PCB ઈચ્છે છે ભારત ક્લિયર કરે કે તે ચેમ્પિયન્સ ટ્રોફી રમવા ભારત આવશે કે નહીં

PC: khaleejtimes.com

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના નવા બનેલા ચેરમેન મોહસીન નકવી આગામી વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની ભાગીદારીનું આશ્વાસન ઈચ્છે છે. આગામી અઠવાડિયે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની બેઠક દુબઈમાં થવાની છે, જેમાં નકવી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ પાસે ભારત દ્વારા હિસ્સો લેવા માટેનું આશ્વાસન ઈચ્છે છે, પરંતુ તેના પર અત્યારે કોઈ જવાબ આવવાનો મુશ્કેલ લાગી રહ્યો છે. ICC કાર્યકારી બોર્ડની બેઠક આગામી અઠવાડિયે દુબઈમાં થશે.

મોહસીન નકવીની યોજના વૈશ્વિક સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ સાથે સાથે ભારતીય બોર્ડના સચિવ સાથે પણ અલગથી વાત કરવાની છે, પરંતુ 2025માં ફેબ્રુઆરી-માર્ચમાં થનારા ટૂર્નામેન્ટ માટે ભારતીય બોર્ડ પાકિસ્તાનની યાત્રાની કોઈ પ્રતિબદ્ધતા નહીં આપે, જ્યારે એક વર્ષ જ બચ્યું છે. જ્યાં ચેમ્પિયન્સ ટ્રોફી એક ICC ટૂર્નામેન્ટ છે અને દરેક ક્રિકેટ રમનાર દેશ પાકિસ્તાનની યાત્રા કરશે. BCCIએ પોતાના દરવાજા બંધ કર્યા નથી, પરંતુ તેને ભારત સરકારની મંજૂરી લેવી પડશે, જે ટૂર્નામેન્ટ શરૂ થવાના થોડા અઠવાડિયા અગાઉ મળવાની આશા રહેશે.

PCB અધિકારીએ ગયા વર્ષે ઉપયોગ કરેલા હાઇબ્રીડ મોડલનો સંદર્ભ આપતા કહ્યું કે, PCB માટે સૌથી મોટી ચિંતાની વાત છે કે ભારત પોતાની ટીમ પાકિસ્તાન મોકલાશે કે નહીં કેમ કે ગયા વર્ષે એશિયા કપ જેવા મામલાનું પુનરાવર્તન નહીં થાય.,ગયા વર્ષે PCBએ મજબૂર થઈને હાઇબ્રીડ મોડલ પર વિશ્વાસ કરવો પડ્યો હતો કે, એશિયા કપની મેચ શ્રીલંકા સાથે આયોજિત કરાવે, એવું એટલે કેમ કે BCCIએ સ્પષ્ટ કરી દીધું હતું કે, તે પોતાની ટીમ પાકિસ્તાન નહીં મોકલે કેમ કે ભારત સરકારની મંજૂરી મળી નથી. તો પાકિસ્તાન માત્ર 4 મેચોની મેજબની કરી શક્યું હતું, જ્યારે અન્ય મેચ શ્રીલંકામાં રમી હતી.

જાણકારોએ કહ્યું કે, આ ICC ઇવેન્ટ છે. ગયા વર્ષે વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમ ભારત આવી હતી. નકવી ICC અને BCCIને રાજી કરવા માગે છે કે તેઓ પુષ્ટિ કરે કે ભારતીય ટીમ પાકિસ્તાન આવશે કેમ કે તેનાથી ટૂર્નામેન્ટને પ્રમોટ કરવામાં તેને મદદ મળશે. નકવી BCCI પ્રતિનિધિઓ પાસે સુનિશ્ચિત કરવા માગશે કે પાકિસ્તાનમાં ચૂંટણી પૂરી થઈ જશે અને નવી સરકાર બની જશે, ત્યારે તેમના માટે પાકિસ્તાનમાં રમતને લઈને સુરક્ષાની ચિંતા કે અન્ય પરેશાની નહીં હોય. ભારતીય ટીમે અંતિમ વખત વર્ષ 2008માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો, ત્યારે એશિયા કપ રમ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાનની ટીમ ICC ઇવેન્ટ્સ માટે 3 વખત ભારતનો પ્રવાસ કરી ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp