પાકિસ્તાની ક્રિકેટરોની દયા આવે છે,ઓસ્ટ્રેલિયામાં જાતે સામાન ટ્રકમા ચઢાવતા દેખાયા
પાકિસ્તાન ક્રિકેટ ટીમે તેના સમગ્ર ઈતિહાસમાં ક્યારેય ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. વર્લ્ડ કપમાં શરમજનક હાર પછી અનેક ફેરફારો વચ્ચે ગ્રીન આર્મી પોતાના ભૂતકાળને ભૂલીને ઓસ્ટ્રેલિયા પહોંચી છે. પરંતુ પાકિસ્તાની ખેલાડીઓને રિસીવ કરવા માટે પાકિસ્તાન એમ્બેસી કે ઓસ્ટ્રેલિયાનો કોઈ અધિકારી એરપોર્ટ પર હાજર નહોતો. પાકિસ્તાની ખેલાડીઓએ પોતાનો સામાન ટ્રક પર જાતે જ ચડાવવો પડ્યો હતો. ટેસ્ટ શ્રેણી પહેલા, પાકિસ્તાન ક્રિકેટ ટીમ 6-9 ડિસેમ્બર દરમિયાન મનુકા ઓવલ ખાતે ઑસ્ટ્રેલિયન પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન સામે ચાર દિવસીય ટેસ્ટ મેચ પહેલા શુક્રવારે સિડની થઈને કૅનબેરા પહોંચી હતી.
પાકિસ્તાન ક્રિકેટ ટીમ તેના 18 ખેલાડીઓ અને 17 સભ્યોની મેનેજમેન્ટ ટીમ સાથે ગુરુવારે સવારે 3 વાગ્યે લાહોર એરપોર્ટથી ઓસ્ટ્રેલિયા જવા માટે ઉડાન ભરી હતી, જ્યાંથી તેઓ દુબઈ પહોંચી હતી. દુબઈમાં થોડા સમયના રોકાણ કર્યા પછી ખેલાડીઓએ આરામ કર્યો અને પછી સિડની જવા રવાના થયા. નવનિયુક્ત કેપ્ટન શાન મસૂદના નેતૃત્વમાં 24 કલાકથી વધુની ઉડાન પછી આખી ટીમ શુક્રવારે આરામ કરશે. 2019 પછી પાકિસ્તાનનો ઓસ્ટ્રેલિયાનો આ પ્રથમ પ્રવાસ છે, છેલ્લી વખત કાંગારૂઓએ 2-0થી જીત મેળવી હતી. ત્યારે અઝહર અલી સુકાની હતો.
બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ હજુ સુધી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી નથી. ઓસ્ટ્રેલિયન મીડિયા અનુસાર, ટીમને અંતિમ રૂપ આપવા માટે આ સપ્તાહે પસંદગીકારોની બેઠક થશે. ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સે 28 નવેમ્બરે ODI વર્લ્ડ કપ ટ્રોફી સાથે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, આ અઠવાડિયે શેફિલ્ડ શિલ્ડ રમતો પછી ટીમ પસંદગી કરવામાં આવશે.
ઓસ્ટ્રેલિયા માટે પાકિસ્તાનની ટીમ આ પ્રમાણે રહેશે : શાન મસૂદ (કેપ્ટન), આમિર જમાલ, અબ્દુલ્લા શફીક, અબરાર અહેમદ, બાબર આઝમ, ફહીમ અશરફ, હસન અલી, ઈમામ-ઉલ હક, ખુર્રમ શહઝાદ, મીર હમઝા, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), મોહમ્મદ વસીમ જુનિયર, નોમાન અલી, સઈમ અયુબ, સલમાન અલી આગા, સરફરાઝ અહેમદ (વિકેટકીપર), સઉદ શકીલ અને શાહીન શાહ આફ્રિદી.
ઓસ્ટ્રેલિયા ટૂર શેડ્યૂલ: ચાર દિવસીય મેચ: PM XI vs પાકિસ્તાન, 6-9 ડિસેમ્બર, મનુકા ઓવલ, કેનબેરા, પ્રથમ ટેસ્ટ: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાકિસ્તાન, 14-18 ડિસેમ્બર, પર્થ સ્ટેડિયમ, બીજી ટેસ્ટ: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાકિસ્તાન, 26-30 ડિસેમ્બર, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG), ત્રીજી ટેસ્ટ: ઓસ્ટ્રેલિયા વિ પાકિસ્તાન, 3-7 જાન્યુઆરી, સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG).
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp