થઈ ગયું કન્ફર્મ, IPLમા રિષભ પંત કેપ્ટન્સી કરશે કે નહીં

PC: circleofcricket.com

રિષભ પંત મેદાનમાં કમબેક ક્યારે કરશે. તે IPL રમશે કે નહીં? એવા ઘણા બધા સવાલોના જવાબ મળી ગયા છે. રિષભ પંતના ફેન્સ એ વાતથી ખુશ થઈ શકે છે કે તેમનો પસંદગીનો ખેલાડી IPL 2024માં કમબેક કરવા જઇ રહ્યો છે. માત્ર કમબેક જ નહીં, તે પોતાની ટીમની કેપ્ટન્સી પણ કરશે. IPL 2024ની શરૂઆત 22 માર્ચથી થશે. 26 વર્ષીય રિષભ પંત લગભગ 15 મહિના બાદ મેદાન પર કમબેક કરવા તૈયાર છે.

ક્રિકઇન્ફોએ પોતાના રિપોર્ટમાં દિલ્હી કેપિટલ્સ (DC)ના માલિક પાર્થ જિંદલના સંદર્ભે આ જાણકારી આપી છે. પાર્થ જિંદલે એ વેબસાઈટને કહ્યું કે, ટીમના ડિરેક્ટર સૌરવ ગાંગુલી અને હેડ કોચ રિકી પોન્ટિંગને વિશ્વાસ છે કે રિષભ પંત IPLથી કમબેક કરશે. જો કે, તેના માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની ફિટનેસ ક્લિયરેન્સ જોઈશે. પાર્થ જિંદલે કહ્યું કે, રિષભ પંત બેટિંગ કરી રહ્યો છે. વિકેટકીપિંગ શરૂ કરી ચૂક્યો છે તે IPL શરૂ થવા સુધી પૂરી રીતે ફિટ થઈ શકે છે. આશા છે કે તે પહેલી જ મેચમાં ટીમની કેપ્ટન્સી પણ કરશે. 

દિલ્હી કેપિટલ્સ રિષભ પંતને પહેલી 7 મેચમાં ઇમ્પેક્ટ ખેલાડી તરીકે માત્ર બેટ્સમેનના રૂપમાં ઉતારી શકે છે. ત્યારબાદ એ નિર્ણાય લેવામાં આવશે કે તે આખી મેચ રમે કે નહીં. દિલ્હી કેપિટલ્સનો દક્ષિણ આફ્રિકન બોલર એનરિક નોર્ત્જે પણ અત્યારે અનફિટ છે, પરંતુ પાર્થ જિંદલને આશા છે કે ટીમ પહેલી મેચ અગાઉ તે ફિટ થઈ જશે. દિલ્હી કેપિટલ્સની પહેલી મેચ 23 માર્ચે પંજાબ કિંગ્સ (PBKS) સામે છે.

દિલ્હી કેપિટલ્સની બેટિંગ લાઇનઅપ તેની તાકાત રહી છે. તેની પાસે ઓપનર ડેવિડ વોર્નર, પૃથ્વી શૉ છે. તો મિડલ ઓર્ડરમાં કેપ્ટન રિષભ પંત સિવાય શાઈ હોપ, હેરી બ્રુક, મિચેલ માર્શ, ટ્રિસ્ટન સ્ટબ્સ છે. પાર્થ જિંદલે ક્રિકઇન્ફોને કહ્યું કે, હેરી બ્રુકને છઠ્ઠા નંબર પર ઉપયોગ કરી શકાય છે. હેરી બ્રુક હાર્ડ હીટર છે અને અંતિમ ઓવરોમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમને મોટા સ્કોર સુધી કે લક્ષ્ય સુધી પહોંચાડવામાં ભૂમિકા નિભાવી શકે છે.

દિલ્હી કેપિટલ્સની ટીમ:

રિષભ પંત (કેપ્ટન), પ્રવીણ દુબે, ડેવિડ વોર્નર, વિક્કી ઓસ્તવાલ, પૃથ્વી શૉ, એનરિક નોર્ત્જે, અભિષેક પોરેલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, લૂંગી એનગિડી, લલીત યાદવ, ખલીલ અહમદ, મિચેલ માર્શ, ઈશાંત શર્મા, યશ ધૂલ, મુકેશ કુમાર, હેરી બ્રુક, ટ્રિસ્ટન સ્ટબ્સ, રિકી ભુઈ, કુમાર કુશાગ્ર, રસિખ ડાર, ઝાય રિચર્ડસન, સુમિત કુમાર, શાઈ હોપ, સ્વસ્તિક ચિકારા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp