શું ઇજાનું બહાનું બનાવીને મેદાનથી બહાર ગયો હતો શાદાબ? આ દિગ્ગજના નિવેદનથી હોબાળો

PC: hindustantimes.com

વન-ડે વર્લ્ડ કપ 2023માં બાબર આઝમની કેપ્ટન્સીમાં અત્યાર સુધી પાકિસ્તાની ટીમનું મેદાન પર ખૂબ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે. ટૂર્નામેન્ટની શરૂઆતી બે મેચોમાં જીત મેળવ્યા બાદ પાકસ્તાની ટીમને આગામી 4 મેચોમાં સતત હારનો સામનો કરવો પડ્યો છે. તેનાથી તેની સેમીફાઇનલમાં પહોંચવાની આશા પણ લગભગ સમાપ્ત થઇ ચૂકી છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ મેચમાં જ્યારે પાકિસ્તાની ટીમ 271 રનોનું લક્ષ્ય બચાવવા ઉતરી તો તેમાં પણ એક વિકેટથી નજીકની હારનો સામનો કરવો પડ્યો. તો આ મેચમાં પાકિસ્તાની ટીમની હાર સાથે જ ઉપકેપ્ટન શાદાબ ખાન પણ ચર્ચાનો વિષય બન્યો છે, કંકશન થવાના કારણે દક્ષિણ આફ્રિકાની ઇનિંગની શરૂઆતમાં જ મેદાનથી બહાર જતો રહ્યો હતો.

શાદાબ ખાન આ મેચમાં ફિલ્ડિંગના સમયે ખૂબ તેજી સાથે મેદાન પર પડ્યો, ત્યારબાદ તેને કંકશનની ફરિયાદ થવાના કારણે તેની જગ્યાએ ઉસામા મીરને પાકિસ્તાની ટીમની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો. તો આ મેચ બાદ પાકિસ્તાની ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઉમર ગુલે શાદાબ ખાનના આ પ્રકારે બહાર થવાને લઇને તેને પાકિસ્તાની ફે ન્સની ભાવનાઓ સાથે રમવા પર તેની નિંદા કરી. ઉમર ગુલે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, ‘મને નથી લાગતું કે શાદબ ખાનને કોઇ ગંભીર ઇજા થઇ હતી.’

તેણે કહ્યું કે, જ્યારે મેચ ખૂબ રોમાંચક થઇ ગઇ તો શાદાબ અચાનક ટીમ સાથે ડગ આઉટમાં દેખાવા લાગ્યો અને રૂમમાં જોવા મળ્યું કે તે ખેલાડીઓનો ઉત્સાહ વધારી રહ્યો છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે તમે પાકિસ્તાનના 24 કરોડ લોકોની ભાવનાઓ સાથે રમી રહ્યા છો, જે સારી વસ્તુ નથી. ઉમર ગુલે કહ્યું કે, શાદાબ ખાનને સ્કેન માટે લઇ જવામાં આવ્યો હતો અને તે લગભગ પૂરી રીતે સારો હતો. મને લાગે છે કે તેણે પોતાને બચાવવાનો રસ્તો પસંદ કર્યો, જેથી મેદાન પર ઉપસ્થિત દબાવથી બચી શકાય.

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આ મેચમાં શાદાબ ખાનની જગ્યા પર કંકશન ખેલાડી તરીકે સામેલ કરવામાં આવેલા ઉસામા મીરે યોગ્ય સમય પર 2 મહત્ત્વની વિકેટ લેવા સાથે જ પોતાની ટીમને આ મેચમાં પરત લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જો કે, એ છતા પાકિસ્તાની ટીમને હારનો સામનો કરવો પડ્યો. હવે પાકિસ્તાની ટીમને સેમીફાઇનલમાં પહોંચવા માટે બાકી બચેલી બધી મેચ કોઇ પણ પરિસ્થિતિમાં જીતવું પડશે. તેની સાથે જ અન્ય મેચોના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp