T20 WCમાં હાર બાદ પાકિસ્તાનના ખેલાડીના ખિસ્સા કપાશે, સખત કાર્યવાહીના મૂડમાં PCB

PC: x.com/TheRealPCB

પાકિસ્તાન ક્રિકેટ ટીમ હાલના દિવસોમાં પોતાના પ્રદર્શનના કારણે સવાલોના ઘેરામાં છે. T20 વર્લ્ડ કપમાં ટીમના નિરાશાજનક પ્રદર્શનથી ફેન્સ નિરાશ અને દિગ્ગજ ખેલાડી પણ હેરાન છે. દરેક આ હાર પાછળ અલગ અલગ કારણ બતાવી રહ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પણ આ શરમજનક પ્રદર્શન બાદ બદલાવના મૂડમાં છે. પાકિસ્તાની ટીમ ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી જ મેચ હારી ગઈ હતી. અહી તેનો સામનો પહેલી વખત વર્લ્ડ કપ રમી રહેલી અમેરિકન ટીમ સાથે હતી.

પાકિસ્તાની ટીમને અહી સુપર ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો. તો ત્યારબાદ ભારત વિરુદ્ધ પણ તેને હાર મળી. પાકિસ્તાની ટીમ ભારત વિરુદ્ધ 119 રનનો સ્કોર પણ ચેઝ ન કરી શક્યો. આ હારે તેમના બહાર જવાનો રસ્તો લગભગ નક્કી કરી દીધો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવી ખેલાડીઓના નિરાશાજનક પ્રદર્શન બાદ સજા આપવા તૈયાર છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ બોર્ડ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કેટલાક ખેલાડીઓને ડીમોટ કરશે એટલે કે તેમના પે ગ્રેડમાં બદલાવ કરશે. એ સિવાય કેટલાક ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી પણ બહાર કરવામાં આવશે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કરી શકે છે મોટો બદલાવ

મોહમ્મદ રિઝવાન અને શાહીન આફ્રિદીને બાબર આઝમને સપોર્ટ ન કરવા અને ટીમમાં જૂથબંદી કરવાના કારણે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી બહાર કરી શકાય છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાંથી મોહમ્મદ રિઝવાનને બહારનો રસ્તો દેખાડી શકાય છે. સાથે જ રિઝવાનને પાકિસ્તાનની ઘરેલુ ક્રિકેટમાં ભાગ લેવાના નિર્દેશ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આપી શકે છે. આઝમ ખાન, ઈમાદ વસીમ, ઈફ્તિખાર અહમદ અને શાદાબ ખાનને પણ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી બહારનો રસ્તો દેખાડી શકાય છે.

પાકિસ્તાનના dbtvsportsના રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વર્તમાન અધ્યક્ષ મોહસીન રઝા નકવી જલદી જ પાકિસ્તાન ક્રિકેટમાં બદલાવો સાથે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અને એ નિર્ણયો બાબતે બતાવવાના છે, જે પાકિસ્તાન ક્રિકેટને સારી કરવા માટે લીધા છે. રિપોર્ટ્સ મુજબ, બાબર આઝમ પાકિસ્તાનના વન-ડે અને T20 ટીમનો કેપ્ટન બન્યો રહેશે. ખેર હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પોતાના ખેલાડીઓને લઈને કે પાકિસ્તાન ક્રિકેટમાં બદલાવ માટે શું નિર્ણય લેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp