પોલ કૉલિંગવુડના મતે આ બે ટીમો વચ્ચે થશે T20 વર્લ્ડ કપની ફાઇનલ

PC: crickettimes.com

ICC T20 વર્લ્ડ કપનો રોમાન્ચ ફેન્સના માથે ચઢી ચૂક્યો છે. દિગ્ગજ પણ પોત પોતાની ફાઇનલ ટીમની પસંદગી કરી રહ્યા છે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન પોલ કૉલિંગવુડે આ વખત ફાઇનલ રમનારી 2 ટીમોના નામની ભવિષ્યવાણી કરી છે. તેમના મુજબ, ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને અહી સુધી કે દક્ષિણ આફ્રિકા પણ ફાઇનલમાં જગ્યા નહીં બનાવી શકે. તેઓ મેજબાન ટીમને ટ્રોફી હાંસલ કરવાની અંતિમ ટક્કર (ફાઇનલ)માં જોવા માગે છે. 1 જૂનથી 29 જૂન વચ્ચે ICC T20 વર્લ્ડ કપનું આયોજન વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકા ક્રિકેટ બોર્ડની મેજબાનીમાં કરવામાં આવશે.

ભારતીય ટીમને ICC T20 વર્લ્ડ કપ જીતવાની દાવેદાર બતાવવામાં આવી રહી છે. એક દિવસ અગાઉ જ ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગને કહ્યું હતું કે તેઓ ભારતીય ટીમને પ્રબળ દાવેદાર માને છે. રોહિત શર્માની ટીમ આ સમયે એવી છે જે કોઈ પણ વિરોધીને સરળતાથી હરાવી શકે છે. જો આ ટીમના ખેલાડી ઇજાગ્રસ્ત થાય છે તો પણ બાકી ટીમોથી વધારે ખતરનાક દેખાઈ રહી છે. વિરાટ કોહલી અને રોહિત શર્માની જોડીને સૌથી મહત્ત્વની કડી બતાવી. પૂર્વ ઇંગ્લિશ બેટ્સમેન પોલ કૉલિંગવુડે પણ પોતાનું મંતવ્યું રાખ્યું છે.

સ્ટાર સ્પોર્ટ્સ પર દિગ્ગજો દ્વારા ફાઇનલ પહોંચનારી ટીમના નામની પસંદગી કરવામાં આવી. તેમાં તેમણે પોતાની 2 ટીમોના નામમાં પહેલા તો પોતાના દેશનું નામ પસંદ કર્યું, ફાઇનલ રમાનારી બીજી ટીમ તરીકે વેસ્ટ ઇન્ડીઝનું નામ પસંદ કર્યું. તેમના જણાવ્યા મુજબ, આ વખત ICC T20 વર્લ્ડ કપ ફાઇનલ ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાશે. આ શૉ દરમિયાન જ્યારે વેસ્ટ ઈન્ડીઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારાને ફાઈનલની 2 ટીમ પસંદ કરવા કહેવામાં આવ્યું, તો તેમને ઇંગ્લેન્ડને બહાર કરી દીધી. આ દિગ્ગજનું માનવું છે કે વેસ્ટ ઇન્ડીઝની ટીમ સાથે T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતીય ટીમ હશે.

દક્ષિણ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ એબી ડી વિલિયર્સે T20 વર્લ્ડ કપની 4 સેમીફાઇનાલિસ્ટ ટીમોના નામ બતાવ્યા છે. તેમના મુજબ, ભારત, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયાની ટીમ સેમીફાઇનલ પહોંચશે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગને T20 વર્લ્ડ કપના ચેમ્પિયનના રૂપમાં ઇંગ્લેન્ડની ટીમને પસંદ કરી છે. તેમને કહ્યું કે, તેઓ ઈચ્છે છે કે વર્લ્ડ કપ ઈંગ્લેન્ડ જીતે. તો નાસિર હુસેને કહ્યું કે, તેમની નજરમાં ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ ટ્રોફી જીતશે. ખેર હવે જોવાનું એ રહેશે કે કોણ આ વખત T20 વર્લ્ડ કપની ટ્રોફી ઉઠાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp