વિરાટ કોહલીની કેપ્ટન્સી પર આ ખેલાડીએ ઉઠાવ્યા સવાલ, કહી આ મોટી વાત

PC: cricketaddictor.com

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ગણતરી દુનિયાના સફળ કેપ્ટનોમાં થાય છે. જોકે, તેની આગેવાનીમાં ભારતીય ટીમ કોઇ મોટી ટૂર્નામેન્ટ જીતી શકી નથી. પણ ભારતીય ટીમની સીરિઝ જીતના કારણે કોહલી સફળ કેપ્ટનોમાં સામેલ છે. કોહલીની આગેવાનીમાં ભારતે ઓસ્ટ્રેલિયામાં પહેલી વાર ટેસ્ટ સીરિઝ જીતી હતી. તો લાંબા સમય સુધી ICC રેન્કિંગમાં ટોચ પર રહી છે. ભારતીય કેપ્ટન તરીકે કોહલી ટીમને નવા શીખરો સુધી લઇ ગયો છે. પણ IPLમાં વિરાટ કોહલી RCB ટીમની કેપ્ટન્સી કરવામાં ફ્લોપ રહ્યો છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોહલીની રોયલ ચેલેન્જર બેંગલોર હજુ સુધી એકપણ ટાઈટલ જીતી શકી નથી. માટે દર વખતે તેની આ ટીમ પર ઘણાં મીમ્સ પણ બને છે. IPLમાં કોહલી ફ્લોપ કેપ્ટન સાબિત થયો છે. એવામાં IPLમાં તેની સાથે રમનારા વિકેટકીપર ખેલાડી પાર્થિવ પટેલે ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી અને RCBની કેપ્ટન્સી કરવાને લઈ કોહલીમાં અંતર જણાવ્યું છે.

તેણે કહ્યું કે, આખરે શા માટે RCB  માટે કોહલી ફ્લોપ સાબિત થઈ રહ્યો છે. તે કહે છે, વિરાટ કોહલી એક જુદી રીતના કેપ્ટન છે. તે ટીમને હંમેશા ફ્રંટથી લીડ કરે છે અને આક્રમક રહે છે. કોહલી ઈચ્છે છે કે ટીમના દરેક ખેલાડી હંમેશા જુસ્સામાં રહે.

ટીમના ખેલાડીઓમાં પણ અંતર

પટેલે કહ્યું કે, એમાં પણ ફરક પડે છે કે તમારી ટીમમાં કેવા ખેલાડીઓ છે. વિરાટ કોહલી જ્યારે ટીમ ઈન્ડિયાની આગેવાની કરે છે તો તેમનામાં એક અલગ જ કેપ્ટન જોવા મળે છે. તેમની ટીમમાં બુમરાહ, શમી જેવા બોલરો છે. માટે તેઓ વિચારે છે કે ટીમ માટે વિકેટ કઇ રીતે લઇ શકાય. જ્યારે RCBની આગેવાની કરતા તેઓ એ વિચારે છે કે ખેલાડીઓ પાસેથી કઇ રીતે સારુ પ્રદર્શન કરાવી શકાય. ટીમ ઈન્ડિયાવાળા કોહલી ઘણાં આક્રમક છે, જ્યાકે રોયલ ચેલેન્જર્સ બેંગલોરવાળા કોહલી ડિફેન્સિવ છે.

આકાશ ચોપરાની યૂટ્યૂબ ચેનલ પર વાત કરતા પાર્થિવ પટેલે પૂર્વ કેપ્ટન ધોનીની પ્રશંસા કરતા કહ્યું કે, કયા ખેલાડીમાં કેટલી ક્ષમતા છે અને કઇ રીતે તેમનામાંથી બેસ્ટ કાઢવાનું છે. તેના વિશે ધોનીને સારી રીતે જાણ હતી. ધોનીને ખબર છે કે કયા ખેલાડીનું 100 ટકા કેટલું છે અને તેને કઇ રીતે બહાર લાવવાનું છે. ધોનીની સૌથી મોટી ખાસિયત છે કે, તે ખેલાડીઓને તેમની સ્ટાઇલમાં રમવાની આઝાદી આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp