બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં કમિન્સ ભારતીય ટીમની વર્લ્ડ કપ જેવી હાલત કરવા માગે છે

PC: facebook.com/patcummins30

પેટ કમિન્સે કેપ્ટન્સી કરતા લગભગ દરેક મોટી સીરિઝ અને ટૂર્નામેન્ટ પોતાના નામે કર્યા છે, પરંતુ છેલ્લા 4 બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પર ભારતીય ટીમનો કબજો છે. તેમાં 2 વખત ભારતે ઓસ્ટ્રેલિયાને તેના ઘર આંગણે હરાવીને ટ્રોફી ડિફેન્ડ કરી છે. તો ઓસ્ટ્રેલિયાની ટીમ 10 વર્ષથી એટલે કે વર્ષ 2014થી ભારતીય ટીમને આ સીરિઝમાં મ્હાત આપી શકી નથી, પરંતુ કેપ્ટન કમિન્સ આ વખત ભારતને હરાવવા માટે ઉત્સુક છે. સીરિઝ હજુ શરૂ પણ થઈ નથી અને તેણે અત્યારથી જ તેવર દેખાડવાના શરૂ કરી દીધા છે.

પેટ કમિન્સે તાજેતરના નિવેદનમાં ભારતની હાલત વન-ડે વર્લ્ડ કપ જેવી કરવા કહ્યું છે. ભારતીય ટીમ 5 મેચોની ટેસ્ટ સીરિઝ માટે જલદી જ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવા રવાના થવાની છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપને જોતા બંને જ ટીમો માટે આ સીરિઝ ખૂબ મહત્ત્વની રહેવાની છે. કમિન્સે હાલમાં જ એક ઇવેન્ટ દરમિયાન આ સીરિઝને લઈને વાત કરી છે. 22 નવેમ્બરથી શરૂ થનારી મેચ અગાઉ તેમણે ફરી ભારતની હાલત વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ જેવી કરવા કહ્યું છે.

પેટ કમિન્સે કહ્યું કે, જ્યારે પણ કોઈ ટીમ દબાવમાં હોય છે, તો તેની વિરુદ્ધ રમવું ખરાબ વાત નથી. તેમણે અગાઉ પણ અહી આવીને સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ અમારું કામ છે અમે તેમને શાંત રાખીએ. પેટ કમિન્સે આ વાત 2023ના વન-ડે વર્લ્ડ કપ દરમિયાન પણ કહી હતી. ફાઇનલ મેચ અગાઉ તેણે ભારતીય ફેન્સ પર પ્રહાર કરતા કહ્યું હતું કે એક મોટી ભીડને શાંત થતી જોવાથી વધુ સંતોષકારક વાત નહીં હોય શકે. પેટ કમિન્સ અગાઉ જ ઓસ્ટ્રેલિયાને એશેજ સીરિઝ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ અને વન-ડે વર્લ્ડ કપ જીતાડી ચૂક્યો છે, પરંતુ તેના નામે અત્યાર સુધી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી નસીબ થઈ નથી.

એક ખેલાડી તરીકે તે તેને જીતી શક્યો નથી. એટલે સીરિઝ શરૂ થવા અગાઉ પેટ કમિન્સે કહ્યું કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી એક એવી મોટી સીરિઝ રહી ગઈ છે, જેને જીતવાની બાકી રહી ગયું છે, કમિન્સના જણાવ્યા મુજબ ઘર પર સતત 2 સીરિઝ હાર્યા બાદ દરેક તેને લઈને સીરિયસ છે અને આગામી સીરિઝ ખૂબ મોટી થવાની છે. આખી ટીમ ખૂબ તૈયારી કરી રહી છે અને સારા પ્રદર્શનની પૂરી આશા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp