હાર બાદ પેટ કમિન્સે જણાવ્યું હારનું કારણ, કહ્યું- જૂના મિત્રએ...

PC: BCCI

સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને કોલકાતા નાઇટ રાઇડર્સે ત્રીજી IPL ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. KKRએ એકતરફી મુકાબલામાં SRHની ટીમને હરાવી દીધી હતી. આ અંગે સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે કહ્યું હતું કે, મારા હિસાબે KKRએ જબરદસ્ત બોલિંગ કરી. દુર્ભાગ્યથી મારો જૂનો સાથી મિચેલ સ્ટાર્ક ફરીથી ફોર્મમાં આવી ગયો. આજે રાતે અમે સારી રમત ન બતાવી અને સંપૂર્ણ રીતે માત ખાઈ ગયા. આ ખૂબ જ મુશ્કેલ વિકેટ હતી. જો અમે 160 રન બનાવી લેત તો મુકાબલામાં બન્યા રહ્યા હોત. પરંતુ મને નથી લાગતું કે આ 200 પ્લસ વાળી વિકેટ હોય, પરંતુ અમે થોડા વધુ રન બનાવ્યા હોત તો અમારી પાસે મેચમાં અમુક તક હોત.

કમિન્સે કહ્યું હતું કે, તમે આશા રાખો છો કે મેચની શરૂઆતમાં અમુક બાઉન્ડ્રી લાગે, જેથી તમે ગેમમાં બન્યા રહો, પરંતુ KKRએ શાનદાર બોલિંગ કરી. તેમણે ગયા અઠવાડિયે અમદાવાદમાં પહેલી ક્વોલિફાયરમાં જે રીતે બોલિંગ કરી હતી, તેવી જ બોલિંગ આજે પણ કરી, એટલે તેમને સંપૂર્ણ ક્રેડિટ આપવી પડે.

શ્રેયસે કોને આપ્યો શ્રેય, SRHનો માન્યો આભાર

કોલકાતા નાઈટ રાઈડર્સે IPL ફાઇનલમાં રેકોર્ડતોડ જીત હાંસલ કરી. તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને IPL ઇતિહાસના સૌથી નાના સ્કોર 113 રન પર રોકી. ત્યારબાદ 11મી ઓવરમાં જ મેચ જીતી લીધી. આ પ્રકારે કોલકાતાએ IPL ફાઇનલને એક તરફી બનાવી દીધી. કોલકાતાના કેપ્ટન શ્રેયસ ઐય્યરે આ જીત માટે પોતાના ખેલાડીઓના ભરપેટ વખાણ કર્યા, સાથે જ નસીબનો સંદર્ભ પણ આપ્યો. શ્રેયસે કહ્યું કે, તેઓ ભાગ્યશાળી રહ્યા કે તેમને પહેલા બોલિંગ કરવાનો અવસર મળ્યો.

હૈદરાબાદે કોલકાતા વિરુદ્ધ ફાઇનલમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો જે ખોટો સાબિત થયો. કોલકાતાએ આ મેચ માત્ર 10.3 ઓવરમાં જ 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધી. જીત બાદ કેપ્ટન શ્રેયસ ઐય્યરે કહ્યું કે, ‘ભાવના વ્યક્ત કરવી મુશ્કેલ છે. અમે ખેલાડીઓ પાસે જેવી આશા રાખી હતી, તેમણે તેવું પ્રદર્શન કર્યું. આજે અમે ભાગ્યશાળી રહ્યા કે પહેલા બોલિંગ કરવાનો અવસર મળ્યો. સનરાઇઝર્સ હૈદરબાદને શાનદાર રમત દેખાડવા માટે શુભેચ્છા.

તેણે કહ્યું કે, આ દબાવવાળી મેચ હતી. મિચેલ સ્ટાર્ક મોટી મેચોનો ખેલાડી છે. તેણે શાનદાર પ્રદર્શન કર્યું, યુવાઓએ તેની પાસે શીખ લેવી જોઈએ. કોલકાતાએ IPL ત્રીજી વખત જીતી છે. આ અગાઉ તે વર્ષ 2012 અને વર્ષ 2014માં પણ ચેમ્પિયન રહી ચૂકી છે. શ્રેયસ ઐય્યરે આન્દ્રે રસેલના વખાણ કરતા કહ્યું કે, રસેલ પાસે જાદુઇ છડી છે. તેણે મોટા ભાગની મેચોમાં વિકેટ લીધી. શ્રેયસ ઐય્યરે ફાઇનલમાં શાનદાર ઇનિંગ માટે વેંકટેશ ઐય્યરના પણ ભરપેટ વખાણ કર્યા. તેણે કહ્યું કે, વેંકટેશે અમારા માટે જીત સરળ કરી દીધી. આ એકજૂથ પ્રયાસ હતો, અમારા માટે શાનદાર સીઝન રહી.

મેચ બાદ પેટ કમિન્સે જણાવ્યું કે, તેની ટીમને મેચમાં કેમ હારનો સામનો કરવો પડ્યો. તેણે કહ્યું કે, કોલકાતાએ શાનદાર બોલિંગ કરી. દુર્ભાગ્યથી મારા જૂના સાથી મિચેલ સ્ટાર્ક ફરી એક વખત ફોર્મમાં આવી ગયો. અમે આજે પૂરી રીતે મ્હાત ખાઈ ગયા. તમે આશા રાખો છો કે થોડી બાઉન્ડ્રી લાગે, પરંતુ કોલકાતાએ અમને પૂરી રીતે આશ્ચર્યચકિત કરી દીધા. તેમણે ગયા અઠવાડિયે જે પ્રકારની બોલિંગ અમદાવાદમાં કરી હતી, એ જ પ્રકારે બોલિંગ આજે પણ કરી, એટલે તેમને પૂરું ક્રેડિટ મળવું જોઇએ. જો અમે 160 રન બનાવી લેતા તો પછી મેચમાં બન્યા રહેતા. જો કે મને નથી લાગતું કે આ 200 પ્લસવાળી વિકેટ હતી. અમે ખૂબ ઓછા રન બનાવ્યા. જો થોડા વધુ રન હોત તો કદાચ ચાંસ રહેતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp