે નેધરલેન્ડસ સામે હૈદ્રાબાદમાં રમશે. એ પછી બીજી મેચ 10 ઓકટોબરે, શ્રીલંકા સામે હૈદ્રાબાદમાં રમશે. એ પછી 14 ઓકટોબરે પાકિસ્તાન કિક્રેટ ટીમનો સામે ટીમ ઇન્ડિયા સામે અમદાવાદમાં થવાનો છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ માટે ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp