પેટ કમિન્સ કેમ નથી કરી રહ્યો T20Iમાં કેપ્ટન્સી, પોતે જણાવ્યું કારણ

PC: independent.co.uk

ઓસ્ટ્રેલિયન ટીમ હેવમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે અને ત્યાં લ2 મેચોની T20 સીરિઝ રમી રહી છે. 3 મેચોની T20 સીરિઝની શરૂઆતી 2 મેચોમાં જીત હાંસલ કરવા સાથે આ સીરિમાં 2-0ની અજેય લીડ હાંસલ કરી લીધી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ માટે પેટ કમિન્સનું ઓલરાઉન્ડ પ્રદર્શન જોવા મળ્યું, જેમાં તેણે બેટથી જ્યાં મહત્ત્વના સમય પર 28 રનોની ઇનિંગ રમવા સાથે બોલિંગમાં પણ એક વિકેટ પોતાના નામે કરી.

આ મેચને ઓસ્ટ્રેલિયન ટીમે 72 રનથી જીતી લીધી હતી. પેટ કમિન્સને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો. તો તેણે આ દરમિયાન T20 ઇન્ટરનેશનલમાં ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટન્સી ન કરવાને લઈને પણ જવાબ આપ્યો. પેટ કમિનસે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી T20 મેચમાં 3 ઓવરોની બોલિંગમાં 19 રન આપ્યા અને 1 વિકે લીધી. તો મેચ બાદ કેપ્ટન્સી ન કરવાના સવાલ પર પેટ કમિન્સે જવાબ આપતા કહ્યું કે હું તેનો ખૂબ આનંદ લઈ રહ્યો છું.

ઘણા લાંબા સમયથી મેં બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી નહોતી. હું માત્ર પોતાની બોલિંગ પર વધુ ધ્યાન લગાવી રહ્યો છું. આ ફોર્મેટમાં હું હંમેશાં પોતાની બેટિંગનો આનંદ લઉં છું. આ વિકેટ પર બોલરો માટે મદદ હતી, જેનો બીજી ઇનિંગમાં અમે લાભ ઉઠાવ્યો. તેણે કહ્યું કે, અહીં પહેલા પણ રમી ચૂક્યો છું. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ પહેલા બેટિંગ કરતા 174 રન બનાવીને સમેટાઇ ગઈ હતી. તો ન્યૂઝીલેન્ડની ટીમ ટાર્ગેટનો પીછો કરતા માત્ર 102 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ.

આ દરમિયાન જૂન મહિનામાં T20 વર્લ્ડ કપ રમવાનો છે. તો ઓસ્ટ્રેલિયન ટીમે અત્યાર સુધી પોતાની નિયમિત T20 કેપ્ટન બનાવ્યો નથી. આરોન ફિન્ચના આ ફોર્મેટમાંથી સંન્યાસ લીધા બાદ ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી મિચેલ માર્શની કેપ્ટન્સીમાં જ મેચો રમી છે. જેમાં દક્ષિણ આફ્રિકા અને ત્યારબાદ ઘર આંગણે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્વ તેણે T20 સીરિઝ રમી. એવામાં ઓસ્ટ્રેલિયન સિલેક્ટર્સે લગભગ એ સ્પષ્ટ કરી દીધું છે કે આ ફોર્મેટમાં અત્યારે કેપ્ટન્સીની જવાબદારી મિચેલ માર્શ પર જ રહેવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp