હાર્દિકની હૂટિંગથી પેટ કમિન્સ આશ્ચર્યચકિત થઈ ગયો... કહ્યું, મારી પાસે શબ્દો નથી

PC: aajtak.in

IPL 2024માં રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સ (MI)નો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ વાત ચાહકોને સારી ન લાગી, આ જ કારણ છે કે, પહેલી મેચથી લઈને અત્યાર સુધી પંડ્યાને દરેક જગ્યાએ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. આ મામલે હવે IPLના સૌથી મોંઘા SRH કેપ્ટન પેટ કમિન્સનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. રોહિત શર્માના સ્થાને નવા કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે ટુર્નામેન્ટમાં ઉતરેલી મુંબઈની ટીમ તેની પ્રથમ 3 મેચ હારી ગઈ હતી. આ પછી ચોથી મેચમાં જીત હાંસલ કરી હતી.

પરંતુ આ દરમિયાન કેપ્ટન પંડ્યાને પણ ફેન્સ તરફથી ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો છે. હકીકતમાં મુંબઈ ટીમના પ્રશંસકોને રોહિતની જગ્યાએ પંડ્યાને કેપ્ટન બનાવવો પસંદ આવ્યો નથી. આ જ કારણ છે કે, પહેલી મેચથી લઈને અત્યાર સુધી પંડ્યાને દરેક જગ્યાએ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

આ મામલે હવે IPLના સૌથી મોંઘા કેપ્ટન પેટ કમિન્સનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. કમિન્સ આ સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ટીમની કમાન સંભાળી રહ્યો છે. ફ્રેન્ચાઇઝીએ તેને 20.50 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો છે. હવે તે સૌથી મોંઘો કેપ્ટન પણ બની ગયો છે.

પેટ કમિન્સે પંડ્યાના હૂટિંગ અંગે મીડિયા સૂત્રો સાથે વાત કરતા કહ્યું હતું કે, આ મામલે કહેવા માટે તેમની પાસે કંઈ શબ્દો નથી. તે ક્યારેય આવી સ્થિતિમાં રહ્યો નથી. કમિન્સે તો ત્યાં સુધી કહ્યું કે, ભારતમાં ક્રિકેટ ચાહકો ઘણા ઝનૂની હોય છે અને અહીં આવી વસ્તુઓનો સામનો કરવો ખૂબ જ મુશ્કેલ છે.

હાર્દિકની હૂટિંગ થવાના સવાલ પર કમિન્સે કહ્યું, 'મારી પાસે કહેવા માટે વધુ કંઈ નથી. હું આ પ્રકારની પરિસ્થિતિમાં આવ્યો નથી. આ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ છે. ભારતમાં ચાહકો ઘણા ઝનૂની હોય છે. આ માત્ર એક તબક્કો છે. હું એટલું જ કહી શકું છું.'

અહીં તમને જણાવી દઈએ કે, સનરાઈઝર્સે 27મી માર્ચે મુંબઈ સામે તેમના જ ઘરમાં શાનદાર મેચ જીતી હતી. આ મેચમાં હૈદરાબાદે 277 રનનો ઐતિહાસિક અને સૌથી મોટો IPL સ્કોર બનાવ્યો હતો. આ મેચ દરમિયાન પણ હાર્દિકને ચાહકોના ભારે ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. કમિન્સ તે દરમિયાન હાર્દિકની હૂટિંગનો સાક્ષી બન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp