ભારતીય ટીમે આ 2 ખેલાડી બાબતે વાત કરીને આગળનો પ્લાન બનાવવો જોઇએ: પૂર્વ બોલિંગ કોચ
ભારતીય ટીમના પૂર્વ બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેએ કહ્યું કે, નવા ટીમ મેનેજમેન્ટે મોહમ્મદ શમી અને રવિચંદ્રન અશ્વિનના ભવિષ્ય બાબતે વાતચીત કરવાની જરૂરિયાત છે. તેમણે સાથે જ કહ્યું કે, નવા ટીમ મેનેજમેન્ટે આગળનો પ્લાન બનાવવાની જરૂરિયાત છે. મોહમ્મદ શમી અને રવિચંદ્રન અશ્વિન ભારતીય બોલિંગ આક્રમણનો પ્રમુખ હિસ્સો રહ્યા છે. રવિચંદ્રન અશ્વિને આ વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની 100મી ટેસ્ટ મેચ રમી હતી. તો મોહમ્મદ શમી ગયા વર્ષે વર્લ્ડ કપ બાદ ક્રિકેટ એક્શનથી દૂર છે.
ફાસ્ટ બોલર આ સમયે સારા થવામાં લાગ્યા છે. વર્લ્ડ કપ 2023 બાદ મોહમ્મદ શમીએ સર્જરી કરાવી હતી. તેણે બોલિંગની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. પારસ મ્હામ્બ્રેએ એક અંગ્રેજી અખબાર સાથે વાતચીત કરતા કહ્યું કે, સીનિયર બોલરોને ધ્યાનમાં રાખતા યોજના બનાવવાની જરૂરિયાત છે. યુવાઓને સીનિયર ખેલાડીઓ સાથે મળાવવાની જરૂરિયાત છે. મોહમ્મદ શમી અને રવિચંદ્રન અશ્વિન સાથે ભવિષ્યની યોજનાઓ બાબતે વાતચીત કરીને આગળનો પ્લાન બનાવવાની જરૂરિયાત છે.
તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે અમે યુવાઓમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો તો અમે સુનિશ્ચિત કર્યું કે તેઓ મેદાનમાં એકલા બધી જવાબદારી નહીં ઉઠાવે. પછી તે અર્શદીપ હોય કે પછી આવેશ ખાન. અમે સુનિશ્ચિત કર્યું કે તેઓ સીનિયર બોલરો સાથે બોલિંગ કરે. ફાસ્ટ બોલિંગ પુલ બનાવવામાં કેટલો સમય લાગશે, તેની જાણકારી મેળવવી મુશ્કેલ છે, ભારતીય ટીમના પૂર્વ બોલિંગ કોચે જણાવ્યું કે, તેમણે વર્ષ 2015થી ફાસ્ટ બોલરોનો પુલ બનાવવાનો શરૂ કર્યો અને વર્ષ 2020માં તેઓ એ કામ પૂરું કરી શક્યા.
ભારતીય ટીમ સપ્ટેમ્બરમાં આગામી સીરિઝ રમશે, જેમાં તે બાંગ્લાદેશનો સામનો કરશે. મોહમ્મદ શમી અને રવિચંદ્રન અશ્વિન આ સીરિઝમાં વાપસી કરે તેવી આશા છે હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે પારસ મ્હામ્બ્રેની મહત્ત્વની સલાહને નવું ટીમ મેનેજમેન્ટ કેટલી ધ્યાનમાં રાખશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp